Vadodaraમાં 3 દિવસ પહેલા સમારકામ કરેલ પાણીની લાઈનમાં ફરી પડયું ભંગાણ

વડોદરામાં ફરી પાણીની લાઈનમાં ભંગાણ પડયું છે.3 દિવસ પહેલા જ લાઈનનું સમારકામ કરાયું હતુ પરંતુ ફરીથી ભંગાણ પડતા પાણીની ફુવારા ઉડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.કાઉન્સિલરની રજૂઆત અધિકારીઓએ ગણકારી ન હોવાના આક્ષેપો લગાઈ રહ્યાં છે.આ બાબતે અગાઉ પણ કાઉન્સિલર જહા ભરવાડે કોર્પોરેશનમાં અધિકારીને રજૂઆત કરી હતી પરંતુ ફરીથી આ સમસ્યા સર્જાતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. છાણી ટીપી 13 વિસ્તારમાં પાઈપલાઈનમાં ભંગાણ પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ પડતા ઈજારદારની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.આના કારણે 50થી વધુ સોસાયટીઓને પાણીને લઈ અસર થઈ છે,હજી પણ કામકાજ પુરૂ ના કરાતા રોડ પર પાણીની ફુવારા ઉડી રહ્યાં છે,તંત્રના લોકો અથવા તો અધિકારીઓ આ બાબતે કોઈ ધ્યાન આપતું નથી જેના કારણે આ સમસ્યાનું સર્જન થયું છે,પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ પડવાને લઈ પાણીના પ્રેસર પર પણ તેની અસર પડે છે જેના કારણે પાણી ધીમે ધીમે આવી રહ્યું છે. કોર્પોરેટરની વાત ના ગણકારી અધિકારીએ સમગ્ર ઘટનાને લઈ વાત કરવામાં આવે તો અધિકારીઓ દ્રારા કોર્પોરેટરની રજૂઆત ધ્યાને લેવામાં આવી નથી,કોર્પોરેટર જહા ભરવાડે આ લાઈનને લઈ અનેક વખત કોર્પોરેશનમાં રજૂઆત કરી છે પરંતુ તેનો કોઈ ઉકેલ આવતો નથી,કોર્પોરેટરના કહેવા પ્રમાણે આ લાઈનમાં પાણીની પાઈપ ખરાબ છે જેના કારણે પાણીનો ફોર્સ વધુ છે અને તૂટીને બહાર નિકળી જાય છે જેના કારણે પાણીના ફુવારા ઉડે છે.ત્યારે અગામી સમયમાં આ પાઈપલાઈનને લઈ કોઈ નક્કર કામગીરી કરાશે કે નહી તે એક સવાલ છે. પાણીની પાઈપલાઈનમાં ગટરની લાઈન ભળતી હોવાની વાત શહેરમાં ભારે વરસાદ બાદ પૂર આવતા ખાસ કરીને ગટર લઈને ચોક અપ થઈ જતા તેના લીધે ગટરનું પાણી બાજુમાંથી પસાર થતી પીવાના પાણીની લાઈન કે જે લીકેજ હોઈ તેની સાથે પાણી ભળતા લોકોને પીવાનું ગંદુ અને દુર્ગંધ મારતું મળી રહ્યું હોવાની ફરિયાદો ઉઠી છે.વોર્ડ નંબર એકના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના કહેવા મુજબ જ્યારે ભારે વરસાદ ખાબકયો હતો, ત્યારે સોસાયટી વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીનો જલ્દી નિકાલ થાય તે માટે લોકોએ ગટરના ઢાંકણા ખોલી નાખ્યા હતા, જેના લીધે માટીવાળું પાણી ગટરમાં સતત વહેતું રહેવાના કારણે માટી નીચે જમા થઈ જતા ગટર લાઈનો ચોક થવાની ફરિયાદો ઉઠી છે.

Vadodaraમાં 3 દિવસ પહેલા સમારકામ કરેલ પાણીની લાઈનમાં ફરી પડયું ભંગાણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરામાં ફરી પાણીની લાઈનમાં ભંગાણ પડયું છે.3 દિવસ પહેલા જ લાઈનનું સમારકામ કરાયું હતુ પરંતુ ફરીથી ભંગાણ પડતા પાણીની ફુવારા ઉડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.કાઉન્સિલરની રજૂઆત અધિકારીઓએ ગણકારી ન હોવાના આક્ષેપો લગાઈ રહ્યાં છે.આ બાબતે અગાઉ પણ કાઉન્સિલર જહા ભરવાડે કોર્પોરેશનમાં અધિકારીને રજૂઆત કરી હતી પરંતુ ફરીથી આ સમસ્યા સર્જાતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે.

છાણી ટીપી 13 વિસ્તારમાં પાઈપલાઈનમાં ભંગાણ

પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ પડતા ઈજારદારની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.આના કારણે 50થી વધુ સોસાયટીઓને પાણીને લઈ અસર થઈ છે,હજી પણ કામકાજ પુરૂ ના કરાતા રોડ પર પાણીની ફુવારા ઉડી રહ્યાં છે,તંત્રના લોકો અથવા તો અધિકારીઓ આ બાબતે કોઈ ધ્યાન આપતું નથી જેના કારણે આ સમસ્યાનું સર્જન થયું છે,પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ પડવાને લઈ પાણીના પ્રેસર પર પણ તેની અસર પડે છે જેના કારણે પાણી ધીમે ધીમે આવી રહ્યું છે.


કોર્પોરેટરની વાત ના ગણકારી અધિકારીએ

સમગ્ર ઘટનાને લઈ વાત કરવામાં આવે તો અધિકારીઓ દ્રારા કોર્પોરેટરની રજૂઆત ધ્યાને લેવામાં આવી નથી,કોર્પોરેટર જહા ભરવાડે આ લાઈનને લઈ અનેક વખત કોર્પોરેશનમાં રજૂઆત કરી છે પરંતુ તેનો કોઈ ઉકેલ આવતો નથી,કોર્પોરેટરના કહેવા પ્રમાણે આ લાઈનમાં પાણીની પાઈપ ખરાબ છે જેના કારણે પાણીનો ફોર્સ વધુ છે અને તૂટીને બહાર નિકળી જાય છે જેના કારણે પાણીના ફુવારા ઉડે છે.ત્યારે અગામી સમયમાં આ પાઈપલાઈનને લઈ કોઈ નક્કર કામગીરી કરાશે કે નહી તે એક સવાલ છે.

પાણીની પાઈપલાઈનમાં ગટરની લાઈન ભળતી હોવાની વાત

શહેરમાં ભારે વરસાદ બાદ પૂર આવતા ખાસ કરીને ગટર લઈને ચોક અપ થઈ જતા તેના લીધે ગટરનું પાણી બાજુમાંથી પસાર થતી પીવાના પાણીની લાઈન કે જે લીકેજ હોઈ તેની સાથે પાણી ભળતા લોકોને પીવાનું ગંદુ અને દુર્ગંધ મારતું મળી રહ્યું હોવાની ફરિયાદો ઉઠી છે.વોર્ડ નંબર એકના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના કહેવા મુજબ જ્યારે ભારે વરસાદ ખાબકયો હતો, ત્યારે સોસાયટી વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીનો જલ્દી નિકાલ થાય તે માટે લોકોએ ગટરના ઢાંકણા ખોલી નાખ્યા હતા, જેના લીધે માટીવાળું પાણી ગટરમાં સતત વહેતું રહેવાના કારણે માટી નીચે જમા થઈ જતા ગટર લાઈનો ચોક થવાની ફરિયાદો ઉઠી છે.