Surendranagar: ભાણેજડામાં પ્રથમવાર ચેકિંગ : રૂ. 14.75 લાખના વીજ ચોરીના તંત્રે બિલો ફટકાર્યા

Mar 13, 2026 - 06:00
Surendranagar: ભાણેજડામાં પ્રથમવાર ચેકિંગ : રૂ. 14.75 લાખના વીજ ચોરીના તંત્રે બિલો ફટકાર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ચૂડા તાલુકાના ભાણેજડા ગામે પીજીવીસીએલ વીજ કંપનીએ સૌપ્રથમવાર ચેકીંગ હાથ ધર્યુ હતુ. જેમાં 189 કનેકશન ચેક કરાતા 32માં ગેરરીતિ સામે આવતા રૂ. 14.75 લાખના વીજ બિલો ફટકારાયા છે. બીજી તરફ 3 દિવસની ડીશ કનેકશન ડ્રાઈવમાં 17 લાખથી વધુ બિલ ન ભરતા 196 ગ્રાહકોના વીજ કનેકશન કટ થયા છે.

 જિલ્લાના અનેક એવા ગામો છે જયાં વીજ કંપનીની ટીમ કોઈ દિવસ ચેકિંગ માટે જઈ શકી નથી. ત્યારે પીજીવીસીએલ વીજ કંપની દ્વારા ઈતીહાસમાં સૌ પ્રથમવાર ચુડા તાલુકાના ભાણેજડા ગામે વીજ ચેકીંગ હાથ ધરાયુ હતુ. જેમાં સુરેન્દ્રનગર વર્તુળ કચેરીની 50 ટકા કરતા વધુ શકિત સાથે મેનપાવર જોડાયો હતો. ભાણેજડામાં 20 ટીમોએ 189 વીજ કનેકશન ચેક કરતા 32માં ગેરરીતિ સામે આવતા 14.75 લાખ રૂપીયાના વીજ બિલો ફટકારાયા છે. બીજી તરફ સમગ્ર રાજયની સાથે સાથે ઝાલાવાડમાં પણ પીજીવીસીએલ વીજ કંપની દ્વારા ઓપરેશન ડીશ કનેકશન જારી છે. જેમાં તા. 7, 9 અને તા. 11મી માર્ચના રોજ સુરેન્દ્રનગર પીજીવીસીએલના અધીક્ષક ઈજનેર એન.એન.અમીનના માર્ગદર્શન હેઠળ વીજ કંપનીની 521 ટીમે પોલીસ કાફલા સાથે વીજ બિલની વસુલાતની કામગીરી કરી હતી. જેમાં રૂ. 17.69 લાખ વીજ બિલ ન ભરનાર 196 ગ્રાહકોના વીજ કનેકશન કટ કરાયા હતા. જયારે આ કામગીરી દરમિયાન 7,339 ગ્રાહકોએ પોતાનું રૂ. 2.93 કરોડથી વધુનું વીજ બિલ તુરંત ભરપાઈ કરી દીધુ હતુ. વીજ કંપનીના અધીકારીએ વીજ વિક્ષેપથી બચવા અને કનેકશન કટની અગવડ નિવારવા અને પુનઃ વીજ જોડાણનો ચાર્જ ન ભરવો પડે તે માટે બાકી વીજ બીલ ગ્રાહકોને ભરપાઈ કરવા અપીલ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0