Surendranagar : લીંબડીમાં નરાધમે બતાવી હેવાનિયત, 80 વર્ષની વૃદ્ધા પર આચર્યું દષ્કર્મ

Feb 5, 2025 - 13:00
Surendranagar : લીંબડીમાં નરાધમે બતાવી હેવાનિયત, 80 વર્ષની વૃદ્ધા પર આચર્યું દષ્કર્મ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગરના લીંબડીમાં 80 વર્ષીય વૃદ્ધા પર દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી. નરાધમે હેવાનિયતની હદ વટાવતા વૃદ્ધાને હવસનો શિકાર બનાવી. દુષ્કર્મ પીડીત વૃદ્ધાને સારવાર માટે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડાયા. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરતાં હવસખોરોને શોધવા ચક્રો ગતિમાન કર્યા.

વૃદ્ધા પર દુષ્કર્મ

લીંબડીમાં વૃદ્ધા પર દુષ્કર્મની ચકચારી ઘટના બનવા પામી. લીંબડી તાલુકાના ભોયકા ગામે નરાધમે વૃદ્ધાને હવસનો શિકાર બનાવી. ભોયકા ગામમાં રહેતી વૃદ્ધા પોતાના મકાનમાં એકલા રહે છે. વૃદ્ધાના મકાનમાં આ નરાધમો ચોરી કરવાના ઇરાદે ઘૂસ્યા હતા. ચોરી કરવા મધરાત્રે ઘૂસેલા આ શખ્સોએ છરીની અણીએ ચોરી અને લૂંટને અંજામ આપવા પ્રયાસ કર્યો. પરંતુ વૃદ્ધાના ઘરમાંથી કોઈ કિમંતી વસ્તુ હાથ ના લાગતા આ શખ્સો રોષે ભરાયા. તેમનો લૂંટનો ઇરાદો અસફળ થતાં આખરે આ નરાધમે વૃદ્ધાને હવસનો શિકાર બનાવતા દુષ્કર્મ આચર્યું.

નરાધમને શોધવા પોલીસના પ્રયાસ

પોલીસને વૃદ્ધા પર દુષ્કર્મ ઘટનાની જાણ થતાં ઘટના સ્થળ પર દોડી. દુષ્કર્મ પીડિત વૃદ્ધાને પોલીસે સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલ્યા અને ત્યાં તેમની મેડીકલ તપાસ પણ કરવામાં આવશે. પોલીસે આ શખ્સને શોધવા તપાસ શરૂ કરી. પોલીસને મળેલ માહિતી મુજબ વૃદ્ધ હજુ થોડાક દિવસ અગાઉ જ દિકરીના ઘરેથી પરત ફર્યા હતા. વૃદ્ધાની જામનગર રહેતી દીકરી પણ બનાવની જાણ થતાં માતા પાસે પંહોચી. દિકરીએ માતા પર દુષ્કર્મ મામલે ન્યાયની ગુહાર લગાવી. આરોપીને કડક સજા કરવાની પણ માંગ કરી.

દુષ્કર્મની ઘટના સામે તંત્ર નિષ્ફળ

દરરોજ સમાચારોમાં દુષ્કર્મની ઘટનાઓ વધવાના કિસ્સા સામે આવી રહ્યા છે. બાળકી હોય કે પછી યુવતી હોય કે પછી મહિલાઓ હવસખોરોની હેવાનિયતનો શિકાર બની રહી છે. નરાધમો માસૂમ બાળકી અને વૃદ્ધાને પણ તેમની હવસનો શિકાર બનાવા લાગ્યા છે. આજે કોઈપણ ઉંમરની મહિલા પોતાને સુરક્ષિત માનતી નથી. ગુજરાતમાં મહિલા સુરક્ષિતતાના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે.

હાલમાં દુષ્કર્મ પીડિત યુવતીની ફરિયાદ ના લેવાતા આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. અને એવા પણ કેટલાક કિસ્સા હશે જ્યાં પીડિતાઓ બદનામ થવાના ડરે સામે આવતી નથી. છેલ્લા કેટલાક સમયથી મહિલાઓ બળાત્કારની ઘટનાને લઈને લાગે છે કે તંત્ર દુષ્કર્મ આચરનારાઓને ડામવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. કયાં સુધી મહિલાઓ આવા હવસખોરોનો શિકાર થતી રહેશે? 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0