Vadodara: શહેરીજનોને તંત્ર તરફથી વધુ એક ભૂવાની ભેટ,રોડ પર પડ્યો મસમોટો ભૂવો
વાઘોડિયા રોડ વૃંદાવન ચાર રસ્તા પાસે પડ્યો ભૂવોવિશાળકાય ભૂવાના કારણે પ્રજાજનોને હાલાકી સ્માર્ટ સિટીની ગુલબાંગો વચ્ચે પાલિકા તંત્ર નિષ્ફળ વડોદારમાં કોર્પોરેશન દ્વારા પ્રજાજનોને ફરી એક વખત ભુવાની ભેટ મળી છે. શહેરમાં ફરી એક વખત વાઘોડિયા રોડ વૃંદાવન ચાર રસ્તા પાસે વિશાળકાય ભુવો પડ્યો છે. ટ્રાફિક જંકશનની વચ્ચે જ વિશાળકાય ભૂવો પડ્યો છે. ત્યારે ભૂવો પડવાના કારણે પ્રજાજનોને ભારે હાલાકી પડી રહી છે. પાલિકા તંત્ર દ્વારા ભુવાને બેરીગેટિંગ કરીને સંતોષ માની લેવામાં આવ્યો ત્યારે આટલો મસમોટો ભૂવો પડવા છતાં પાલિકા તંત્ર દ્વારા ભુવાને બેરીગેટિંગ કરીને સંતોષ માની લેવામાં આવ્યો છે. વિશાળકાય ભૂવાના કારણે પ્રજાજનોને હાલાકી થઈ રહી છે. ત્યારે શું પાલિકા તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે? પ્રિ-મોન્સુન બાદ પોસ્ટ મોન્સૂનની કામગીરીમાં વ્યસ્ત પાલિકા તંત્ર શું રોડ રસ્તાની ગેરેન્ટી વોરંટી માત્ર ફક્ત કાગળ ઉપર જ છે. ત્યારે ફરી એક વખત સ્માર્ટ સિટીની ગુલબાંગો વચ્ચે પાલિકા તંત્રની વરસાદની આકરી કસોટીમાં પાલિકા તંત્ર ફેલ થતુ જોવા મળી રહ્યું છે. સવારે વાઘોડિયા રોડ પર ઉમા ચાર રસ્તા પાસે એક ભુવો પડ્યો હતો ઉલ્લેખનીય છે કે હાલમાં વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશન માટે એક સાંધે ત્યાં 13 તૂટે તેવી પરિસ્થિતિ છે. શહેરના અનેક વિસ્તારોમાં ભુવા અને ખાડાઓનું રાજ રસ્તાઓ પર જોવા મળી રહ્યું છે અને હજુ તેનું કામકાજ પૂર્ણ થયુ નથી અને તે પહેલા જ અન્ય વિસ્તારમાં ભૂવા પડ્યા છે. આજે સવારે વાઘોડિયા રોડ પર ઉમા ચાર રસ્તા પાસે વધુ એક ભુવાનું નિર્માણ થયું હતું. તંત્રની ભ્રષ્ટ કામગીરીને લઈ લોકોમાં પણ આક્રોશ ત્યારે આજે સાંજે વડોદરામાં વધુ એક ભૂવો પડવાના કારણે વડોદરા ખાડોદરા તરીકે ઓળખાવવા લાગ્યુ છે. તંત્રની ભ્રષ્ટ કામગીરીને લઈ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે ઉલ્લેખનીય છે કે ચોમાસાની આ સિઝનમાં અત્યાર સુધી શહેરમાં ઘણા ભૂવા પડ્યા છે અને તેના કારણે ઘણા મોટા અકસ્માતો સર્જાયા છે, ત્યારે વાહનચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- વાઘોડિયા રોડ વૃંદાવન ચાર રસ્તા પાસે પડ્યો ભૂવો
- વિશાળકાય ભૂવાના કારણે પ્રજાજનોને હાલાકી
- સ્માર્ટ સિટીની ગુલબાંગો વચ્ચે પાલિકા તંત્ર નિષ્ફળ
વડોદારમાં કોર્પોરેશન દ્વારા પ્રજાજનોને ફરી એક વખત ભુવાની ભેટ મળી છે. શહેરમાં ફરી એક વખત વાઘોડિયા રોડ વૃંદાવન ચાર રસ્તા પાસે વિશાળકાય ભુવો પડ્યો છે. ટ્રાફિક જંકશનની વચ્ચે જ વિશાળકાય ભૂવો પડ્યો છે. ત્યારે ભૂવો પડવાના કારણે પ્રજાજનોને ભારે હાલાકી પડી રહી છે.
પાલિકા તંત્ર દ્વારા ભુવાને બેરીગેટિંગ કરીને સંતોષ માની લેવામાં આવ્યો
ત્યારે આટલો મસમોટો ભૂવો પડવા છતાં પાલિકા તંત્ર દ્વારા ભુવાને બેરીગેટિંગ કરીને સંતોષ માની લેવામાં આવ્યો છે. વિશાળકાય ભૂવાના કારણે પ્રજાજનોને હાલાકી થઈ રહી છે. ત્યારે શું પાલિકા તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે? પ્રિ-મોન્સુન બાદ પોસ્ટ મોન્સૂનની કામગીરીમાં વ્યસ્ત પાલિકા તંત્ર શું રોડ રસ્તાની ગેરેન્ટી વોરંટી માત્ર ફક્ત કાગળ ઉપર જ છે. ત્યારે ફરી એક વખત સ્માર્ટ સિટીની ગુલબાંગો વચ્ચે પાલિકા તંત્રની વરસાદની આકરી કસોટીમાં પાલિકા તંત્ર ફેલ થતુ જોવા મળી રહ્યું છે.
સવારે વાઘોડિયા રોડ પર ઉમા ચાર રસ્તા પાસે એક ભુવો પડ્યો હતો
ઉલ્લેખનીય છે કે હાલમાં વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશન માટે એક સાંધે ત્યાં 13 તૂટે તેવી પરિસ્થિતિ છે. શહેરના અનેક વિસ્તારોમાં ભુવા અને ખાડાઓનું રાજ રસ્તાઓ પર જોવા મળી રહ્યું છે અને હજુ તેનું કામકાજ પૂર્ણ થયુ નથી અને તે પહેલા જ અન્ય વિસ્તારમાં ભૂવા પડ્યા છે. આજે સવારે વાઘોડિયા રોડ પર ઉમા ચાર રસ્તા પાસે વધુ એક ભુવાનું નિર્માણ થયું હતું.
તંત્રની ભ્રષ્ટ કામગીરીને લઈ લોકોમાં પણ આક્રોશ
ત્યારે આજે સાંજે વડોદરામાં વધુ એક ભૂવો પડવાના કારણે વડોદરા ખાડોદરા તરીકે ઓળખાવવા લાગ્યુ છે. તંત્રની ભ્રષ્ટ કામગીરીને લઈ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે ઉલ્લેખનીય છે કે ચોમાસાની આ સિઝનમાં અત્યાર સુધી શહેરમાં ઘણા ભૂવા પડ્યા છે અને તેના કારણે ઘણા મોટા અકસ્માતો સર્જાયા છે, ત્યારે વાહનચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.