Surendranagar: લખતર તાલુકામાં રક્ષાબંધને બળેવા દોડાવવાની પરંપરા આજે પણ યથાવત
આ દોડમાં ચાર યુવાનોના માથા પર ચાર માટીની માટલીઓ મુકવામાં આવે છેઆવતા વર્ષનો વર્તારો નકકી કરવાની ખાસ રીત માટલીમાંથી નીકળતી કાટલીઓ અને ઠીકરીઓ લેવા ગ્રામજનો પડાપડી કરતા હોય છે લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રક્ષાબંધને બળેવા દોડાવવાની પરંપરા આજે પણ યથાવત જોવા મળી રહી છે. હાલના સમયમાં લુપ્ત થતી જતી આ જુની પરંપરાને લખતર તાલુકાના કડુ, આદલસર, લીલાપુર જેવા ગામડાની અંદર ગ્રામજનોએ જાળવી રાખી છે. શું છે બળેવા દોડાવવાની પરંપરા? જેમાં મળતી વિગત મુજબ 4 મહીના અષાઢ, શ્રાવણ, ભાદરવો, અને આસોના નામ ઉપર ગામના ચાર યુવાનો તૈયાર કરવામાં આવે છે. આજના દિવસે ગામના તળાવના કિનારે સમસ્ત ગ્રામજનો ભેગા મળે છે અને ચાર યુવાનોના માથા પર ચાર માટીની માટલીઓ મુકવામાં આવે છે. ત્યારબાદ ચારેય બળેવા તળાવમાં પાંચ પ્રદીક્ષણા ફરી ડુબકી લગાવીને કયા મહિનાના નામની માટલીમાં વધુ પાણી આવ્યુ અને કઈ માટલીમાં ઓછુ પાણી આવ્યુ તે જોઈ તેના ઉપરથી આવતા વર્ષનો વર્તારો નકકી કરવામાં આવતો હોય છે. આદલસર જેવા ગામની અંદર હજુયે આ પરંપરા યથાવત બળેવા તળાવમાં ડુબકી લગાવીને પરત ફરે ત્યારબાદ માટલીઓ ફોડે છે. તે માટલીમાંથી નીકળતી કાટલીઓ અને ઠીકરીઓ લેવા ગ્રામજનો પડાપડી કરતા હોય છે. કારણ કે આ ઠીકરીઓને જો અનાજના કોઠારમાં રાખવામાં આવે છે તો અનાજ વર્ષ દરમિયાન બગડતુ નથી અને અનાજના ભંડારા ભરેલા રહે છે. આદલસર જેવા ગામની અંદર હજુયે આ પરંપરા જાળવી રાખી છે. ચરમાળીયા દાદાના મંદિરથી જોગણી માતાના રથની કરવામાં આવે છે શરૂઆત જોગણી માતાના રથની શરૂઆત ગામમાં સાંજે ચરમાળીયા દાદાના મંદિરથી કરવામાં આવે છે. આ રથની સાથે કાચા દોરા અને ગામની ફરતે દુધની ધારાવહી કરવામાં આવે છે અને જોગણી માતાનો રથ ગામમાં ફેરવવામાં આવે છે. જેથી કોઈપણ પ્રકારનો રોગચાળો આવતો નથી તેવુ માનવામાં આવે છે. ગામના પાદરે આવીને ચાચર ભરવામાં આવે છે. જ્યારે કડુ ગામની અંદર ચારેય બળેવાની દોડ લગાવવામાં આવે છે અને એ દોડમાં જે પ્રથમ આવે છે, તેને ગામના લોકો દ્વારા બનાવેલ લાકડાનું હળ પુરસ્કારરૂપે આપવામાં આવે છે. ત્યારબાદ ગ્રામજનોમાં પ્રસાદની વહેંચણી કરવામાં આવે છે અને કાર્યક્રમનું સમાપન કરવામાં આવે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- આ દોડમાં ચાર યુવાનોના માથા પર ચાર માટીની માટલીઓ મુકવામાં આવે છે
- આવતા વર્ષનો વર્તારો નકકી કરવાની ખાસ રીત
- માટલીમાંથી નીકળતી કાટલીઓ અને ઠીકરીઓ લેવા ગ્રામજનો પડાપડી કરતા હોય છે
લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રક્ષાબંધને બળેવા દોડાવવાની પરંપરા આજે પણ યથાવત જોવા મળી રહી છે. હાલના સમયમાં લુપ્ત થતી જતી આ જુની પરંપરાને લખતર તાલુકાના કડુ, આદલસર, લીલાપુર જેવા ગામડાની અંદર ગ્રામજનોએ જાળવી રાખી છે.
શું છે બળેવા દોડાવવાની પરંપરા?
જેમાં મળતી વિગત મુજબ 4 મહીના અષાઢ, શ્રાવણ, ભાદરવો, અને આસોના નામ ઉપર ગામના ચાર યુવાનો તૈયાર કરવામાં આવે છે. આજના દિવસે ગામના તળાવના કિનારે સમસ્ત ગ્રામજનો ભેગા મળે છે અને ચાર યુવાનોના માથા પર ચાર માટીની માટલીઓ મુકવામાં આવે છે. ત્યારબાદ ચારેય બળેવા તળાવમાં પાંચ પ્રદીક્ષણા ફરી ડુબકી લગાવીને કયા મહિનાના નામની માટલીમાં વધુ પાણી આવ્યુ અને કઈ માટલીમાં ઓછુ પાણી આવ્યુ તે જોઈ તેના ઉપરથી આવતા વર્ષનો વર્તારો નકકી કરવામાં આવતો હોય છે.
આદલસર જેવા ગામની અંદર હજુયે આ પરંપરા યથાવત
બળેવા તળાવમાં ડુબકી લગાવીને પરત ફરે ત્યારબાદ માટલીઓ ફોડે છે. તે માટલીમાંથી નીકળતી કાટલીઓ અને ઠીકરીઓ લેવા ગ્રામજનો પડાપડી કરતા હોય છે. કારણ કે આ ઠીકરીઓને જો અનાજના કોઠારમાં રાખવામાં આવે છે તો અનાજ વર્ષ દરમિયાન બગડતુ નથી અને અનાજના ભંડારા ભરેલા રહે છે. આદલસર જેવા ગામની અંદર હજુયે આ પરંપરા જાળવી રાખી છે.
ચરમાળીયા દાદાના મંદિરથી જોગણી માતાના રથની કરવામાં આવે છે શરૂઆત
જોગણી માતાના રથની શરૂઆત ગામમાં સાંજે ચરમાળીયા દાદાના મંદિરથી કરવામાં આવે છે. આ રથની સાથે કાચા દોરા અને ગામની ફરતે દુધની ધારાવહી કરવામાં આવે છે અને જોગણી માતાનો રથ ગામમાં ફેરવવામાં આવે છે. જેથી કોઈપણ પ્રકારનો રોગચાળો આવતો નથી તેવુ માનવામાં આવે છે. ગામના પાદરે આવીને ચાચર ભરવામાં આવે છે. જ્યારે કડુ ગામની અંદર ચારેય બળેવાની દોડ લગાવવામાં આવે છે અને એ દોડમાં જે પ્રથમ આવે છે, તેને ગામના લોકો દ્વારા બનાવેલ લાકડાનું હળ પુરસ્કારરૂપે આપવામાં આવે છે. ત્યારબાદ ગ્રામજનોમાં પ્રસાદની વહેંચણી કરવામાં આવે છે અને કાર્યક્રમનું સમાપન કરવામાં આવે છે.