Surendranagarના પાટડીના બામણવામાં સન્નાટો, રાત્રે ખેતરે જતા 55 વર્ષીય આધેડની ધારીયાના ઘા ઝીંકી ઘાતકી હત્યા!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં આવેલા બામણવા ગામે સન્સનીખેજ હત્યાની ઘટના સામે આવી છે. ગામના 55 વર્ષીય આધેડ વીરજીભાઈ ઠાકોર રાત્રિના સમયે પોતાના ખેતરે જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારોના ઉપરાછાપરી ઘા ઝીંકીને તેમની ઘાતકી હત્યા કરી નાખી હતી. આ લોહિયાળ ઘટનાને પગલે સમગ્ર બામણવા ગામ સહિત પાટડી પંથકમાં ભારે ચકચાર અને અરેરાટી વ્યાપી ગઈ છે.
દાડમ અને કપાસના પાકની રક્ષા કરવા જતાં બન્યો બનાવ
મળતી માહિતી મુજબ, મૃતક વીરજીભાઈ ઠાકોર પોતાના રોજિંદા ક્રમ મુજબ રાત્રે જમીને ખેતરે ઊંઘવા જઈ રહ્યા હતા. પોતાના ખેતરમાં વાવેલા દાડમ અને કપાસના પાકના રક્ષણ માટે રાત્રે આશરે 11 વાગ્યાના સુમારે તેઓ એકલા ખેતર તરફ ચાલીને જઈ રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં અંધારાનો લાભ લઈને અગાઉથી જ ઘાત લગાવીને બેઠેલા અજાણ્યા હુમલાખોરોએ તેમના પર ધારીયા સહિતના ધારદાર હથિયારો વડે હુમલો કરી દીધો હતો. ગંભીર ઈજાઓ પહોંચાડી ઘટનાને અંજામ આપ્યા બાદ હત્યારાઓ રાત્રિના અંધારામાં સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
ડૉગ સ્કવૉડ અને FSL દ્વારા તપાસ શરૂ
ઘટનાની જાણ થતાં જ પાટડી DySP અને PSI સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પીએમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ ચકચારી હત્યા કેસમાં આરોપીઓનું કોઈ સુરાગ મેળવવા માટે પોલીસે ડૉગ સ્કવૉડ, એફએસએલ (FSL) અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાતોની મદદ લઈને વિવિધ દિશાઓમાં તપાસના ચક્ર ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો : Junagadh News : કામનું ભારણ ઘટાડો અને પગાર વધારો, આંગણવાડી વર્કરોએ પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે મોરચો માંડ્યો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

