Vadodara: ડભોઈમાં 18 વર્ષીય યુવતી સાથે સાવકા પિતાએ 2 વાર આચર્યું દુષ્કર્મ
ડભોઈમાં 18 વર્ષીય યુવતી સાથે તેના સાવકા પિતાએ બળાત્કાર કર્યાની ઘટના સામે આવી છે, ભોગ બનનાર યુવતીના માતા અને દીકરીના સાવકા પિતાને કાકા તરીકે બોલાવતી હોય તે ઈસમે જ 18 વર્ષીય યુવતી ઉપર એકલતાનો લાભ લઈ બે વાર દુષ્કર્મ આચર્યું છે.પોલીસે આરોપીને ઝડપી જેલ હવાલે કર્યો સગીરાએ માતાને જણાવતા ડભોઈ પોલીસને ફરિયાદ કરવા જતા પોલીસે યુવતીને બદનામી અને લગ્ન નહીં થાય એવું જણાવી ફરિયાદના લેતા ફરિયાદી સગીરા વડોદરા એસ.પીને ફરિયાદ કરવા પહોંચી હતી, ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી બાદમાં એસ.પી રોહન આનંદની સૂચનાથી ડભોઈ પોલીસે ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી અને આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે. નરાધમે 18 વર્ષીય યુવતી સાથે બે વાર દુષ્કર્મ આચર્યું વડોદરા શહેર બાદ હવે ડભોઈ નગરમાં વધુ એક બળાત્કારની ઘટના પ્રકાશ માં આવી છે. 13-10-2024ના રોજ 18 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ આચરવાની ઘટના બની છે. નરાધમ યુવતીની માતા સાથે પ્રેમ સંબંધ રાખીને પતિની જેમ સાથે રહેતો અને સગીરા તેને કાકા તરીકે બોલાવતી એવા નરાધમે જ 18 વર્ષીય યુવતી સાથે બે વાર દુષ્કર્મ આચર્યું છે. ડભોઈ નગરના એક વિસ્તારમાં ભોગ બનનાર યુવતી માતા સાથે રહેતી હતી અને 7 વર્ષથી પ્રેમી તરીકે રહેતા અને યુવતી તેને કાકા તરીકે બોલાવતી એવા લાલભાઈ નગીનભાઈ વસાવા કે જેઓ યુવતીના પિતાના મૃત્યુ બાદ ડભોઈમાં માતા અને ભાઈ સાથે મામાના ઘરે રહેતી હતી. યુવતીએ ઘટના માતાને જણાવતા સમગ્ર ભાંડો ફૂટ્યો યુવતીના ઘરમાં કોઈના હોય તે સમયે આ લાલભાઈ વસાવા કે જેઓ યુવતીના માતાનો પ્રેમી અને તેને યુવતી કાકા તરીકે બોલાવતી હતી. તે યુવતીને ધમકાવીને તેની સાથે બે વાર દુષ્કર્મ આચર્યું અને બાદમાં માતાને અને તેને મારી નાખવાની ધમકી આપી હતી. યુવતીએ ઘટના માતાને જણાવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોલીસને ફરિયાદ કરવા યુવતી પહોંચી હતી પણ ડભોઈ પોલીસે બદનામી અને લગ્ન નહીં થાય તેવુ બહાનું આગળ ધરીને ફરિયાદ લીધી નહતી. ત્યારબાદ જણાવ્યું હતું કે લાલભાઈને ગામ છોડાવી દઈશું, જેવા આરોપ પોલીસ પર લગાવી ભોગ બનનાર યુવતી વડોદરા ગ્રામ્ય પોલીસ વડા રોહન આનંદ સમક્ષ ફરિયાદ કરવા પહોંચી હતી અને તે પછી એસ.પી રોહન આનંદની સૂચના બાદ ડભોઈ પોલીસે યુવતીની ફરિયાદ લેવા કાર્યવાહી હાથ ધરી અને ભોગ બનનારની ફરિયાદના આધારે પોલીસે આરોપીને શોધી ડભોઈ નજીકથી જ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ડભોઈમાં 18 વર્ષીય યુવતી સાથે તેના સાવકા પિતાએ બળાત્કાર કર્યાની ઘટના સામે આવી છે, ભોગ બનનાર યુવતીના માતા અને દીકરીના સાવકા પિતાને કાકા તરીકે બોલાવતી હોય તે ઈસમે જ 18 વર્ષીય યુવતી ઉપર એકલતાનો લાભ લઈ બે વાર દુષ્કર્મ આચર્યું છે.
