Surendranagar: લીંબડીનું ઐતિહાસિક દોલતસાગર તળાવ છલકાયું
લીંબડી શહેરમાં ઠેર ઠેર પાણી ફરી વળતા હાલાકી પારસનગર, ગણેશ પાર્ક સોસાયટીમાં પાણી પાણી ગાયત્રી સોસાયટી, સિદ્ધનાથ સોસાયટી પાણી પાણી લીંબડીનું ઐતિહાસિક દોલતસાગર તળાવ છલકાયુ છે. છેલ્લા ચાર દિવસ લીંબડી શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. લીંબડી શહેરના ઉપરવાસમાં ભારે વરસાદ પડતાં અને લીંબડી શહેરના એસ. ટી. ડેપોમાં તથા નજીકના રહેણાંક વિસ્તારમાં વરસાદના પાણી ફરી વળ્યા, ઠેર ઠેર લીંબડી શહેરમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. લીંબડી શહેરના નવા બસ સ્ટેન્ડ સામે આવેલ પારસનગર સોસાયટી, ગણેશપાર્ક સોસાયટીના ચાર વિભાગમાં, જનકપુરી સોસાયટી, સૂર્યદીપ સોસાયટી, ગાયત્રી સોસાયટી, સિદ્ધનાથ સોસાયટી તેમજ લીંબડી એસ. ટી. ડેપો અને નવા બસ સ્ટેન્ડ રોડ તેમજ મુખ્ય માર્ગ ઉપર પાણી વળ્યા છે. જ્યારે સોસાયટીઓમાં નીચાળવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસી જવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અનેક લોકોએ સ્થળાંતર કરવી પડે તેવી સ્થિતિ છે. ભારે વરસાદથી ભોગાવો નદી બની ગાંડીતૂર તમામ ગામને જોડતા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. શિયાણી, રોજસર, ભગવાનપરા ગામ સંપર્ક વિહોણાં થઈ ગયા છે. રાણાગઢ, ઘાઘરેટિયા સહિતના ગામો સંપર્ક વિહોણા છે. લોકોને ઘરમાં જ રહેવા માટે તંત્રએ અપીલ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદના પગલે તંત્ર એલર્ટ મોડ પર છે. મામલતદાર, પ્રાંત અધિકારી સહિતની ટીમો તૈનાત કરાઈ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- લીંબડી શહેરમાં ઠેર ઠેર પાણી ફરી વળતા હાલાકી
- પારસનગર, ગણેશ પાર્ક સોસાયટીમાં પાણી પાણી
- ગાયત્રી સોસાયટી, સિદ્ધનાથ સોસાયટી પાણી પાણી
લીંબડીનું ઐતિહાસિક દોલતસાગર તળાવ છલકાયુ છે. છેલ્લા ચાર દિવસ લીંબડી શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. લીંબડી શહેરના ઉપરવાસમાં ભારે વરસાદ પડતાં અને લીંબડી શહેરના એસ. ટી. ડેપોમાં તથા નજીકના રહેણાંક વિસ્તારમાં વરસાદના પાણી ફરી વળ્યા, ઠેર ઠેર લીંબડી શહેરમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.
લીંબડી શહેરના નવા બસ સ્ટેન્ડ સામે આવેલ પારસનગર સોસાયટી, ગણેશપાર્ક સોસાયટીના ચાર વિભાગમાં, જનકપુરી સોસાયટી, સૂર્યદીપ સોસાયટી, ગાયત્રી સોસાયટી, સિદ્ધનાથ સોસાયટી તેમજ લીંબડી એસ. ટી. ડેપો અને નવા બસ સ્ટેન્ડ રોડ તેમજ મુખ્ય માર્ગ ઉપર પાણી વળ્યા છે. જ્યારે સોસાયટીઓમાં નીચાળવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસી જવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અનેક લોકોએ સ્થળાંતર કરવી પડે તેવી સ્થિતિ છે.
ભારે વરસાદથી ભોગાવો નદી બની ગાંડીતૂર
તમામ ગામને જોડતા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. શિયાણી, રોજસર, ભગવાનપરા ગામ સંપર્ક વિહોણાં થઈ ગયા છે. રાણાગઢ, ઘાઘરેટિયા સહિતના ગામો સંપર્ક વિહોણા છે. લોકોને ઘરમાં જ રહેવા માટે તંત્રએ અપીલ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદના પગલે તંત્ર એલર્ટ મોડ પર છે. મામલતદાર, પ્રાંત અધિકારી સહિતની ટીમો તૈનાત કરાઈ છે.