Surendranagar: દસાડામાં બોલાચાલી બાદ સમાધાન માટે ગયેલા ખેડૂતને 7 શખ્સે માર માર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ઝાલાવાડમાં દસાડા ગામના પાંચ હાટડી પાસે તા. 3-9ના રોજ રાત્રે બોલાચાલીમાં એક વ્યકિત સમજાવવા ગયા હતા. જેમાં મોડી રાત્રે સમાધાન માટે તેમને બોલાવી 7 શખ્સોએ લોખંડના પાઈપ અને ધારીયા વડે માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
દસાડાના રબારીવાસમાં રહેતા 46 વર્ષીય હમીદખાન ઈમામખાન રાઠોડ ખેતી કરે છે. તા. 3-9ના રોજ રાત્રે તેમના ભત્રીજા યુસુફ રહીમખાન રાઠોડ સાથે મહમદ કાસમભાઈ નાગોરી, શાહરૂખ દરીયાખાન નાગોરી અને ઈમરાન અબ્દુલભાઈ નાગોરી પાંચ હાટડી પાસે બોલાચાલી કરતા હતા. આથી હમીદખાન ત્યાં ગયા હતા અને ઝઘડો ન કરવા સમજાવતા તેઓ ઘરે જતા રહ્યા હતા. બાદમાં રાત્રે તેઓ તેમના કાકાના દીકરા કેસરખાનના ઘરે હાજર હતા. જેમાં કેસરખાનના ફોનમાં કાસમ નાગોરીએ ફોન કરી સમાધાન માટે બોલાવ્યા હતા. આથી હમીદખાન ત્યાં જતા મહમદ કાસમભાઈ નાગોરી, શાહરૂખ દરીયાખાન નાગોરી, ઈમરાન અબ્દુલભાઈ કુરેશી, કાસમ આલમખાન નાગોરી, મયુદ્દીન કાસમભાઈ નાગોરી, ઈમ્તીયાઝ ઈસ્માઈલભાઈ નાગોરી અને ઈકબાલ ઈસ્માઈલભાઈ નાગોરીએ એક સંપ કરી ધારીયા, લોખંડના પાઈપ વડે હમીદખાનને માર મારતા તેઓને સારવાર માટે વિરમગામ લઈ જવાયા હતા. આ અંગે સમાધાનની વાત ચાલુ હતી, પરંતુ સમાધાન ન થતા અંતે હમીદખાને સાતેય આરોપીઓ સામે દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
What's Your Reaction?






