વડોદરામાં પાદરા બ્રિજ દુર્ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. બ્રિજના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરાઇ છે. તપાસ ટીમ દ્વારા બ્રિજ પર કામગીરી હાથ ધરાઇ છે. બ્રિજના સ્લેબ નીચે હજુ એક મૃતદેહ દટાયેલો છે. મૃતદેહ બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઇ છે.
પાદરા બ્રિજ દુર્ઘટનામાં તપાસનો ધમધમાટ
વડોદરાના પાદરામાં ગઈકાલે 9 જુલાઈએ બ્રિજ દુર્ઘટના થવાની મોટી દુર્ઘટના બની છે. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે અને મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં મૃત્યુઆંક 16 પર પહોંચ્યો છે. હાલમાં તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટના બની હતી. બ્રિજ તૂટી પડતા વાહનો નીચે નદીમાં પડ્યા હતા અને વાહનમાં સવાર લોકો પણ મહિસાગર નદીમાં પડ્યા હતા.
રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું
હાલમાં પણ બચાવ કામગીરી દ્વારા મહિસાગર નદીમાં શોધખોળ ચાલી રહી છે. મોડી રાત્રે રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી અટકાવવામાં આવી હતી. નદીમાં પાણીનો પ્રવાહ વધતા રેસ્ક્યુ અટકાવવામાં આવ્યું હતું. જો કે આજે ફરીથી બચાવ કામગીરી દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. 10 એજન્સીઓ આ કામગીરીમાં જોડાઈ છે.