TRP ગેમઝોન ઘટનાના આરોપી મનસુખ સાગઠીયાની જામીન અરજી નામંજુર
રાજકોટ TRP ગેમઝોનમાં ગત તારીખ 25 મે 2024ના રોજ અગ્નિકાંડની ગોજારી ઘટના બની હતી, જેમાં 27 લોકોના કરુણ મોત થયા હતા. આ બનાવમાં 16 શખ્સો સામે ગુનો નોધાયો હતો. જેમાં મહાનગરપાલિકના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયા પણ સામેલ હતા. ત્યારે મનસુખ સાગઠીયા જેલમુક્ત થવા માટે જામીન અરજી કરી હતી અને પોતે નિર્દોષ હોવ તેવી રજુઆત કરી હતી. જેની ગઈકાલે કોર્ટમાં સુનાવણી હતી.ડિમોલિશન કરવાની સત્તા કમિશનર પાસેમનસુખ સાગઠીયાએ કરેલ જામીન અરજીની સુનાવણીમાં સાગઠિયાએ પોતાનો બચાવ રજૂ કરતા દલીલો કરી હતી. સાગઠીયાએ દલીલ કરતા કહ્યુ કે, TRP ગેમઝોનનું ડિમોલિશન રાજકોટ મનપાના કમિશનરે કરવાનુ હોય છે, જે તેમણે કર્યુ નથી. ડિમોલિશન કરવાના પાવર મારી પાસે નથી. ડિમોલિશન કરવાની સત્તા કમિશનર પાસે છે. તેમ છતા તેમને આરોપી નથી બનાવાયા અને અગ્નિકાંડના આ કેસમાં મને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યો છે.ડિમોલિશનના હુકમોના રેકોર્ડ કોર્ટ સમક્ષ રજૂ કર્યા આ સુનાવણીમાં સરકાર તરફે હાજર સ્પે. પી.પી તુષાર ગોકાણીએ મનસુખ સાગઠીયાએ 2008થી 2024 સુધી કરેલ ડિમોલિશનના હુકમોના રેકોર્ડ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. તેમણે કોર્ટ સમક્ષ દલીલો કરતા કહ્યું કે, અગાઉ પણ સાગઠીયાએ આ પ્રકારે ડિમોલેશનના ઘણા હુકમો કર્યા છે તે આ રેકોર્ડમાં સ્પષ્ટ થાય છે. વર્ષ 2008થી અનેક નોટિસો સાગઠિયાને ફટકારી છે. શું આ બધી નોટિસો ખોટી છે તેમજ સાગઠિયાએ પોતાનું ગુનાહિત કૃત્ય છુપાવવા અગ્નિકાંડના દિવસે જુના રજિસ્ટરનો નાશ કરી નવુ રજીસ્ટર બનાવ્યુ હતુ. તેણે પોતાનુ કૃત્ય છુપાવવા ગુનાહિત પ્રવૃત્તિ કરી છે. જેથી તેની વિરુદ્ધ અન્ય એક ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. આ દલીલો બાદ કોર્ટે સાગઠીયાની જામીન અરજી નામંજુર કરી છે. તમને જણાવી દઈએ કે, 10 વર્ષથી ટાઉન પ્લાનીંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા મનસુખ ધનાભાઈ સાગઠિયાની ધરકપડ બાદ તેની પાસેથી આશરે 26 કરોડથી વધુ રકમની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. જે આવક કરતા લગભગ 410 ટકા વધારે હતી. વધુ પ્રમાણમાં મિલકત મળતા તે ગુનામાં તેની 19 જૂને ધરપકડ કરાવામા આવી હતી. તે બાદ તેના કબજાની ઓફિસમાંથી 18 કરોડથી વધુના સોના, ચાંદી અને રોકડ મળી આવી હતી. સાગઠિયાએ ભ્રષ્ટાચારની કમાણીમાંથી રૂ।. 15 કરોડની કિંમતનું 22 કિલો સોનાનુ બિસ્કીટ ઘરેણાં સ્વરૂપે ખરીદ્યું હતું. જોકે આ મુદ્દે સાગઠીયાના વકીલે છેલ્લા દસ વર્ષ અગાઉની મિલકત ધ્યાનમાં ન લીધી હોવાની દલીલ કરી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટ TRP ગેમઝોનમાં ગત તારીખ 25 મે 2024ના રોજ અગ્નિકાંડની ગોજારી ઘટના બની હતી, જેમાં 27 લોકોના કરુણ મોત થયા હતા. આ બનાવમાં 16 શખ્સો સામે ગુનો નોધાયો હતો. જેમાં મહાનગરપાલિકના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયા પણ સામેલ હતા. ત્યારે મનસુખ સાગઠીયા જેલમુક્ત થવા માટે જામીન અરજી કરી હતી અને પોતે નિર્દોષ હોવ તેવી રજુઆત કરી હતી. જેની ગઈકાલે કોર્ટમાં સુનાવણી હતી.
