Surendranagar News: દસાડા-પાટડી હાઈવે પર કેરી ભરેલી ગાડીમાંથી ઝડપાયો ઈંગ્લિશ દારૂ, 11 લાખનો મુદ્દામાલ જપ્ત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દસાડા-પાટડી હાઈવે પર બાતમીના આધારે વોચ ગોઠવીને વિદેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી લીધું છે. સાવડા ગામના પાટિયા પાસે એક શંકાસ્પદ કેરી લોડિંગ ગાડીની તપાસ કરતા તેમાંથી ફળોને બદલે મોટી માત્રામાં ઈંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો મળી આવતા પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી.
કેરીની આડમાં દારૂની તસ્કરી
બુટલેગરો દ્વારા પોલીસને છેતરવા માટે કેરી ભરેલી લોડિંગ ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસે જ્યારે આ ગાડી અટકાવીને ઝડતી લીધી ત્યારે તેમાંથી વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે દારૂ, બિયર અને વાહન મળીને કુલ 11 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
એક આરોપીની ધરપકડ, અન્ય સામે તપાસ તેજ
આ મામલે પોલીસે ગાડી ચલાવતા વિષ્ણુ નારસંગભાઈ ઠાકોરને સ્થળ પર જ દબોચી લીધો છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ દારૂનો જથ્થો થરાદના અમરત ઠાકોરે મંગાવ્યો હતો. પોલીસે હાલ વિષ્ણુ ઠાકોરની ધરપકડ કરી છે, અને દારૂ મંગાવનાર અમરત ઠાકોર તેમજ વાહનના માલિક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર એલસીબીની આ સફળ કામગીરીથી દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ હવે આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ક્યાં સપ્લાય કરવાનો હતો તે દિશામાં ઉંડી તપાસ ચલાવી રહી છે.
આ પણ વાંચો - Surendranagar News: લીંબડી હાઈવે પર કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત, એક વૃદ્ધાનું મોત, 3 મહિલાઓ ગંભીર
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

