Surendranagar: ઝાલાવાડમાં જુગારના 7 દરોડા : 14 જુગારીઓને દબોચી લેવાયા, 7 ફરાર

Jul 23, 2025 - 06:30
Surendranagar: ઝાલાવાડમાં જુગારના 7 દરોડા : 14 જુગારીઓને દબોચી લેવાયા, 7 ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર એલસીબી પીઆઈ જે.જે.જાડેજાની સુચનાથી પેટ્રોલીંગ કરી રહેલા સ્ટાફના પીએસઆઈ જે.વાય.પઠાણ સહિતનાઓને સુરેન્દ્રનગરના આંબેડકરનગરમાં રહેતો મનસુખ ઉર્ફે ચકો રણછોડભાઈ પરમાર બહારથી માણસો બોલાવી પોતાના ઘરે ગુડદી પાસાનો જુગાર રમાડતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં મનસુખ ઉર્ફે ચકો રણછોડભાઈ પરમાર, રમેશ ઉર્ફે થાપો લાલાભાઈ ડાભી, રામા ઉર્ફે કાના રાણાભાઈ ગમારા અને મેહુલ રણછોડભાઈ સીંધવ રોકડા રૂપીયા 2,82 લાખ, રૂપીયા 1.40 લાખના 5 મોબાઈલ અને 50 હજારના બાઈક સહિત રૂપીયા 4.72 લાખની મત્તા સાથે પકડાયા હતા. જયારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના એસ.એ.ખાંભલા સહિતનાઓને કંટાવા ગામની સીમ વાડીમાં જુગારની બાતમી મળતા દરોડો કરાયો હતો. જેમાં બાબુ નાગરભાઈ જાદવ, જૈમીન પ્રવીણભાઈ પટેલ, પીન્ટુ નરશીભાઈ હડીયલ, પ્રશાંત રાજેશભાઈ મકવાણા, દીલીપ પ્રફુલ્લભાઈ હડીયલ, ઈલીયાસ આદમભાઈ જરગેલા, અજય રમેશભાઈ રાઠોડ, અમીત હમીરભાઈ કલોતરા અને મહેશ ભરતભાઈ ચાવડા ગંજીપાનાનો જુગાર રમતા પકડાયા હતા. આ શખ્સો પાસેથી કુલ રૂપીયા 1,09,630ની મત્તા કબજે કરી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. બીજી તરફ થાનના ખાખરાથળ ગામની સીમ વાડીમાં રમાતા જુગાર પર થાન પોલીસે રેડ કરી હતી. જેમાં કરમશી મનજીભાઈ રંગપરા, ભલા ગેલાભાઈ ઝેઝરીયા, લાલા વિનુભાઈ સારલા, ભુપત કેશાભાઈ ખમાણી રોકડા રૂપીયા 15,510, રૂપીયા 20 હજારના 4 મોબાઈલ ફોન સહિત રૂપીયા 35,510ની મત્તા સાથે પકડાયા હતા. આ દરોડામાં મલા નનુભાઈ ચારણ, ભીમા જયંતીભાઈ ભડાણીયા, રમેશ મનજીભાઈ રંગપરા ફરાર થઈ ગયા હતા. અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસના નરેશભાઈ ભોજીયા સહિતની ટીમે વાવડીના રસ્તે જાહેરમાં રમાતા જુગાર પર રેડ કરી હતી. જેમાં ગંજીપાનાનો જુગાર રમતા પૃથ્વીરાજસીંહ મોહબતસીંહ ઝાલા અને જગદીશ કેશવજીભાઈ દલસાણીયા રોકડા રૂપીયા 3200 સાથે ઝડપાયા હતા. આ દરોડામાં અમૃત રાયસંગભાઈ ધામેચા અને નવઘણ નરશીભાઈ મુલાડીયા ફરાર થઈ ગયા હતા.

આ ઉપરાંત મુળી પીઆઈ પી.બી.લક્કડની સુચનાથી પેટ્રોલીંગ કરી રહેલ ટીમે બાતમીને આધારે વડધ્રા ગામે રામજી મંદીરના ચોકમાં જાહેરમાં રમાતા જુગાર પર રેડ કરી હતી. જેમાં રાહુલ ધીરૂભાઈ કઠેસીયા, ધરમશી વિઠ્ઠલભાઈ સારદીયા, ચેતન નવઘણભાઈ દુધરેજીયા, ભરત જીવણભાઈ સારદીયા, બાબુ દેવાભાઈ સાપરા અને બળદેવ હકાભાઈ દુધરેજીયા રોકડા રૂપીયા 10,480, રૂપીયા 15 હજારના 3 મોબાઈલ ફોન મળી કુલ રૂપીયા 25,480ની મત્તા સાથે પકડાયા હતા. તથા ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ભારદ ગામેથી નારણ ધરમશીભાઈ કામલપરા, કાળુ તળશીભાઈ, કલ્પેશ કાળુભાઈ કામલપરા, ધીરૂ ભુપતભાઈ દેત્રોજા, અશોક દાઉદભાઈ નાયક અને મગન હીરાભાઈ ચાવડા રોકડા રૂપીયા 4840 સાથે ઝડપાયા હતા. અને સાયલા પોલીસને વખતપર ગામે મેલડી માતાજીના મંદીર પાસે જાહેરમાં ઓટા ઉપર જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં પ્રતાપ દેવાભાઈ ખીમાણીયા, હરજી કરશનભાઈ ખીમાણીયા, અમરશી ડાયાભાઈ ડાભી રોકડા રૂપીયા 1200 સાથે પકડાયા હતા.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0