Vadodara News : વડોદરા ST બસ સ્ટેશન પર મુસાફરોની રેકોર્ડબ્રેક ભીડ, ખિસ્સા કતારુઓ થયા સક્રિય

Oct 18, 2025 - 12:00
Vadodara News : વડોદરા ST બસ સ્ટેશન પર મુસાફરોની રેકોર્ડબ્રેક ભીડ, ખિસ્સા કતારુઓ થયા સક્રિય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા સેન્ટ્રલ ST બસ સ્ટેશન પર દિવાળીના તહેવારો નજીક આવતાની સાથે જ મુસાફરોની જબરજસ્ત ભીડ જોવા મળી રહી છે. પોતાના વતન જવા માટે લોકો ઉમટી પડ્યા હોવાથી બસ સ્ટેશન પર પગ મૂકવાની પણ જગ્યા નથી. ખાસ કરીને પંચમહાલ, દાહોદ, અને સંતરામપુર જેવા આદિવાસી વિસ્તારોના રૂટ પર તેમજ સૌરાષ્ટ્ર તરફના રાજકોટ અને પોરબંદર સહિતના લાંબા રૂટની બસોમાં મુસાફરોની સંખ્યામાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. આ અસામાન્ય ભીડને નિયંત્રિત કરવા અને મુસાફરોને સરળતાથી તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવા માટે ST વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ST વિભાગનો મોટો નિર્ણય

મુસાફરોની ભારે માંગને ધ્યાનમાં લઈને, ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા વડોદરાથી 85 વધારાની બસો દોડાવવામાં આવી રહી છે. આ એક્સ્ટ્રા બસોની સુવિધા 22 તારીખ સુધી એટલે કે દિવાળીના મુખ્ય તહેવારો સુધી ચાલુ રાખવામાં આવશે. આ નિર્ણયથી વતન જતા હજારો મુસાફરોને મોટી રાહત મળી છે. આ બસો મુખ્યત્વે પંચમહાલ, દાહોદ, સંતરામપુર, રાજકોટ અને પોરબંદર જેવા ભીડભાડવાળા રૂટ પર દોડાવાશે, જેથી કોઈ મુસાફરને બસની અછતને કારણે અટવાવું ન પડે. ST વિભાગની આ તાત્કાલિક અને સકારાત્મક કામગીરીની મુસાફરો દ્વારા પ્રશંસા થઈ રહી છે.

ખિસ્સાકાતરુઓ સક્રિય

વડોદરા ST બસ સ્ટેશન પરની આ ભારે ભીડનો લાભ લેવા માટે ખિસ્સાકાતરુઓ (Pickpockets) પણ સક્રિય થઈ ગયા છે. મુસાફરોની વધુ પડતી સંખ્યા અને ધક્કામુક્કીનો ફાયદો ઉઠાવીને આ ગઠિયાઓ તેમના પર્સની ચોરી કરી રહ્યા હોવાના કિસ્સા સામે આવ્યા છે. તહેવારની ખરીદી અને વતન જવાની ઉતાવળમાં રહેલા મુસાફરોનું ધ્યાન ભટકાવાય છે અને તેમના કિંમતી સામાનની ચોરી થઈ રહી છે. આથી, મુસાફરોને અપીલ છે કે તેઓ તેમની કિંમતી વસ્તુઓ અને રોકડની સુરક્ષા માટે અત્યંત સાવચેત રહે. પોલીસે પણ બસ સ્ટેશન પર પેટ્રોલીંગ વધારીને આ ખિસ્સાકાતરુઓની ટોળકીને પકડવા માટે કાર્યવાહી કરવી અનિવાર્ય છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0