Surendrangar જિલ્લા કલેકટરે ત્રણ અલગ-અલગ બાબતોને લઈ બહાર પાડયું જાહેરનામું, વાંચો વિગતે
સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે અલ-અલગ ત્રણ બાબતોને લઈ જાહેરનામું બહાર પાડયું આ જાહેરનામું 30-11-2024 સુધી અમલમાં રહેશે અને જે પણ વ્યકિત કે વેપારી આ જાહેરનામાનો ભંગ કરશે તેની સામે ગુનો નોંધવામાં આવશે.મજૂરોને સંબધિત જાહેરનામું આ જાહેરનામાં અંતર્ગત, સુરેન્દ્રનગર જિલ્લામાં કોઇપણ મજુર ઠેકેદારો તથા સપ્લાયર્સ/કોન્ટ્રાકટરો જયારે મજુરો કામે રાખે ત્યારે નિયત ફોર્મમાં સંબંધિત પોલીસ સ્ટેશનમાં લેબર કોન્ટ્રાકટર/મુકાદમ (સપ્લાયર)નું પુરૂ નામ, સરનામું, મોબાઈલ નંબર, મજુરનું નામ, વર્ષ, મૂળ વતનનું સરનામું, ઓળખ માટેનું આઈ.ડી. પ્રૂફ(ફોટા સાથેનું), હાલની મજુરીનું સ્થળ/ કંપનીનું નામ, મજુરના વતનના સ્થાનિક પોલીસ સ્ટેશનનું નામ તથા જિલ્લો અને ટેલીફોન નંબર, મજુરના વતનના આગેવાનનું નામ, સરનામું, સંપર્ક નંબર, મજુર અગાઉ કોઈ પોલીસ ગુનામાં પકડાયેલ હોય તો તેની વિગત, જિલ્લામાં કઈ તારીખથી મજૂરી કામ કરે છે અને કઈ તારીખે જવાનો છે, જિલ્લામાં નજીકના સંબંધી હોય તો તેનું નામ, સરનામું અને સંપર્ક નંબર સહીતની ફોર્મ મુજબની માહિતી સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે રજુ કરવા સુરેન્દ્રનગર અધિક મેજીસ્ટ્રેટ દ્વારા જણાવાયુ છે.આ જાહેરનામું સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં તા.૩૦/૧૧/૨૦૨૪સુધી અમલમાં રહેશે. જો કોઈ ઈસમ ઉપરોક્ત જાહેરનામાનો ભંગ કરશે, તેમ કરવામાં મદદગારી કરશે તો ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૨૨૩ હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે.નિયત ફોર્મમાં સંબંધિત પોલીસ સ્ટેશનમાં મજુરની જરૂરી વિગતો રજુ કરવાની રહેશે. ભંગારનાં વેપારીઓ માટે જાહેરનામું જિલ્લામાં ચોરી કરનાર ઇસમો ચોરેલી ચીજ વસ્તુઓ ભંગારનાં વેપારીઓને સસ્તા ભાવે વેચી દેતા હોય છે ત્યારે તપાસ દરમિયાન વેપારીઓ પાસે ભંગાર વેચવા આવેલા કે ખરીદ કરનારની કોઈ વિગત મળતી નથી અને ચોરી કરનાર ગુનેગારો સુધી પોલીસ સહેલાઈથી પહોંચી શકતી નથી. આથી જિલ્લામાં ચોરીના બનાવો થતા અટકે તે માટે સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.કે.ઓઝા દ્વારા ભંગારનાં વેપારીઓ માટે ભંગાર વેચવા આવનાર તેમજ ખરીદ કરવા આવનાર વ્યક્તિઓના નામ, સરનામા તથા આઇ.ડી.પ્રુફ સાથેની સંપૂર્ણ વિગત દર્શાવતું રજીસ્ટર ફરજિયાત નિભાવવાનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.જે અનુસાર સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાનાં વિસ્તારમાં ભંગાર લે-વેચ કરનારા વ્યાપારીઓએ ભંગારનો પ્રકાર/વર્ણન તથા અન્ય વિગતો, ભંગાર જેની પાસેથી ખરીદેલ હોય તેનું નામ, સરનામું, એક આઈ.ડી.પ્રૂફ તથા તેનો તાજેતરનો ફોટો, ભંગાર જેને વેચેલ હોય તેનું નામ-સરનામું, આઈ.ડી.પ્રૂફ તથા તાજેતરનો ફોટો સહિતની વિગતો ધરાવતું રજીસ્ટરની નિભાવણી કરવાની રહેશે.આ જાહેરનામું સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં તા.૩૦/૧૧/૨૦૨૪સુધી અમલમાં રહેશે. જો કોઈ ઈસમ ઉપરોક્ત જાહેરનામાનો ભંગ કરશે, તેમ કરવામાં મદદગારી કરશે તો ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૨૨૩ હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે.નિયત ફોર્મમાં સંબંધિત પોલીસ સ્ટેશનમાં મજુરની જરૂરી વિગતો રજુ કરવાની રહેશે. જૂના વાહનોની લે-વેચ કરતા લોકોએ રજિસ્ટરની નિભાવણી કરવી ફરજિયાત સુરેન્દ્રનગર જિલ્લામાં ભાંગફોડ સહિતની અસામાજિક પ્રવૃતિઓ માટે જૂની સાયકલો/ મોપેડ/ અન્ય વાહનોનો ઉપયોગ થતો અટકાવવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.કે.ઓઝા દ્વારા રજિસ્ટર ન થતા હોય તેવા સાયકલ/ મોપેડ/ અન્ય વાહનોનું વેચાણ કરનાર, આવા જૂના વાહનોની લે-વેચ કરનાર તથા આવા વાહનો ભાડે આપનાર વેપારીઓ જ્યારે નવા/જૂના વાહનોનું વેચાણ કરે, રજીસ્ટર થયેલ હોય તેવા જુના વાહનોની લે-વેચ કરે કે વાહનો ભાડે આપે ત્યારે જે વ્યક્તિને વાહન વેચાણ કર્યું હોય અથવા આવું વાહન ખરીદેલ હોય અથવા ભાડે આપેલ હોય તેવી વ્યક્તિ પાસેથી જરૂરી આધાર પુરાવા મેળવીને સ્થાનિક પોલીસ સ્ટેશનના સહી સિક્કા કરાવી રજિસ્ટરની ફરજિયાત નિભાવણી કરવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -