Surendranagar: વકીલ મંડળની વર્ષ 2025 માટેની ચૂંટણીમાં આજથી ફોર્મ વિતરણની શરૂઆત થશે

સુરેન્દ્રનગર વકીલ મંડળની આગામી વર્ષ 2025 માટેના હોદ્દેદારોની ચૂંટણી આગામી તા. 20મી ડીસેમ્બરે જાહેર થઈ છે. જેમાં પ્રમુખ, બે ઉપપ્રમુખ, સેક્રેટરી અને જોઈન્ટ સેક્રેટરી સહીતના હોદ્દાઓ માટે ધારાશાસ્ત્રીઓ મતદાન કરશે. ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટેના ફોર્મનું વિતરણ આજે તા. 2જી ડીસેમ્બરથી શરૂ થનાર છે.ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા આગામી વર્ષ 2025 માટેના વકીલ મંડળના હોદ્દેદારોની ચૂંટણીની જાહેરાતો કરી દેવાઈ છે. ત્યારે સુરેન્દ્રનગર વકીલ મંડળની ચૂંટણી તા. 20મીએ યોજાનાર છે. ત્યારે આ વર્ષે પણ ચૂંટણી જાહેર થતા અત્યારથી જ ઉમેદવારો પોતાની તૈયારીઓમાં લાગી ગયા છે. સુરેન્દ્રનગર વકીલ મંડળની ચૂંટણીમાં ચૂંટણી અધીકારી તરીકે દેવેન્દ્રસીંહ બી. રાણા અને સહાયક ચૂંટણી અધીકારી તરીકે પરબતસીંહ જે. પરમારને મુકવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર વકીલ મંડળમાં અંદાજે 350થી વધુ વકીલો નોંધાયેલા છે. આ વકીલો તા. 20 ડીસેમ્બરના રોજ વર્ષ 2025 માટેના પ્રમુખ, મહીલા ઉપપ્રમુખ, પુરૂષ ઉપપ્રમુખ, સેક્રેટરી અને જોઈન્ટ સેક્રેટરીના પદના ઉમેદવારો માટે મતદાન કરશે. વકીલ મંડળની ચૂંટણીમાં આજથી ફોર્મ વિતરણની શરૂઆત થનાર છે. અને તા. 20 ડીસેમ્બરના રોજ સવારે 11થી 4 કલાક સુધી મતદાનની કાર્યવાહી ચાલશે.

Surendranagar: વકીલ મંડળની વર્ષ 2025 માટેની ચૂંટણીમાં આજથી ફોર્મ વિતરણની શરૂઆત થશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર વકીલ મંડળની આગામી વર્ષ 2025 માટેના હોદ્દેદારોની ચૂંટણી આગામી તા. 20મી ડીસેમ્બરે જાહેર થઈ છે. જેમાં પ્રમુખ, બે ઉપપ્રમુખ, સેક્રેટરી અને જોઈન્ટ સેક્રેટરી સહીતના હોદ્દાઓ માટે ધારાશાસ્ત્રીઓ મતદાન કરશે. ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટેના ફોર્મનું વિતરણ આજે તા. 2જી ડીસેમ્બરથી શરૂ થનાર છે.

ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા આગામી વર્ષ 2025 માટેના વકીલ મંડળના હોદ્દેદારોની ચૂંટણીની જાહેરાતો કરી દેવાઈ છે. ત્યારે સુરેન્દ્રનગર વકીલ મંડળની ચૂંટણી તા. 20મીએ યોજાનાર છે. ત્યારે આ વર્ષે પણ ચૂંટણી જાહેર થતા અત્યારથી જ ઉમેદવારો પોતાની તૈયારીઓમાં લાગી ગયા છે. સુરેન્દ્રનગર વકીલ મંડળની ચૂંટણીમાં ચૂંટણી અધીકારી તરીકે દેવેન્દ્રસીંહ બી. રાણા અને સહાયક ચૂંટણી અધીકારી તરીકે પરબતસીંહ જે. પરમારને મુકવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર વકીલ મંડળમાં અંદાજે 350થી વધુ વકીલો નોંધાયેલા છે. આ વકીલો તા. 20 ડીસેમ્બરના રોજ વર્ષ 2025 માટેના પ્રમુખ, મહીલા ઉપપ્રમુખ, પુરૂષ ઉપપ્રમુખ, સેક્રેટરી અને જોઈન્ટ સેક્રેટરીના પદના ઉમેદવારો માટે મતદાન કરશે. વકીલ મંડળની ચૂંટણીમાં આજથી ફોર્મ વિતરણની શરૂઆત થનાર છે. અને તા. 20 ડીસેમ્બરના રોજ સવારે 11થી 4 કલાક સુધી મતદાનની કાર્યવાહી ચાલશે.