Tapi Rain: તાપીમાં મેહુલિયાની જોરદાર બેટિંગ, ખેડૂતોમાં ખુશીનો માહોલ, જુઓ Video

ગુજરાતમાં આજે વહેલી સવારથી મેઘરાજાએ કરી જોરદાર બેટિંગ તાપી જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત તાપીના કુકરમુંડામાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ નોંધાયો ગુજરાતમાં આજે વહેલી સવારથી મેઘરાજાએ બેટિંગ ચાલુ કરી દીધી છે. અમદાવાદ, ગાંધીનગરથી લઇને તાપી સુધીના 153 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. વહેલી સવારથી તાપી જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ છે. જિલ્લામાં હમણાં કેટલાક સમયથી વરસાદ વિરામ લીધા બાદ ગઈકાલથી આગમન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. જિલ્લામાં આજે સૌથી વધુ વરસાદ કુકરમુંડામાં દોઢ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ગુજરાતમાં ફરી જામ્યો વરસાદી માહોલ રાજ્યમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતથી વરસાદનું જોર થોડું ઘટ્યું હતું. જેથી કેટલાક સમયથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો ન હતો. પરંતુ ગઈ કાલ સવારથી વિવિધ ભાગોમાં મેઘમહેર થઈ રહી છે. આજે પણ વહેલી સવારથી 24 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે તાપી જિલ્લામાં વરસાદની વાત કરવામાં આવે તો 10 વાગ્યા સુધી કુકરમુંડામાં 1.6 ઈંચ અને નિર્ઝરમાં 19 મી.મી વરસાદ નોંધાયો હતો. ગત 24 કલાકમાં 153 તાલુકાઓમાં વરસાદ ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગત 24 કલાકમાં ત્રણ તાલુકાઓમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે 11 તાલુકાઓ એવા ચે જેમાં 3 ઈંચથી વધુ વરસાદ, 28 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ અને 64 તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. આની સાથે જ 89 તાલુકાઓમાં સમયાંતરે વરસાદના ઝાપટા પડ્યા હતા. શનિવારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યમાં વલસાડમાં અતિભારે વરસાદ પડશે. આની સાથે અમરેલી, સુરત, ભરૂચ, ભાવનગર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી સહિતના જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડવાની આગાહી છે. આજે ક્યાં ક્યાં આગાહી હવામાન વિભાગ દ્વારા વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદનું રેડ અલર્ટ નર્મદા,ભરૂચ,સુરત,ડાંગ,તાપી,નવસારી,અમરેલી ,ભાવનગરમાં અતિભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ બનાસકાંઠા,પાટણ,મેહસાણા,સાબરકાંઠા,અરવલ્લી,ગાંધીનગર,ખેડા,આણંદ,પંચમહાલમાં ભારે વરસાદનું યલો અલર્ટ દાહોદ,મહીસાગર,છોટા ઉદેપુર,વડોદરા,સુરેન્દ્રનગર,રાજકોટ,જૂનાગઢ,ગીર સોમનાથ,બોટાદ અને કચ્છમાં ભારે વરસાદની યલો અલર્ટ અમદાવાદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ અલર્ટ અમદાવાદ શહેરમાં બે દિવસ ભારે વરસાદ સાથે યલો અલર્ટ

Tapi Rain: તાપીમાં મેહુલિયાની જોરદાર બેટિંગ, ખેડૂતોમાં ખુશીનો માહોલ, જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગુજરાતમાં આજે વહેલી સવારથી મેઘરાજાએ કરી જોરદાર બેટિંગ
  • તાપી જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત
  • તાપીના કુકરમુંડામાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ નોંધાયો

ગુજરાતમાં આજે વહેલી સવારથી મેઘરાજાએ બેટિંગ ચાલુ કરી દીધી છે. અમદાવાદ, ગાંધીનગરથી લઇને તાપી સુધીના 153 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. વહેલી સવારથી તાપી જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ છે. જિલ્લામાં હમણાં કેટલાક સમયથી વરસાદ વિરામ લીધા બાદ ગઈકાલથી આગમન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. જિલ્લામાં આજે સૌથી વધુ વરસાદ કુકરમુંડામાં દોઢ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં ફરી જામ્યો વરસાદી માહોલ

રાજ્યમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતથી વરસાદનું જોર થોડું ઘટ્યું હતું. જેથી કેટલાક સમયથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો ન હતો. પરંતુ ગઈ કાલ સવારથી વિવિધ ભાગોમાં મેઘમહેર થઈ રહી છે. આજે પણ વહેલી સવારથી 24 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે તાપી જિલ્લામાં વરસાદની વાત કરવામાં આવે તો 10 વાગ્યા સુધી કુકરમુંડામાં 1.6 ઈંચ અને નિર્ઝરમાં 19 મી.મી વરસાદ નોંધાયો હતો.

ગત 24 કલાકમાં 153 તાલુકાઓમાં વરસાદ

ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગત 24 કલાકમાં ત્રણ તાલુકાઓમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે 11 તાલુકાઓ એવા ચે જેમાં 3 ઈંચથી વધુ વરસાદ, 28 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ અને 64 તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. આની સાથે જ 89 તાલુકાઓમાં સમયાંતરે વરસાદના ઝાપટા પડ્યા હતા. શનિવારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યમાં વલસાડમાં અતિભારે વરસાદ પડશે. આની સાથે અમરેલી, સુરત, ભરૂચ, ભાવનગર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી સહિતના જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડવાની આગાહી છે.

આજે ક્યાં ક્યાં આગાહી

  • હવામાન વિભાગ દ્વારા વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદનું રેડ અલર્ટ
  • નર્મદા,ભરૂચ,સુરત,ડાંગ,તાપી,નવસારી,અમરેલી ,ભાવનગરમાં અતિભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ
  • બનાસકાંઠા,પાટણ,મેહસાણા,સાબરકાંઠા,અરવલ્લી,ગાંધીનગર,ખેડા,આણંદ,પંચમહાલમાં ભારે વરસાદનું યલો અલર્ટ
  • દાહોદ,મહીસાગર,છોટા ઉદેપુર,વડોદરા,સુરેન્દ્રનગર,રાજકોટ,જૂનાગઢ,ગીર સોમનાથ,બોટાદ અને કચ્છમાં ભારે વરસાદની યલો અલર્ટ
  • અમદાવાદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ અલર્ટ
  • અમદાવાદ શહેરમાં બે દિવસ ભારે વરસાદ સાથે યલો અલર્ટ