ડિમોલિશન કરવાની સત્તા કમિશનર પાસે
મનસુખ સાગઠીયાએ કરેલ જામીન અરજીની સુનાવણીમાં સાગઠિયાએ પોતાનો બચાવ રજૂ કરતા દલીલો કરી હતી. સાગઠીયાએ દલીલ કરતા કહ્યુ કે, TRP ગેમઝોનનું ડિમોલિશન રાજકોટ મનપાના કમિશનરે કરવાનુ હોય છે, જે તેમણે કર્યુ નથી. ડિમોલિશન કરવાના પાવર મારી પાસે નથી. ડિમોલિશન કરવાની સત્તા કમિશનર પાસે છે. તેમ છતા તેમને આરોપી નથી બનાવાયા અને અગ્નિકાંડના આ કેસમાં મને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યો છે.
ડિમોલિશનના હુકમોના રેકોર્ડ કોર્ટ સમક્ષ રજૂ કર્યા
આ સુનાવણીમાં સરકાર તરફે હાજર સ્પે. પી.પી તુષાર ગોકાણીએ મનસુખ સાગઠીયાએ 2008થી 2024 સુધી કરેલ ડિમોલિશનના હુકમોના રેકોર્ડ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. તેમણે કોર્ટ સમક્ષ દલીલો કરતા કહ્યું કે, અગાઉ પણ સાગઠીયાએ આ પ્રકારે ડિમોલેશનના ઘણા હુકમો કર્યા છે તે આ રેકોર્ડમાં સ્પષ્ટ થાય છે.
વર્ષ 2008થી અનેક નોટિસો સાગઠિયાને ફટકારી છે. શું આ બધી નોટિસો ખોટી છે તેમજ સાગઠિયાએ પોતાનું ગુનાહિત કૃત્ય છુપાવવા અગ્નિકાંડના દિવસે જુના રજિસ્ટરનો નાશ કરી નવુ રજીસ્ટર બનાવ્યુ હતુ. તેણે પોતાનુ કૃત્ય છુપાવવા ગુનાહિત પ્રવૃત્તિ કરી છે. જેથી તેની વિરુદ્ધ અન્ય એક ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. આ દલીલો બાદ કોર્ટે સાગઠીયાની જામીન અરજી નામંજુર કરી છે. તમને જણાવી દઈએ કે, 10 વર્ષથી ટાઉન પ્લાનીંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા મનસુખ ધનાભાઈ સાગઠિયાની ધરકપડ બાદ તેની પાસેથી આશરે 26 કરોડથી વધુ રકમની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. જે આવક કરતા લગભગ 410 ટકા વધારે હતી. વધુ પ્રમાણમાં મિલકત મળતા તે ગુનામાં તેની 19 જૂને ધરપકડ કરાવામા આવી હતી. તે બાદ તેના કબજાની ઓફિસમાંથી 18 કરોડથી વધુના સોના, ચાંદી અને રોકડ મળી આવી હતી. સાગઠિયાએ ભ્રષ્ટાચારની કમાણીમાંથી રૂ।. 15 કરોડની કિંમતનું 22 કિલો સોનાનુ બિસ્કીટ ઘરેણાં સ્વરૂપે ખરીદ્યું હતું. જોકે આ મુદ્દે સાગઠીયાના વકીલે છેલ્લા દસ વર્ષ અગાઉની મિલકત ધ્યાનમાં ન લીધી હોવાની દલીલ કરી હતી.