Surendranagar: નડિયાદમાંથી અપહ્યત બાળા પરનાળા ગામેથી મળી આવી

લીંબડી પોલીસે બાળાને શોધી વાલીને સોંપીનડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન ગુમ નોંધ સાથે અપહરણની ફરિયાદ દાખલ કરાવી હતી વાવડ મળતા બાળકીની શોધખોળ કરતા તેના પરિવારજનો લીંબડી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા ખેડા જિલ્લાના નડિયાદ શહેરના છેવાડાના પરા વિસ્તારમાંથી થોડા દિવસ પહેલાં 8 વર્ષની બાળકી ગુમ થતા તેના પરિવારજનોએ ભારે શોધખોળના અંતે નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન ગુમ નોંધ સાથે અપહરણની ફરિયાદ દાખલ કરાવી હતી. આ બાળકીનુ અપહરણ થયા બાદ તે લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હોવાના વાવડ મળતા બાળકીની શોધખોળ કરતા તેના પરિવારજનો લીંબડી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. નાયબ પોલીસ અધિક્ષક વી.એમ. રબારી તથા સીપીઆઈ એચ. એમ. પુવારના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ઝેડ. એલ. ઓડેદરા તથા એએસઆઇ મિતુલભાઇ પટેલ તથા મહિલા પોલીસ વિલાસબેન અને હર્ષાબેન પરનાળા ગામે પહોંચ્યા હતા અને શંકાસ્પદ વ્યક્તિની અટક કરી પુછપરછ કરતા નડિયાદમાંથી ઉઠાવેલી બાળકી લીંબડી થઈ પરનાળાના પરા વિસ્તારમાં એક પરિવારના પાસે છુપાવી રાખી હોવાનું જાણવા મળતા લીંબડી પોલીસે બાળકીને શોધી કાઢી હતી. અને મોડી રાત્રે તેને નડિયાદ રૂરલ પોલીસની હાજરીમાં પરિવારજનોને સોંપવામાં આવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. જ્યારે બાળકીના અપહરણમા સંડોવાયેલા બે શખ્સોની પણ અટક કરી નડિયાદ પોલીસને સોંપવામાં આવ્યા હતા.

Surendranagar: નડિયાદમાંથી અપહ્યત બાળા પરનાળા ગામેથી મળી આવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લીંબડી પોલીસે બાળાને શોધી વાલીને સોંપી
  • નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન ગુમ નોંધ સાથે અપહરણની ફરિયાદ દાખલ કરાવી હતી
  • વાવડ મળતા બાળકીની શોધખોળ કરતા તેના પરિવારજનો લીંબડી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા

ખેડા જિલ્લાના નડિયાદ શહેરના છેવાડાના પરા વિસ્તારમાંથી થોડા દિવસ પહેલાં 8 વર્ષની બાળકી ગુમ થતા તેના પરિવારજનોએ ભારે શોધખોળના અંતે નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન ગુમ નોંધ સાથે અપહરણની ફરિયાદ દાખલ કરાવી હતી.

આ બાળકીનુ અપહરણ થયા બાદ તે લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હોવાના વાવડ મળતા બાળકીની શોધખોળ કરતા તેના પરિવારજનો લીંબડી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. નાયબ પોલીસ અધિક્ષક વી.એમ. રબારી તથા સીપીઆઈ એચ. એમ. પુવારના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ઝેડ. એલ. ઓડેદરા તથા એએસઆઇ મિતુલભાઇ પટેલ તથા મહિલા પોલીસ વિલાસબેન અને હર્ષાબેન પરનાળા ગામે પહોંચ્યા હતા અને શંકાસ્પદ વ્યક્તિની અટક કરી પુછપરછ કરતા નડિયાદમાંથી ઉઠાવેલી બાળકી લીંબડી થઈ પરનાળાના પરા વિસ્તારમાં એક પરિવારના પાસે છુપાવી રાખી હોવાનું જાણવા મળતા લીંબડી પોલીસે બાળકીને શોધી કાઢી હતી. અને મોડી રાત્રે તેને નડિયાદ રૂરલ પોલીસની હાજરીમાં પરિવારજનોને સોંપવામાં આવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. જ્યારે બાળકીના અપહરણમા સંડોવાયેલા બે શખ્સોની પણ અટક કરી નડિયાદ પોલીસને સોંપવામાં આવ્યા હતા.