Vadodaraમાં બાળકે રમતા-રમાતા ગેસની પાઈપ ખેંચી, બહેને લાઈટર સળગાવતા લાગી આગ
વડોદરામાં માતા-પિતા માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે.જેમાં બાળકે રમતા-રમતા ગેસની પાઈપ ખેંચી અને બહેને લાઈટર સળગાવતા આગ લાગવાની ઘટના બની છે.શિયાબાગ વિસ્તારમાં આ ઘટા બની હોવાની વાત સામે આવી છે.માતા-પિતા કામ અર્થે બહાર ગયા અને બાળકે આ કારસ્તાન કર્યુ હતુ. ત્રણેયને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા આ ઘટના બનતાની સાથે ઘરમાં આગ લાગી હતી જેમાં બાળક,બહેન,માતા ગંભીર રીતે દાઝયા હતા.તમામને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે,ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી સાથે સાથે આગને કાબુમાં લીધી હતી,પુત્રને બચાવવા જતા બહેન અને માતા ઈજાગ્રસ્ત થયા હતા.પોલીસે સમગ્ર ઘટનાને લઈ તપાસ હાથધરી છે.તમામને વડોદરાની સરકારી હોસ્પિટલમાં બર્ન વિભાગમાં સારવાર હેઠળ ખસેડયા છે. ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબુ સમગ્ર ઘટનામાં ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો,ફાયરબ્રિગ્રેડની તપાસમાં સામે આવ્યું કે બાળકે ગેસનો વાલ્વ ખોલી નાખતા આ ઘટના બની હોવાની વાત સામે આવી છે.વાલ્વ ખોલી નાખતા આગ લાગી હતી,આગ લાગતાની સાથે જ ઘરના કાચ પણ તૂટી ગયા હતા અને લોકો દોડીને બહાર આવી ગયા હતા.આસપાસના લોકોએ બચાવવાનો પ્રયત્ન પણ કર્યો પણ આગ પ્રસરી ગઈ હોવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જાણો શું કહ્યું ફાયર વિભાગના અધિકારીએ વડોદરા દાંડિયા બજાર ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર દિગ્વિજયસિંહ પરમાર જણાવ્યુ હતું કે, મકાનમાં ગેસને કારણે બ્લાસ્ટ થયો હોવાનો કોલ મળતા અમે દોડી ગયા હતા. જ્યાં જઈને તપાસ કરતા ગેસ લાઇન ખુલ્લી હોવાથી બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનામાં દાઝી ગયેલા ત્રણ લોકોને તુરંત સયાજી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરામાં માતા-પિતા માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે.જેમાં બાળકે રમતા-રમતા ગેસની પાઈપ ખેંચી અને બહેને લાઈટર સળગાવતા આગ લાગવાની ઘટના બની છે.શિયાબાગ વિસ્તારમાં આ ઘટા બની હોવાની વાત સામે આવી છે.માતા-પિતા કામ અર્થે બહાર ગયા અને બાળકે આ કારસ્તાન કર્યુ હતુ.
ત્રણેયને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા
આ ઘટના બનતાની સાથે ઘરમાં આગ લાગી હતી જેમાં બાળક,બહેન,માતા ગંભીર રીતે દાઝયા હતા.તમામને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે,ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી સાથે સાથે આગને કાબુમાં લીધી હતી,પુત્રને બચાવવા જતા બહેન અને માતા ઈજાગ્રસ્ત થયા હતા.પોલીસે સમગ્ર ઘટનાને લઈ તપાસ હાથધરી છે.તમામને વડોદરાની સરકારી હોસ્પિટલમાં બર્ન વિભાગમાં સારવાર હેઠળ ખસેડયા છે.
ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબુ
સમગ્ર ઘટનામાં ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો,ફાયરબ્રિગ્રેડની તપાસમાં સામે આવ્યું કે બાળકે ગેસનો વાલ્વ ખોલી નાખતા આ ઘટના બની હોવાની વાત સામે આવી છે.વાલ્વ ખોલી નાખતા આગ લાગી હતી,આગ લાગતાની સાથે જ ઘરના કાચ પણ તૂટી ગયા હતા અને લોકો દોડીને બહાર આવી ગયા હતા.આસપાસના લોકોએ બચાવવાનો પ્રયત્ન પણ કર્યો પણ આગ પ્રસરી ગઈ હોવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
જાણો શું કહ્યું ફાયર વિભાગના અધિકારીએ
વડોદરા દાંડિયા બજાર ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર દિગ્વિજયસિંહ પરમાર જણાવ્યુ હતું કે, મકાનમાં ગેસને કારણે બ્લાસ્ટ થયો હોવાનો કોલ મળતા અમે દોડી ગયા હતા. જ્યાં જઈને તપાસ કરતા ગેસ લાઇન ખુલ્લી હોવાથી બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનામાં દાઝી ગયેલા ત્રણ લોકોને તુરંત સયાજી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા.