Umreth By Polls 2026 : મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે પોલીસ તંત્ર સજ્જ : જિલ્લા પોલીસ અધિક્ષક
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગતનું મતદાન આગામી તારીખ 23મી એપ્રિલ ગુરૂવારના રોજ સવારના 7-00 કલાકથી સાંજના 18-00 કલાક દરમિયાન યોજાવાની છે, ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ ચૂંટણીમાં મુક્ત અને ન્યાયી રીતે મતદાન થાય, મતદારો નિર્ભય પણે તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે, આ માટે જિલ્લા તંત્રની સાથે પોલીસ વિભાગ પણ ચૂંટણીમાં ફરજ બજાવવા માટે સંપૂર્ણ સજ્જ બન્યુ છે.
306 મતદાન મથકો ખાતે મતદાન યોજાશે
જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણીના જણાવ્યા પ્રમાણે ઉમરેઠ વિધાનસભા મતદાર વિભાગના 306 મતદાન મથકો ખાતે મતદાન યોજાવાનું છે. આ તમામ મતદાન મથકો ખાતે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ માટે આણંદ જિલ્લામાં 03 સીઆરપીએફની કંપની ફાળવવામાં આવી છે. એટલે કે સીઆરપીએફના જવાનો મતદાન મથકો ઉપર ચાંપતી નજર રાખશે.
પોલીસ સબ ઈન્સ્પેક્ટર ચૂંટણીમાં ફરજ બજાવશે
ઉલ્લેખનીય છે કે સીઆરપીએફના જવાનો ઉપરાંત ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના 46 ગામના 306 મતદાન મથકો ખાતે 500 કરતા વધુ પોલીસ, હોમગાર્ડ અને ગ્રામ રક્ષક દળના જવાનો પણ ફરજ બજાવશે. જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણીના માર્ગદર્શન હેઠળ 02 ડીવાયએસપી, 04 પોલીસ ઈન્સ્પેક્ટર અને પોલીસ સબ ઈન્સ્પેક્ટર ચૂંટણીમાં ફરજ બજાવનાર છે. જેમાં ચેકપોસ્ટ, એફ.એસ.ટી., એસ.એસ.ટી.ની ટીમનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો : Local Body Elections 2026 : હિંમતનગર અને ઈડરમાં બળવો કરનાર ભાજપના 10 કાર્યકરો સસ્પેન્ડ, આંતરિક અસંતોષ ચરમસીમાએ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

