Vadodara: ન્યૂ VIP રોડ પર કાંસનો સ્લેબ તૂટ્યો, મોટા જોખમની શક્યતા!

કોર્પોરેશનની ભ્રષ્ટ કામગીરી સામે વધુ એકવાર સવાલ ઉઠ્યા અગાઉ નિઝામપુરા અતિથિગૃહ પાસે કાંસનો સ્લેબ તૂટ્યો હતો કાંસ બેસી જતાં સ્થાનિકો પરેશાન, જવા-આવવાનો રસ્તો બંધ શહેરના ન્યૂ વીઆઇપી રોડ પર શીવ બંગ્લોઝ પાસે વરસાદી કાંસનો સ્લેબ બેસી જતા ફરી એકવાર કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. શહેરમાં વરસાદને કારણે ઠેરઠેર ભૂવા પડવાની સાથે રસ્તા પર મણકા તોડી નાખે તેવા ખાડાઓનું પણ સામ્રાજ્ય ઊભું થયું છે. હજુ તો ભુવા અને ખાડા પૂરવાની કામગીરી પૂર્ણ થઈ નથી ત્યાં તો આજે ન્યૂ વીઆઈપી રોડ પર શિવ બંગ્લોઝ પાસે આવેલી વરસાદી કાંસના સ્લેબનો કેટલોક ભાગ બેસી જતા વિસ્તારના રહીશોમાં ભારે ગભરાટ ફેલાયો છે. જેથી ઝડપથી કામગીરી કરવામાં આવે તેવી પણ રહીશોની માંગ છે. કારણ કે, ધરાશાયી થયેલો સ્લેબ કોઈકની માટે જોખમ ઊભું કરી શકે તેમ છે, તેવી દહેશત પણ લોકોએ વ્યક્ત કરી છે. નોંધનીય છે કે થોડા સમય પહેલા નિઝામપુરા અતિથિગૃહ પાસેની વરસાદી કાંસના સ્લેબનો કેટલોક ભાગ બેસી ગયો હતો. ભારે વરસાદમાં વહેણને કારણે કાંસ બેસી ગઈ ન્યૂ વીઆઈપી રોડ પર આવેલ સોસાયટીઓ વચ્ચેથી પસાર થતી કાંસ બેસી ગઈ છે. કાંસ બેસી જતાં સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. સ્લેબ ધરાશાયી થતાં બાંકડો પણ કાંસમાં ગરકાવ થઈ ગયો છે. સ્થાનિક કોર્પોરેટરે રહીશો માટે બાંકડો મુક્યો હતો. તળાવને ઇન્ટર લિન્કઅપ કરતી ગાયકવાડી શાસનની છે આ કાંસ સોસાયટીઓ વચ્ચેથી પસાર થાય છે. કાઉન્સિલર એ રહીશોને બેસવા માટે બાંકડા મુકી આપ્યા હતા. કાંસનો સ્લેબ ધરાસાઈ થતાં બાંકડો પણ કાસમાં પડ્યો છે.

Vadodara: ન્યૂ VIP રોડ પર કાંસનો સ્લેબ તૂટ્યો, મોટા જોખમની શક્યતા!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કોર્પોરેશનની ભ્રષ્ટ કામગીરી સામે વધુ એકવાર સવાલ ઉઠ્યા
  • અગાઉ નિઝામપુરા અતિથિગૃહ પાસે કાંસનો સ્લેબ તૂટ્યો હતો
  • કાંસ બેસી જતાં સ્થાનિકો પરેશાન, જવા-આવવાનો રસ્તો બંધ

શહેરના ન્યૂ વીઆઇપી રોડ પર શીવ બંગ્લોઝ પાસે વરસાદી કાંસનો સ્લેબ બેસી જતા ફરી એકવાર કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.


શહેરમાં વરસાદને કારણે ઠેરઠેર ભૂવા પડવાની સાથે રસ્તા પર મણકા તોડી નાખે તેવા ખાડાઓનું પણ સામ્રાજ્ય ઊભું થયું છે. હજુ તો ભુવા અને ખાડા પૂરવાની કામગીરી પૂર્ણ થઈ નથી ત્યાં તો આજે ન્યૂ વીઆઈપી રોડ પર શિવ બંગ્લોઝ પાસે આવેલી વરસાદી કાંસના સ્લેબનો કેટલોક ભાગ બેસી જતા વિસ્તારના રહીશોમાં ભારે ગભરાટ ફેલાયો છે. જેથી ઝડપથી કામગીરી કરવામાં આવે તેવી પણ રહીશોની માંગ છે. કારણ કે, ધરાશાયી થયેલો સ્લેબ કોઈકની માટે જોખમ ઊભું કરી શકે તેમ છે, તેવી દહેશત પણ લોકોએ વ્યક્ત કરી છે. નોંધનીય છે કે થોડા સમય પહેલા નિઝામપુરા અતિથિગૃહ પાસેની વરસાદી કાંસના સ્લેબનો કેટલોક ભાગ બેસી ગયો હતો.

ભારે વરસાદમાં વહેણને કારણે કાંસ બેસી ગઈ

ન્યૂ વીઆઈપી રોડ પર આવેલ સોસાયટીઓ વચ્ચેથી પસાર થતી કાંસ બેસી ગઈ છે. કાંસ બેસી જતાં સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. સ્લેબ ધરાશાયી થતાં બાંકડો પણ કાંસમાં ગરકાવ થઈ ગયો છે. સ્થાનિક કોર્પોરેટરે રહીશો માટે બાંકડો મુક્યો હતો. તળાવને ઇન્ટર લિન્કઅપ કરતી ગાયકવાડી શાસનની છે આ કાંસ સોસાયટીઓ વચ્ચેથી પસાર થાય છે. કાઉન્સિલર એ રહીશોને બેસવા માટે બાંકડા મુકી આપ્યા હતા. કાંસનો સ્લેબ ધરાસાઈ થતાં બાંકડો પણ કાસમાં પડ્યો છે.