Surendranagar: શાબાશ ઝાલાવાડ : ટાંગલિયા કલાનો વટ હોલિવૂડમાં

Jul 13, 2025 - 03:30
Surendranagar: શાબાશ ઝાલાવાડ : ટાંગલિયા કલાનો વટ હોલિવૂડમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર જિલ્લા ડાંગસીયા પરિવારો દ્વારા 700 વર્ષથી વધુ પ્રાચીન ટાંગલીયા કલાને જીવંત રખાઈ છે. વણાટકામ કરતા આ ક્ષેત્રના કલાકારને તાજેતરમાં જ સરકારે પદ્મશ્રી એનાયત કર્યો છે. ત્યારે હવે ઝાલાવાડની ટાંગલીયા કલા હોલીવુડ પહોંચી છે. તાજેતરમાં રજૂ થયેલ હોલીવુડની ફિલ્મ એફ-1માં અભીનેતા બ્રેડ પીટે આ કલાથી બનેલ શર્ટ પહેરતા ઝાલાવાડવાસીઓમાં આનંદ છવાયો છે.

ભરત ગુંથણ શબ્દથી લોકો પરીચિત હોય છે. ત્યારે ભરત ગુંથણમાં પણ એક પ્રકાર ટાંગલીયા આવે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વસતા ડાંગસીયા પરિવારો 700 વર્ષ જુની આ ટાંગલીયા કળાને જીવંત રાખવા પ્રયાસો કરી રહ્યા છે. હાલ જિલ્લામાં 150થી વધુ પરિવારો આ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. તાજેતરમાં જ ટાંગલીયા કળાને જીવંત રાખવા બદલ કેન્દ્ર સરકારે લવજીભાઈ પરમારને પદ્મશ્રી એનાયત કર્યો છે. ત્યારે ઝાલાવાડને ગૌરવ અપાવે તેવી વધુ એક વાત સામે આવી છે. તાજેતરમાં કાર રેસીંગ પર એફ-1 નામની હોલીવુડ મુવી રીલીઝ થઈ છે. આ મુવીમાં મુખ્ય રેલી હોલીવુડ અભીનેતા બ્રેડ પીટ કરી રહ્યા છે. ત્યારે ફિલ્મમાં તેઓએ પહેરલ બ્લુ કલરનો શર્ટ ટાંગલીયા કલામાંથી બન્યો છે. આ શર્ટનું કાપડ વઢવાણ તાલુકાના દેદાદરા ગામે રહેતા ટાંગલીયા કલાકાર બળદેવભાઈ રાઠોડ દ્વારા બનાવાયુ છે. આ અંગે તેઓએ જણાવ્યુ કે, છેલ્લી પાંચ પેઢીથી તેઓ આ કાર્ય કરી રહ્યા છે. પહેલા ટાંગલીયા કલા ઉનના કાપડ પર કરાતી હતી. આ ઉપરાંત ધાબળા, ટાંગલીયા, ઘુસલા જેવી વસ્તુઓ તેઓ નાવતા હતા. ત્યારબાદ ગાંધીનગરની નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ હેન્ડીક્રાફટ ફેશન ડીઝાઈનીની મદદથી આ કળાને જીવંત રાખવા પ્રયાસો શરૂ કરાયા છે. ઉન ઉપરાંત હવે કોટન, સીલ્કની સાડી પર આ કળા કરવામાં આવે છે. જેમાં શાલ, મફલર, કુર્તી, દુપટ્ટા, ઝભ્ભો બનાવાય છે. જે યંગ જનરેશન વધુ પસંદ કરે છે. હાલ દિલ્હીની સંસ્થા ઈલેવન-ઈલવેન દ્વારા તેઓને ઓર્ડર મળ્યો હતો. જેમાં આ કાપડ તૈયાર કરાયુ હતુ. તેઓએ આ શર્ટ બનાવ્યો. આ કાપડ બનાવવા પાછળ 6 કારીગરોને અંદાજે 15 દિવસનો સમય લાગ્યો છે. ખરેખર, ઝાલાવાડની ટાંગલીયા કલા હોલીવુડ સૌથી પહોંચતા ઝાલાવાડીઓ ગૌરવ અનુભવી રહ્યા છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0