Vadodara: રેલવે ભરતી કૌભાંડમાં CBIને મળી સફળતા, અધિકારીઓ સહિત 5ની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાની રેલવે પ્રતાપ નગર ખાતે આવેલા ઓફિસર્સ કોટર્સમાં ફરી એક વખત CBI અને ACB દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. મોડીરાત સુધી તપાસનો ધમધમાટ કરાયો હતો. રેલવે ભરતીમાં ગેરરીતી થઈ હોવાના મામલે આ તપાસ કરવામાં આવી છે. જેમાં ડેપ્યુટી COM, સ્ટેશન માસ્ટર સહિત 5 આરોપીની ધરપકડ સીબીઆઇ દ્વારા કરવામાં આવી છે. મહત્ત્વું છે કે, રેલવેના ડિવિઝનલ પર્સનલ ઓફિસર સહિતના અધિકારીઓની ત્યાં સર્ચ કરવામાં આવ્યું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
રેલવે ભરતી કૌભાંડ મામલે CBIએ દરોડા પાડ્યા
વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલી રેલવે ડીઆરએમ કચેરીની બાજુમાં ઓફિસમાં રેલવેના ડિવિઝનલ પર્સનલ ઓફિસર સહિત અન્ય એક અધિકારીના નિવાસ્થાને પણ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અને એન્ટીકરપ્શન બ્યુરોની ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. પ્રતાપ નગર ખાતે આવેલી ઓફિસ અને ઘરે આ ટીમો દ્વારા સર્ચ કર્યું હતું. રેલવેની ભરતીમાં ગેરરીતી થઈ હોવાના મામલે સીબીઆઇ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
કૌભાંડમાં સંડોવાલેયા અધિકારીઓ સહિત 5ની ધરપકડ
ડિવિઝનલ પ્રોવિઝન ઓફિસર સુનિલ બિશ્નોઈ સહિત ચાર અધિકારીઓની ઓફિસમાં તપાસ કરવામાં આવી છે. આ ચારેય અધિકારીઓની ઓફિસ અને ઘરે મંગળવારે મોડી રાત સુધી સર્ચ કરવામાં આવ્યું હતું. હાલ તો અચાનક સીબીઆઇ અને ACB ની ટીમો દ્વારા બરોડા પાડવામાં આવતા અન્ય અધિકારીઓમાં પણ તેમ જ વિભાગોમાં પણ ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. રેલવે ભરતી કૌભાંડ મામલે અધિકારીઓના નિવાસસ્થાને CBIએ દરોડા પાડ્યા હતા. રેલવે ભરતી કૌભાંડમાં સંડોવાલેયા ડેપ્યુટી COM, સ્ટેશન માસ્ટર સહિત 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એક રેલવે અધિકારી પાસેથી 5 લાખ રોકડ મળી હતી. રેલવે ભરતી કૌભાંડમાં અંકુશ વસન, સંજય તિવારી, નીરજ સિન્હા, મુકેશ મીનાની ધરપકડ કરાઇ છે.
આરોપીઓએ લાંચની રકમથી 400 ગ્રામ સોનું ખરીદ્યું
આરોપીઓ પશ્ચિમ રેલ્વે ડિવિઝનમાં ફરજ બજાવતા હતા. રેલ્વે ભરતી માટે ઉમેદવારો પાસેથી લાંચ લીધી હતી. રેલ્વે ભરતી માટે 3 ઉમેદવારો પાસેથી રોકડમાં લાંચ સ્વીકારી હતી, આરોપીઓએ લાંચની રકમથી 400 ગ્રામ સોનું ખરીદ્યું હતું. રેલ્વે ભરતી કૌભાંડ મામલે CBI અને ACBમાં આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. સમગ્ર મામલે હવે વડોદરાના અલકાપુરી સ્થિત ધનરાજ જ્વેલર્સનું નામ ખૂલ્યું છે. આરોપી અધિકારી એસ.કે.તિવારી જ્વેલર્સના સંપર્કમાં હતો. જ્વેલર્સ માલિક રાજેન્દ્ર લાડલા હાલ ફરાર છે. CBI અને ACB સમગ્ર મામલે તપાસનો ધમધમટ શરૂ કર્યો છે.
What's Your Reaction?






