Vadodara Flood: દક્ષિણ વિસ્તારની અનેક સોસાયટીઓ હજી પણ પાણીમાં ગરકાવ,નથી ઓસર્યા પાણી

વડોદરામાં હજુ પણ સોસાયટીઓમાં નથી ઉતર્યા વરસાદી પાણી  ભાજપના સ્થાનિક કોર્પોરેટરે તંત્ર સામે કાઢી ભડાસ વારંવાર તંત્રને રજૂઆત કરું છું છત્તા નિકાલ નથી થતો : સ્નેહલ પટેલ વડોદરામાં પૂર આવ્યાને 24 કલાક વિતી ગયા વરસાદ પણ બંધ થઈ ગયો તેમ છત્તા વડોદરાના દક્ષિણ વિસ્તારની મોટાભાગની સોસાયટીઓમાં હજી પણ વરસાદી પાણી ઉતર્યા નથી,જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે,ભાજપના સ્થાનિક કોર્પોરેટરનો તંત્ર સામે આક્ષેપ છે કે,અનેકવાર રજૂઆત કરી તેમ છત્તા તંત્રના પેટનું પાણી હલતું નથી. તંત્રના પેટનું પાણી હલતું નથી : કોર્પોરેટર સ્નેહલ પટેલ પાણી ભરાવાની સાથે જ સ્થાનિક કોર્પોરેટર સ્નેહલ પટેલ સોસાયટીમાં પહોંચ્યા હતા અને લોકોની વ્યથા સાંભળી હતી,કોર્પોરેટર ખુદ તેમના મોઢે કહી રહ્યાં છે કે,તંત્ર તેમની વાત ગણકારતું નથી.આદિત્ય હાઈટ્સ, આદિત્ય વિલા,આદિત્ય પેરેડાઇઝ સોસાયટીમાં પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.સ્થાનિકોનો એ પણ આક્ષેપ છે કે સામન્ય વરસાદમાં પણ અહીયા પાણી ભરાવાની સમસ્યા યથાવત રહે છે. સ્થાનિક નેતાઓ ફોટા પડાવીને જતા રહે છે : સ્થાનિક દક્ષિણ વિસ્તારની હાઇવે પાસેની સોસાયટીઓમાં પાણી પાણી છે.વરસાદી પાણીએ છેલ્લા ચાર દિવસથી રહીશોને બાનમાં લીધા હોય તેવું લાગી રહ્યું છે.દર વર્ષે સ્થાનિકોને પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડે છે,સ્થાનિકો પાણી ભરાવવાની સમસ્યાનો કાયમી નિકાલ લાવવાની કરી રહ્યા છે માંગ.વોર્ડ નંબર 16 ના સ્થાનિક કાઉન્સિલર સ્નેહલબેન પટેલે સ્થાનિકોની મુલાકાતે પહોંચ્યા છે.બીજી તરફ સ્થાનિકોએ નેતાઓ આવીને માત્ર ફોટા પડાવી જતા હોવાના કર્યા આક્ષેપ.વડોદરામાં વરસ્યો હતો ભારે વરસાદ વડોદરામાં ભારે વરસાદ વરસતા અનેક જગ્યાએ પાણી ભરાવવાની સમસ્યા ઉદ્ભવી છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે વિશ્વામિત્રી નદીના પાણી ઘરો સુધી આવી જાય છે અને મગરો પણ ઘર સુધી આવી જાય છે,વર્ષોથી આ સમસ્યા છે અને તેનો સામનો સ્થાનિકો કરી રહ્યાં છે.ત્યારે અગામી વર્ષે વરસાદના સમયે આ સમસ્યા ફરી ના થાય તેની કોઈ ગેંરટી તંત્ર કે નેતા આપતું નથી માટે સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

Vadodara Flood: દક્ષિણ વિસ્તારની અનેક સોસાયટીઓ હજી પણ પાણીમાં ગરકાવ,નથી ઓસર્યા પાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વડોદરામાં હજુ પણ સોસાયટીઓમાં નથી ઉતર્યા વરસાદી પાણી  
  • ભાજપના સ્થાનિક કોર્પોરેટરે તંત્ર સામે કાઢી ભડાસ
  • વારંવાર તંત્રને રજૂઆત કરું છું છત્તા નિકાલ નથી થતો : સ્નેહલ પટેલ

વડોદરામાં પૂર આવ્યાને 24 કલાક વિતી ગયા વરસાદ પણ બંધ થઈ ગયો તેમ છત્તા વડોદરાના દક્ષિણ વિસ્તારની મોટાભાગની સોસાયટીઓમાં હજી પણ વરસાદી પાણી ઉતર્યા નથી,જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે,ભાજપના સ્થાનિક કોર્પોરેટરનો તંત્ર સામે આક્ષેપ છે કે,અનેકવાર રજૂઆત કરી તેમ છત્તા તંત્રના પેટનું પાણી હલતું નથી.

તંત્રના પેટનું પાણી હલતું નથી : કોર્પોરેટર સ્નેહલ પટેલ

પાણી ભરાવાની સાથે જ સ્થાનિક કોર્પોરેટર સ્નેહલ પટેલ સોસાયટીમાં પહોંચ્યા હતા અને લોકોની વ્યથા સાંભળી હતી,કોર્પોરેટર ખુદ તેમના મોઢે કહી રહ્યાં છે કે,તંત્ર તેમની વાત ગણકારતું નથી.આદિત્ય હાઈટ્સ, આદિત્ય વિલા,આદિત્ય પેરેડાઇઝ સોસાયટીમાં પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.સ્થાનિકોનો એ પણ આક્ષેપ છે કે સામન્ય વરસાદમાં પણ અહીયા પાણી ભરાવાની સમસ્યા યથાવત રહે છે.


સ્થાનિક નેતાઓ ફોટા પડાવીને જતા રહે છે : સ્થાનિક

દક્ષિણ વિસ્તારની હાઇવે પાસેની સોસાયટીઓમાં પાણી પાણી છે.વરસાદી પાણીએ છેલ્લા ચાર દિવસથી રહીશોને બાનમાં લીધા હોય તેવું લાગી રહ્યું છે.દર વર્ષે સ્થાનિકોને પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડે છે,સ્થાનિકો પાણી ભરાવવાની સમસ્યાનો કાયમી નિકાલ લાવવાની કરી રહ્યા છે માંગ.વોર્ડ નંબર 16 ના સ્થાનિક કાઉન્સિલર સ્નેહલબેન પટેલે સ્થાનિકોની મુલાકાતે પહોંચ્યા છે.બીજી તરફ સ્થાનિકોએ નેતાઓ આવીને માત્ર ફોટા પડાવી જતા હોવાના કર્યા આક્ષેપ.


વડોદરામાં વરસ્યો હતો ભારે વરસાદ

વડોદરામાં ભારે વરસાદ વરસતા અનેક જગ્યાએ પાણી ભરાવવાની સમસ્યા ઉદ્ભવી છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે વિશ્વામિત્રી નદીના પાણી ઘરો સુધી આવી જાય છે અને મગરો પણ ઘર સુધી આવી જાય છે,વર્ષોથી આ સમસ્યા છે અને તેનો સામનો સ્થાનિકો કરી રહ્યાં છે.ત્યારે અગામી વર્ષે વરસાદના સમયે આ સમસ્યા ફરી ના થાય તેની કોઈ ગેંરટી તંત્ર કે નેતા આપતું નથી માટે સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.