Surendranagar: જુગારના 4 સ્થળે દરોડા : 7 મહિલા સહિત 22 શખ્સો પકડાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના સૌકા, જોરાવરનગરના સુભાષ રોડ પરના રહેણાંક મકાન, ચોટીલાના મફતીયાપરા અને ગ્રામ્યના ભોજપરીમાં પોલીસે જુગારના દરોડા કર્યા હતા. જેમાં 7 મહિલા સહિત 22 શખ્સો રોકડ, મોબાઈલ સહિત રૂ. 1,68,150ની મત્તા સાથે ઝડપાયા છે. સૌકા-પાંદરીના રસ્તે સરકારી વીડની જમીન પર ચાલતા ગુડદીપાસાના જુગાર પર એલસીબીએ રેડ કરતા સ્થાનીક પોલીસની કામગીરી પર શંકા વાદળો ઘેરાયા છે.
સુરેન્દ્રનગર એલસીબી ટીમના વિજયસીંહ પરમાર, પ્રવીણ કોલા, કુલદીપભાઈ, કિશનભાઈ સહિતનાઓને લીંબડી તાલુકાના સૌકા-પાંદરી ગામ વચ્ચે તલાવડીની બાજુમાં સરકારી વીડની જમીનમાં સુરેન્દ્રનગરના ખોડીયારપરામાં રહેતો વિશાલ ખોડાભાઈ બોહકીયા અને સૌકાનો મયુરસીંહ પ્રવીણસીંહ ઝાલા ગુડદી પાસાનો જુગાર રમાડતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં ભુપત દેવાભાઈ બસીયા, ચતુર બેચરભાઈ સંતોકી, ખીમા કાનજીભાઈ રાઠોડ, રજાક નુરમહમદભાઈ ચુડાસમા, સલીમ દીલાવરભાઈ પઠાણ અને મીનીબેન સનાભાઈ ઓડેદરા ઝડપાયા હતા. આ શખ્સો પાસેથી રોકડા રૂ.1.10 લાખ, મોબાઈલ મળી કુલ રૂ. 1.15 લાખની મત્તા જપ્ત કરાઈ હતી. આ દરોડા દરમિયાન વિરેન્દ્રસીંહ ઉર્ફે વીક્કી કીરીટસીંહ ઝાલા, મુકેશ ભગવાનસીંહ ઝાલા, મહેન્દ્રસીંહ અમરસંગભાઈ સોલંકી, અમીત જીતેન્દ્રભાઈ સોલંકી, દિનેશ જીવણભાઈ મુંધવા, વિશાલ ખોડાભાઈ બોહકીયા અને મયુરસીંહ પ્રવીણસીંહ ઝાલા ફરાર થઈ ગયા હતા. પોલીસે લીંબડી પોલીસ મથકે ફરીયાદ નોંધી ફરાર ઈસમોને ઝડપી લેવા વધુ તપાસ પીએસઆઈ એન.એ.ડાભી ચલાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, લીંબડીના સૌકા ગામે અગાઉ પણ સ્થાનીક પોલીસની મીઠી નજરે હેઠળ ચાલતા જુગારધામ પર રેડ થઈ હતી. જેમાં તાજેતરમાં જ પોલીસ કર્મીઓને બરતરફ કરાયા છે. ત્યારે ફરીવાર એલસીબીએ રેડ કરતા સ્થાનીક પોલીસની કામગીરી પર સવાલો ખડા થયા છે. જયારે નાની મોલડી પીઆઈ એન.એસ.પરમાર, ધારાબેન ધ્રાગીયા, દિનેશભાઈ પરાલીયા સહિતની ટીમને સોમવારે રાત્રે પેટ્રોલિંગ દરમિયાન ભોજપરી ગામે લેમ્પના અજવાળે રમાતા જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં માવજી કરશનભાઈ ઉત્તેળીયા, રમેશ મનજીભાઈ ડાભી, કાળુ વશરામભાઈ મજેઠીયા, ભગવાન વીરજીભાઈ શીશા, રાજા ભાણાભાઈ ડાભી, વિક્રમ જાદવભાઈ જોગરાજીયા, જયસુખ હીરાભાઈ જમોડ, વાલજી અમરશીભાઈ દુમાદીયા, રાજેશ માવજીભાઈ ઝાંપડીયા રોકડા રૂ. 36,390 સાથે પકડાયા હતા.
બીજી તરફ જોરાવરનગર પોલીસ મથકની સર્વેલન્સ ટીમના અશોકસીંહ, હરદેવસીંહ સહિતનાઓને પેટ્રોલિંગ દરમિયાન સુભાષ રોડ શેરી નં. 6માં આશાકૃપા નામના મકાનમાં રહેતા કલ્પનાબા હિતેન્દ્રસીંહ જાડેજા પોતાના મકાને બહારથી મહિલાઓ બોલાવી જુગાર રમાડતા હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં કલ્પનાબા હિતેન્દ્રસીંહ જાડેજા, નીર્મળાબા કરણસીંહ રાણા, લાભુબેન વિનોદરાય ઈન્દ્રીયા, મુમતાઝબેન હૈદરભાઈ સખાવા, ગીતાબેન ધર્મેન્દ્રભાઈ આકરીયા અને વજુબા સુરૂભા પરમાર રોકડા રૂ.16,300 સાથે ઝડપાયા હતા. અને ચોટીલા જુના બસ સ્ટેશન પાસેથી મફતીયાપરામાં રહેતો કલ્પેશ ભાવજીભાઈ ચૌહાણ રોકડા રૂ.460ની મત્તા સાથે વરલી મટકાનો જુગાર રમતો પકડાયો હતો.
What's Your Reaction?






