Vadodaraમાં વરસાદથી 200થી વધુ વૃક્ષ ધરાશાયી થયા

વડોદરામાં વરસાદથી 200થી વધુ વૃક્ષ ધરાશાયી થયા છે. જેમાં વડોદરામાં ગઈકાલે 4 કલાકમાં 3 ઈંચ વરસાદ આવ્યો હતો. વાવાઝોડા સાથે વરસાદથી વૃક્ષો, હોર્ડિંગ્સ તૂટ્યા છે. તેમાં કબીર કોમ્પ્લેક્સ નજીક વૃક્ષ નીચે 2 કાર દબાઈ હતી. શહેરમા ચાર કલાકમાં ખાબકેલ ત્રણ ઇંચ વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કર્યું છે. 120 kmની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડા સાથે વરસાદે વૃક્ષો અને હોર્ડિંગસને ઝપેટમાં લીધા હતા. વિવિધ વિસ્તારમાં 200થી વધુ વૃક્ષો ધરાશાયી શહેરમાં વિવિધ વિસ્તારમાં 200થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. મકરપુરા, સૂચન રોડ, કબીર કોમ્પ્લેક્સ નજીક ધરાશાયી વૃક્ષ નીચે બે કારનો ખુરદો બોલાયો છે. તેમજ જો કારમાં કોઈ બેઠું હોત તો જાનહાની થવાની શક્યતા હતી. સદનસીબે બંને કાર વૃક્ષ નીચે પાર્ક કરી હતી ત્યારે કોઇ કારમાં હાજર હતુ નહીં. વડોદરામાં પણ ભારે વરસાદને પગલે શહેરમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે. વાવાઝોડાની ગતિ સામે ઝઝૂમતા વૃક્ષનો વીડિયો પણ વાયરલ થયો છે. સદનસીબે કોઈ રાહદારી પર ન પડતા જાનહાની ટળી છે જ્યુબિલી બાગ પાસે તોતિંગ વૃક્ષે પવન સાથે બાથ ભીડી છે. જો કે સદનસીબે કોઈ રાહદારી પર ન પડતા જાનહાની ટળી છે. શહેરમાં અંદાજીત વૃક્ષ પડવાના 40થી વધુ કોલ આવ્યા છે. વડોદરામાં ભારે વરસાદથી ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયા છે. શહેરના ન્યાય મંદિર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટરનો ગેટ પણ ધરાશાયી થયો છે તો સ્ટ્રક્ચર ઉપર લગાવેલ હોર્ડિંગસ પણ ધરાશાયી થયું છે. ગઇકાલ સાંજ બાદ રાજ્યના અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ત્યારબાદ ધોધમાર વરસાદ અનેક જગ્યાએ શરૂ થઈ ગયો હતો. રાજ્યના સુરત, વડોદરા, ભરૂચ, જંબુસર, ગાંધીનગર, અમદાવાદ, નવસારી સહિત ઘણા વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો.

Vadodaraમાં વરસાદથી 200થી વધુ વૃક્ષ ધરાશાયી થયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરામાં વરસાદથી 200થી વધુ વૃક્ષ ધરાશાયી થયા છે. જેમાં વડોદરામાં ગઈકાલે 4 કલાકમાં 3 ઈંચ વરસાદ આવ્યો હતો. વાવાઝોડા સાથે વરસાદથી વૃક્ષો, હોર્ડિંગ્સ તૂટ્યા છે. તેમાં કબીર કોમ્પ્લેક્સ નજીક વૃક્ષ નીચે 2 કાર દબાઈ હતી. શહેરમા ચાર કલાકમાં ખાબકેલ ત્રણ ઇંચ વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કર્યું છે. 120 kmની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડા સાથે વરસાદે વૃક્ષો અને હોર્ડિંગસને ઝપેટમાં લીધા હતા.

વિવિધ વિસ્તારમાં 200થી વધુ વૃક્ષો ધરાશાયી

શહેરમાં વિવિધ વિસ્તારમાં 200થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. મકરપુરા, સૂચન રોડ, કબીર કોમ્પ્લેક્સ નજીક ધરાશાયી વૃક્ષ નીચે બે કારનો ખુરદો બોલાયો છે. તેમજ જો કારમાં કોઈ બેઠું હોત તો જાનહાની થવાની શક્યતા હતી. સદનસીબે બંને કાર વૃક્ષ નીચે પાર્ક કરી હતી ત્યારે કોઇ કારમાં હાજર હતુ નહીં. વડોદરામાં પણ ભારે વરસાદને પગલે શહેરમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે. વાવાઝોડાની ગતિ સામે ઝઝૂમતા વૃક્ષનો વીડિયો પણ વાયરલ થયો છે.

 સદનસીબે કોઈ રાહદારી પર ન પડતા જાનહાની ટળી છે

જ્યુબિલી બાગ પાસે તોતિંગ વૃક્ષે પવન સાથે બાથ ભીડી છે. જો કે સદનસીબે કોઈ રાહદારી પર ન પડતા જાનહાની ટળી છે. શહેરમાં અંદાજીત વૃક્ષ પડવાના 40થી વધુ કોલ આવ્યા છે. વડોદરામાં ભારે વરસાદથી ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયા છે. શહેરના ન્યાય મંદિર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટરનો ગેટ પણ ધરાશાયી થયો છે તો સ્ટ્રક્ચર ઉપર લગાવેલ હોર્ડિંગસ પણ ધરાશાયી થયું છે. ગઇકાલ સાંજ બાદ રાજ્યના અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ત્યારબાદ ધોધમાર વરસાદ અનેક જગ્યાએ શરૂ થઈ ગયો હતો. રાજ્યના સુરત, વડોદરા, ભરૂચ, જંબુસર, ગાંધીનગર, અમદાવાદ, નવસારી સહિત ઘણા વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો.