Surendranagar News: સાયલા કોર્ટ પરિસરમાં એક વકીલે અચાનક બીજા વકીલ પર હુમલો કર્યો, પોલીસે હુમલો કરનારની અટકાયત કરી

Oct 2, 2025 - 18:00
Surendranagar News: સાયલા કોર્ટ પરિસરમાં એક વકીલે અચાનક બીજા વકીલ પર હુમલો કર્યો, પોલીસે હુમલો કરનારની અટકાયત કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગરમાં સાયલા કોર્ટ ખાતે બાર રૂમમાં બે વકીલો વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી. એક વકીલે બીજા વકીલ પર હુમલો કરવાના બનાવથી સમગ્ર કોર્ટ પરિસરમાં ચકચાર મચી જવા પામી હતી. બપોરના સમયે કોર્ટ પરિસરમા બનેલા હુમલાના બનાવમાં ઈજાગ્રસ્ત વકીલને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં. જ્યારે હુમલો કરનાર વકીલની પોલીસે અટકાયત કરી હતી.

એક વકીલ પર અન્ય વકીલે હુમલો કર્યો

સાયલા કોર્ટમાં બનેલા ચકચારી બનાવ અંગે પ્રાપ્ત થયેલી વિગતો પ્રમાણે ગઈકાલે કોર્ટના બાર રૂમમાં હાજર વકીલ મુકેશભાઈ જાની પર અન્ય વકીલ હરેશ જોગરાણાએ ઓચિંતો હુમલો કરી દીધો હતો. આ દરમિયાન ત્યાં હાજર વકીલો પણ હતપ્રત થઈ ગયા હતા અને બન્નેને છૂટા પાડવા માટે પ્રયાસ કર્યા હતા.પોતાના અસીલોની અરજી કોર્ટે નામંજૂર કરતા તેનું મનદુઃખ રાખી સામે વાળાના વકીલ મુકેશભાઈ જાની પર હરેશ જોગરાણા એ હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. કોર્ટમાં થયેલ માથાકૂટ માં ઈજાગ્રસ્ત થયેલા વકીલ મુકેશભાઈ જાનીને માથાના ભાગે ઇજાઓ થવા સાથે શ્વાસ લેવામાં તકલીફ થતા સાથેના વકીલો દ્વારા તેમને તુરંત સાયલા સરકારી હોસ્પિટલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર લઈ જવાયા હતા.

પોલીસે હુમલો કરનારા વકીલની અટકાયત કરી

ઘટનાની ગંભીરતા પારખી સાયલા પોલીસ દ્વારા આરોપી વકીલની અટકાયત કરી હતી. હુમલાની ઘટના બાદ ભોગ બનનાર મુકેશભાઈ જાની દ્વારા હરેશ જોગરાણા વિરુધ્ધ ગળું દબાવી, તેણે હાથમાં પહેરેલ સરલ વડે માથામાં ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની કોશિશ કરવાનો ગુનો દાખલ કરતા સાયલા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હજુ સુધી ભોગ બનનાર વકીલ સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે ત્યારે બાર રૂમમાં બોલેલી બઘડાટી થી કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ પર પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0