Vadodara : 2 વર્ષ પછી પણ સમા-સાવલી બ્રિજ અધૂરો, આગામી મહિને ચોમાસું છતાં કામ લટકતા લોકો ત્રાહિમામ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરામાં સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે તંત્ર અને કોન્ટ્રાક્ટરની ગંભીર લાપરવાહી સામે આવી છે. વડોદરાના અત્યંત વ્યસ્ત ગણાતા સમા-સાવલી રોડ પર બની રહેલો ઓવરબ્રિજ 2 વર્ષનો લાંબો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી અધૂરો નજરે પડી રહ્યો છે. બ્રિજ નિર્માણની નિર્ધારિત સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં હજુ સુધી કામ પૂરું ન થતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
અધૂરા કામના લીધે સ્થાનીક લોકોની મુશ્કેલીઓ
નોંધનીય છે કે, વર્ષ 2024 માં આ સમા-સાવલી ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ધામધૂમથી શરૂ કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે ૨ વર્ષની મુદ્દત આપવામાં આવી હતી, જે હવે સમાપ્ત થઈ ચૂકી છે. નવાઈની વાત એ છે કે, આગામી જૂન મહિનાથી ચોમાસાની સીઝન શરૂ થવા જઈ રહી છે, છતાં બ્રિજનું કામ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે. ચોમાસામાં જો આ જ સ્થિતિ રહી તો ખોદાયેલા રસ્તાઓ અને અધૂરા કામના લીધે સ્થાનીક લોકોની મુશ્કેલીઓ બેવડાઈ જશે તે નક્કી છે.
પીક અવર્સ વગર પણ ટ્રાફિકના ચક્કાજામ!
અધૂરા બ્રિજના કામના કારણે આ માર્ગ પરથી પસાર થતા હજારો વાહનચાલકો છેલ્લા બે વર્ષથી અસહ્ય હાલાકી ભોગવી રહ્યા છે. આ રૂટ પર હવે સ્થિતિ એટલી હદે વણસી છે કે, સવાર-સાંજ પ્રોપર 'પીક અવર્સ' ન હોય તો પણ સામાન્ય કલાકોમાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. વાહનોની લાંબી કતારોને કારણે લોકોનો કિંમતી સમય અને ઇંધણ બંનેનો બગાડ થઈ રહ્યો છે. કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીની માગ
આ અંધેરતંત્રથી કંટાળીને હવે સ્થાનિક નાગરિકો અને સામાજિક કાર્યકરો મેદાને આવ્યા છે. સ્થાનિકોએ આક્રોશ સાથે માંગ કરી છે કે, જનતાને બાનમાં લેનાર બેજવાબદાર કોન્ટ્રાક્ટર સામે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે અને બ્રિજનું કામ યુદ્ધના ધોરણે પૂરું કરાવી ચોમાસા પહેલા લોકોને ટ્રાફિકની આ નરકાગાર જેવી સ્થિતિમાંથી મુક્તિ અપાવવામાં આવે.
આ પણ વાંચો---- Vadodara : હનીટ્રેપ ગેંગનો પર્દાફાશ, પ્રેમજાળમાં ફસાવી વેપારી પાસેથી 75 લાખ ખંખેર્યા
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

