Vadodara : શિનોર-સાધલી-વડોદરા-અમદાવાદની બસ પુનઃ શરૂ થઇ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભરૂચ એસ. ટી વિભાગના અંકલેશ્વર ડેપો દ્વારા વર્ષોથી ચલાવાતી બસ જે અંકલેશ્વર ડેપોમાંથી સવારે 6:30 કલાકે અંકલેશ્વર-અંબાજી જવા માટે ઉપડે છે. જે વાયા ઉમલ્લા -માલસર-શિનોર -સાધલી-વડોદરા-અમદાવાદ-હિંમતનગર-ઈડર- થઈ ને 3:45 કલાકે અંબાજી પહોંચ છે. તેમજ આ બસ સવારે 8 કલાકે સાધલી બસ સ્ટેન્ડ પર અંબાજી જવા આવી જાય છે. ઘણાં સમયથી ઉમલ્લા ગામે રોડનું કામ ચાલતું હોવાને કારણે આ બસ બંધ કરી દેવાઇ હતી. જેના કારણે ઉમલ્લા -માલસર-શિનોર -સાધલીના માઈ ભક્તો હેરાન થતા હતા. કારણકે આ રૂટ પર આ એક જ બસ ચાલે છે. આ બસ બંધ હોવાથી ડાયરેક્ટના માઈ ભક્તોને છુટક મુસાફરી કરવી પડતી હતી. જેમાં સમય અને નાણાંનો ખર્ચ વધુ થાય છે. જોકે હાલ આ બસ ફરી શરુ કરાતા મુસાફરો અને માઈ ભક્તો દ્વારા ભરૂચ વિભાગીય નિયામક સંજય જોષી તથા અંકલેશ્વર ડેપો મેનેજરનો આભાર વ્યક્ત કર્યો હતો. આ બસ આજ રૂટ પર અંબાજી-અંકલેશ્વર કાયમ માટે રહે તેવી મુસાફરો તથા માઈ ભક્તોની માગ છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