પોલીસે આરોપીને ઝડપી જેલ હવાલે કર્યો
સગીરાએ માતાને જણાવતા ડભોઈ પોલીસને ફરિયાદ કરવા જતા પોલીસે યુવતીને બદનામી અને લગ્ન નહીં થાય એવું જણાવી ફરિયાદના લેતા ફરિયાદી સગીરા વડોદરા એસ.પીને ફરિયાદ કરવા પહોંચી હતી, ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી બાદમાં એસ.પી રોહન આનંદની સૂચનાથી ડભોઈ પોલીસે ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી અને આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે.
નરાધમે 18 વર્ષીય યુવતી સાથે બે વાર દુષ્કર્મ આચર્યું
વડોદરા શહેર બાદ હવે ડભોઈ નગરમાં વધુ એક બળાત્કારની ઘટના પ્રકાશ માં આવી છે. 13-10-2024ના રોજ 18 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ આચરવાની ઘટના બની છે. નરાધમ યુવતીની માતા સાથે પ્રેમ સંબંધ રાખીને પતિની જેમ સાથે રહેતો અને સગીરા તેને કાકા તરીકે બોલાવતી એવા નરાધમે જ 18 વર્ષીય યુવતી સાથે બે વાર દુષ્કર્મ આચર્યું છે. ડભોઈ નગરના એક વિસ્તારમાં ભોગ બનનાર યુવતી માતા સાથે રહેતી હતી અને 7 વર્ષથી પ્રેમી તરીકે રહેતા અને યુવતી તેને કાકા તરીકે બોલાવતી એવા લાલભાઈ નગીનભાઈ વસાવા કે જેઓ યુવતીના પિતાના મૃત્યુ બાદ ડભોઈમાં માતા અને ભાઈ સાથે મામાના ઘરે રહેતી હતી.
યુવતીએ ઘટના માતાને જણાવતા સમગ્ર ભાંડો ફૂટ્યો
યુવતીના ઘરમાં કોઈના હોય તે સમયે આ લાલભાઈ વસાવા કે જેઓ યુવતીના માતાનો પ્રેમી અને તેને યુવતી કાકા તરીકે બોલાવતી હતી. તે યુવતીને ધમકાવીને તેની સાથે બે વાર દુષ્કર્મ આચર્યું અને બાદમાં માતાને અને તેને મારી નાખવાની ધમકી આપી હતી. યુવતીએ ઘટના માતાને જણાવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોલીસને ફરિયાદ કરવા યુવતી પહોંચી હતી પણ ડભોઈ પોલીસે બદનામી અને લગ્ન નહીં થાય તેવુ બહાનું આગળ ધરીને ફરિયાદ લીધી નહતી.
ત્યારબાદ જણાવ્યું હતું કે લાલભાઈને ગામ છોડાવી દઈશું, જેવા આરોપ પોલીસ પર લગાવી ભોગ બનનાર યુવતી વડોદરા ગ્રામ્ય પોલીસ વડા રોહન આનંદ સમક્ષ ફરિયાદ કરવા પહોંચી હતી અને તે પછી એસ.પી રોહન આનંદની સૂચના બાદ ડભોઈ પોલીસે યુવતીની ફરિયાદ લેવા કાર્યવાહી હાથ ધરી અને ભોગ બનનારની ફરિયાદના આધારે પોલીસે આરોપીને શોધી ડભોઈ નજીકથી જ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.