Vadodara: ટ્રાફિક પોલીસ અને વાહનચાલક વચ્ચે જાહેરમાં માથાકૂટ, લોકોના ટોળા એકઠા થયા!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શહેરના અકોટા-દાંડિયાબજાર ચાર રસ્તા પાસે શનિવારે બપોરે ટ્રાફિક પોલીસ અને એક વાહનચાલક વચ્ચે જાહેરમાં ઉગ્ર બોલાચાલી થતાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ટ્રાફિક પોલીસે વાહનચાલકને રોકીને વાહનના દસ્તાવેજો (ડોક્યુમેન્ટ્સ) માંગતા સમગ્ર વિવાદ શરૂ થયો હતો. આ મામલો એટલો ઉગ્ર બન્યો કે રસ્તા પર જાણે 'તમાશો' થયો હોય તેવો ઘાટ સર્જાયો હતો.
વડોદરામાં પોલીસ અને વાહન ચાલક વચ્ચે માથાકૂટ
પ્રાપ્ત વિગતો અનુસાર, અકોટા-દાંડિયાબજારના વ્યસ્ત ચાર રસ્તા પર ફરજ બજાવી રહેલા ટ્રાફિક પોલીસે એક વાહનચાલકને નિયમભંગ બદલ કે અન્ય કોઈ કારણસર રોક્યો હતો અને તેની પાસે જરૂરી ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાની માંગણી કરી હતી. જોકે, વાહનચાલકે ડોક્યુમેન્ટ્સ બતાવવાનો ઇનકાર કરતાં પોલીસ સાથે તેની ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. બોલાચાલીએ ધીમે ધીમે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે આસપાસના લોકો ત્યાં એકઠા થવા લાગ્યા હતા અને થોડી જ વારમાં મોટું ટોળું જમા થઈ ગયું હતું. માથાકૂટ જોઈને ટોળામાંના કેટલાક લોકોએ વાહનચાલકનો પક્ષ લેવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે સ્થિતિ વધુ તણાવપૂર્ણ બની હતી. વિવાદ એટલો વધી ગયો હતો કે એક તબક્કે વાહનચાલક અને ટોળાના કેટલાક સભ્યો ટ્રાફિક પોલીસની પાછળ દોડ્યા હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા હતા.
જાહેરમાં માથાકૂટ થતા લોકોના ટોળા એકઠા થયા
જાહેરમાં થયેલી આ માથાકૂટના પગલે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. આખરે, ઘટનાની જાણ થતાં રાવપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. રાવપુરા પોલીસે દરમિયાનગીરી કરીને ઉશ્કેરાયેલા વાહનચાલક અને ટોળાને શાંત પાડીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. જોકે, ટ્રાફિક પોલીસ અને નાગરિકો વચ્ચેના આ પ્રકારના જાહેરમાં થયેલા વિવાદને કારણે ટ્રાફિક નિયમન અને પોલીસની કામગીરી પર ફરી એકવાર સવાલો ઊભા થયા છે.
આ પણ વાંચો: બોટાદમાં શાળાની આસપાસ તમાકુ વેચ્યું તો થશે આવું, તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સે 15 દુકાનદારોને ફટકાર્યો દંડ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

