Surendranagar: GST સ્લેબ ફેરફારના નિર્ણયના ઝાલાવાડમાં વધામણાં

Sep 6, 2025 - 06:30
Surendranagar: GST સ્લેબ ફેરફારના નિર્ણયના ઝાલાવાડમાં વધામણાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કેન્દ્ર સરકારે ગુડસ સર્વીસ ટેકસ એટલે કે, જીએસટીમાં મહત્વપુર્ણ સુધારા જાહેર કર્યા છે. જેમાં જીએસટીના 4 સ્લેબમાંથી 2 જ સ્લેબ કરી દેવાયા છે. આ ઉપરાંત અગાઉ અમુક વસ્તુઓ પર જીએસટી હતો જે હવે સંપૂર્ણ નાબુદ કરી દેવાયો છે. દેશભરમાં આ વાતથી ખુશીની લહેર છવાઈ છે. ત્યારે ઝાલાવાડમાં પણ ઉદ્યોગપતિઓ, વેપારીઓ, સામાન્ય નાગરીકો આ નિર્ણયને આવકારી રહ્યા છે. ગત 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી સમયે વડાપ્રધાને જીએસટીના માળખામાં ફેરફારની જાહેરાત કરી હતી. ત્યારે ગત તા. 3જીએ મોડી સાંજે જીએસટી કાઉન્સીલની બેઠક બાદ કેન્દ્રીય નાણાંપ્રધાને જીએસટીનું નવુ માળખુ જાહેર કર્યુ છે. નવા માળખાનો અમલ તા. 22મી સપ્ટેમ્બરને નવરાત્રીના પ્રથમ દિવસથી થનાર છે. ત્યારે જીએસટીના માળખામાં ફેરફાર અંગે ઝાલાવાડવાસીઓનો મત જાણવાનો સંદેશની ટીમે પ્રયાસ કર્યો હતો.

4 સ્લેબમાંથી 2 સ્લેબ થતા વેપારીઓને રાહત

સુરેન્દ્રનગર મહેતા માર્કેટ કરિયાણા એસોસિયેશનના પ્રમુખ બાબુલાલ પ્રજાપતિએ જણાવ્યુ કે, કેન્દ્ર સરકારનું પગલુ આવકારદાયક છે. જીએસટીના માળખામાં ફેરફારથી સામાન્ય લોકોની સાથે સાથે વેપારીઓને પણ રાહત થશે. સ્લેબ 4માંથી 2 કરવામાં આવતા અગાઉ કોડમાં થતી મીસ્ટેક ઓછી થશે અને કવેરીઓ પણ ઓછી આવશે. અને જીવનજરૂરી ચીજવસ્તુઓ સસ્તી થતા તેનું વેચાણ પણ વધશે. અને એકંદરે વેપારીઓને પણ ફાયદો થશે.

ઓટોમોબાઈલ અને ફાર્મા ઉદ્યોગને બુસ્ટઅપ મળશે

વઢવાણ ઈન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના પ્રમુખ સુમીતભાઈ પટેલે જણાવ્યુ કે, જીએસટીના માળખામાં ટાયર, ટયુબના દરમાં ફેરફાર થવાથી ઓટોમોબાઈલ અને દવાઓના સ્લેબમાં ફેરફારથી ફાર્મા ઉદ્યોગને બુસ્ટઅપ મળશે. જયારે જીવનજરૂરી ચીઝ, બટર, પનીર, ઘીના સ્લેબમાં ફેરફારથી સામાન્ય વર્ગને રાહત મળશે. એકંદરે જીએસટીના માળખામાં ફેરફારથી દરેક વર્ગને ફાયદો થનાર છે.

લોકલ વેપારને પ્રોત્સાહન

ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ દિનેશભાઈ તુરખીયાએ જણાવ્યુ કે, સરકારનું પગલુ સારૂ છે. ટ્રમ્પના ટેરીફ સામે સ્થાનીક બજારને આ નીર્ણયથી પ્રોત્સાહન મળશે. અને ચીજવસ્તુઓની કોસ્ટ ઘટતા તેનું વેચાણ વધશે. જયારે વેપારીઓને પણ ટેકસમાં રાહત થશે. અગાઉ વેચાણ પર ભરવા પડતા ટેકસમાં ઘટાડો થશે. જેના લીધે તેઓની ખરીદશકિત અને વેચાણ શકિત વધશે. જયારે ભારતમાં ચીજવસ્તુઓ સસ્તી થતા વિદેશોમાં પણ તેની માંગ વધશે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0