Vadodara: L&Tઅને સ્કોર ફાઉન્ડેશન દ્વારા નવીન શાળા ભવનનું લોકાર્પણ કરાયું

Jun 8, 2026 - 06:30
Vadodara: L&Tઅને સ્કોર ફાઉન્ડેશન દ્વારા નવીન શાળા ભવનનું લોકાર્પણ કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વાઘોડિયા : વાઘોડિયા તાલુકાના શ્રીપોર ટીંબી ગામે આધુનિક સુવિધા સજ્જ નવનિર્મિત શ્રી પોરટીંબી પ્રાથમિક શાળાનું લોકાર્પણ અને હસ્તાંતરણ સમારોહ યોજાયો હતો. લાર્સન એન્ડ ટુબ્રો એનર્જી હાઇડ્રોકાર્બન ઓનશોરના CSR કાર્યક્રમ હેઠળ અને સ્કોર લવલી હુડ ફઉન્ડેશનના અમલીકરણથી તૈયાર થયેલું આ શાળાભવન ગ્રામ્ય વિસ્તારના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ આપવાના હેતુથી બનાવાયું છે. મહાનુભાવોના હસ્તે રિબિન કાપી અને સ્મૃતિફ્લકના અનાવરણ સાથે કાર્યક્રમ શરૂ થયો હતો. જેમાં L&T અને SCOREના પ્રતિનિધિઓ, શાળા પરિવાર, SMC સભ્યો, વાલીઓ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. નવી શાળામાં હવાદાર વર્ગખંડો, સ્વચ્છતા સુવિધા, શુદ્ધ પીવાનું પાણી, દિવ્યાંગમિત્ર રેમ્પ સહિતની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને રમતગમત અને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ પણ કરાયું હતું. શાળા પરિવારે જણાવ્યું કે, આ શાળાભવન માત્ર ઇંટ-સિમેન્ટનું માળખું નથી. પરંતુ ગામના બાળકોના સપના સાકાર કરતું જ્ઞાનમંદિર છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0