Surendranagar News: લખતરના મોતીસર તળાવમાં અઢી વર્ષના માસૂમ બાળકનું ડૂબી જવાથી કરુણ મોત

Jul 14, 2026 - 21:30
Surendranagar News: લખતરના મોતીસર તળાવમાં અઢી વર્ષના માસૂમ બાળકનું ડૂબી જવાથી કરુણ મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કરુણ ઘટના સામે આવી છે. લખતરના રહેવાસી કલ્પેશભાઈ મહેરીયાનો અઢી વર્ષનો માસૂમ પુત્ર આયાશ તેના દાદા બળદેવભાઈ સાથે સાંજના સમયે બાપુરાજની ડેરી પાસે આવ્યો હતો. આ દરમિયાન દાદાની નજર ચૂકવીને માસૂમ બાળક નજીકમાં આવેલા મોતીસર તળાવ પાસે રમવા ચાલ્યો ગયો હતો અને રમતા-રમતા અચાનક પગ લપસી જતાં તે તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

પૌત્રને બચાવવા દાદાએ તળાવમાં લગાવી છલાંગ 

દાદાની નજર સામે જ તેમનો વ્હાલસોયો પૌત્ર પાણીમાં ડૂબવા લાગતા દાદા બળદેવભાઈએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પૌત્રને બચાવવા માટે તળાવના પાણીમાં છલાંગ લગાવી દીધી હતી. તેમણે આયાશને બચાવવા માટે ભારે જહેમત અને ભરપૂર પ્રયાસો કર્યા હતા. આસપાસના અન્ય લોકોની મદદથી બાળકને તાત્કાલિક પાણીમાંથી બહાર કાઢી, ગંભીર હાલતમાં સારવાર અર્થે લખતરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. 

અઢી વર્ષના બાળકના અકાળે અવસાનથી શોક

માત્ર અઢી વર્ષના માસૂમ આયાશના મોતના સમાચાર મળતા જ મહેરીયા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે અને પરિવાર સહિત સમગ્ર પંથકમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું છે. આ દૂર્ઘટના અંગે લખતર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે બાળકના મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ (પીએમ) અર્થે મોકલી આપ્યો છે અને અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0