Surendranagar: મગફળીનું વાવેતર સેટેલાઇટ સર્વેમાં ન દેખાતા રોષ

Sep 23, 2025 - 01:00
Surendranagar: મગફળીનું વાવેતર સેટેલાઇટ સર્વેમાં ન દેખાતા રોષ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર જિલ્લામાં મગફળીનું વાવેતર કરી ટેકાના ભાવે વેચવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાયા બાદ હાલ સેટેલાઇટ સર્વેના રીપોર્ટમાં અનેક ખેડૂતોએ વાવેતર કર્યુ હોવા છતાય વાવેતર નથી કર્યુ એવુ સેટેલાઇટ રીપોર્ટમાં આવતા મોબાઇલમાં મેસેજ આવ્યા છે.ખેડૂતોએ વાવેતર કર્યુ હોવા છતાય ફરીથી ઓફલાઇન પ્રક્રિયા કરવી પડતી હોવાથી રોષ વ્યકત કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં મુળીના કળમાદ,ખંપાળીયા,દૂધઇ,વીરપરઅને સાયલા તાલુકાના લોયા સહિતના ગામડામાં સૌથી વધારે ધ્રાંગધ્રાના સોલડી,કોંઢ જેવા અમુક ગામમાં મગફળીનું વાવેતર થાય છે.હાલ બજારમાં મગફળીના ભાવ તળીયે 900-1000 રૂ.પ્રતિમણ થઇ ગયા છે પરંતુ ટેકાના ભાવ 1452 રૂ.છે.ટેકાના ભાવે મગફળી વેચવા માટે મોટાભાગના મગફળી વાવેતર કરેલા બધા જ ખેડૂતોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરેલુ છે.ખેડૂતો પોતાની અરજી મંજૂર થયાની રાહ જોઇ રહયા એવામાં અનેક ખેડૂતોના મોબાઇલમાં સેટેલાઇટ ઇમેજ સાથે આપના સર્વે નંબરની ઇમેજ મેચ નહી થતા વાવેતર દેખાયુ નથી એવો મેસેજ આવ્યો છે.આમ વાવેતર કરવા છતાય સેટેલાઇટ ઇમેજમાં પાક નહી દેખાતા ખેડૂતોએ તંત્રની કામગીરી સામે ભારે નારાજગી વ્યકત કરી ખેડૂતોની બધી અરજી મંજૂર કરવાની માંગ કરી છે. મગફળીનું વાવેતર છતાંય રજિસ્ટ્રેશન રદ્ થયંુ । સોલડીના જયેશભાઇ હસુભાઇ પટેલ,મુળીના રામકુભાઇ કરપડા,ગણપતભાઇ પટેલ સહિતના ખેડૂતોએ જણાવેલકે અનેક ખેડૂતોએ મગળફીનું વાવેતર કર્યુ ઓનલાઇન રજી.કર્યુ છતાય સેટેલાઇટ ઇમેજમાં વાવેતર નથી દેખાતુ એટલે વાંધો હોય તો ફરીથી ઓફલાઇન અરજી કરવાનો ખેડૂતોના મોબાઇલમાં મેસેજ આવ્યો છે હવે નવેસરથી પ્રક્રિયા કરવામાં ફોર્મ ભરી વી.સી.ઇ.ને ખેતર જોવા લઇ ગયા બાદ ઉપર મોકલશે અને કયારે મંજૂર થશે એ ખબર નહી પરંતુ હાલ અનેક ખેડૂતોએ તો પાક કાઢવાનું પણ ચાલુ કર્યુ છે જેથી ખેડૂતને ભારે મુસ્કેલી પડશે.

બધાની ટેકાના ભાવે ખરીદી કરી લેવી જોઇએ । ખેડૂત અગ્રણી રાજુભાઇ કરપડાએ જણાવેલકે મગફળી વાવેતર કરેલા 80% ખેડૂતોને સેટેલાઇટ સર્વેમાં વાવેતર નહી દેખાયાના મેસેજ આવ્યા છે આ ખુબ ગંભીર બાબત છે એક એક ગ્રામસેવક પાસે 10-10 ગામનો ચાર્જ હોય છે હવે ખેડૂતોને ગ્રામસેવક પાસે ધકકા ખાવાના ખોટા ખર્ચ અને સમય બગાડવાનો જેનાથી ખેડૂતોને મુસ્કેલી પડશે તંત્રની ભુલ છે તો બધા વાવેતર કરેલા ખેડૂતોની ટેકાના ભાવે મગફળી ખરીદી કરી જ લેવી જોઇએ જેથી ખેડૂત હેરાન ના થાય.

ખેડૂતોને પડયા ઉપર પાટુ । ખેડૂતોને ગત વર્ષે અને ચાલુ વર્ષે સતત વરસાદના કારણે પાકનુકશાની થઇ હતી પરંતુ પુરતુ અને અનેક ખેડૂતોને પાકનુકશાનીનું વળતર પણ મળ્યુ નથી વળી વિદેશી કપાસ ઉપર ડયુટી માફ કરતા કપાસના ભાવ પણ વધવાની શકયતા નથી એવામાં મગફળીનું વાવેતર કર્યુ ઓનલાઇન રજી.કર્યુ છતાય સેટેલાઇટ ઇમેજમાં નહી દેખાયાના ખેડૂતોને મોબાઇલમાં મેસેજ આવતા ખેડૂતોને પડયા ઉપર પાટુ જેવી સ્થિતી સર્જાઇ છે.

હવે બધૂ ફરીથી ઓફલાઇન કરવું પડશે । સેટેલાઇટ ઇમેજમાં મગફળીનું વાવેતર નહી દેખાયાના ખેડૂતોને આવેલા મોબાઇલ મેસેજ વાળાને ગ્રામસેવક પાસે ઓનલાઇન ફોર્મ ભરીને આપવાનું,એ વી.સી.ઇ.ને ખેતરે સર્વે કરવા મોકલશે ત્યાર બાદ ઉંચ કક્ષાએ ખેડૂતોની નવેસરની અરજીની કાર્યવાહી થશે અને મંજૂર થાય બાદ ખેડૂત મગફળી આપી શકશે પરંતુ હાલ અનેક ખેડૂતોએ તો મગફળી કાઢવાનું પણ શરૂ કર્યુ છે જેથી બે દિવસમાં મંજૂરી આપી દેવાય એવી ખેડૂતોની માંગ ઉઠી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0