Surendranagar : નકલી ઈન્કમટેક્સ ઓફિસર બનીને 6.50 લાખની લૂંટ ચલાવનારા આરોપીઓ પોલીસના સકંજામાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના આદરીયાણામાં નકલી ઈન્કમટેક્સ ઓફિસરો બની સોનીના ઘરે 6.50 લાખની લૂંટ ચલાવનાર ગેંગનો મુખ્ય સૂત્રધાર ફરિયાદીના મામાનો દીકરો જ નીકળ્યો છે. ઝીંઝુવાડા પોલીસે ડાકોરથી ફરિયાદીના મામાના દીકરા સહીત આ કેસમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને સીસીટીવીની મદદથી ઝડપી પડ્યા છે, જયારે અન્ય બે આરોપીઓ હજુ પણ ફરાર છે.
કૌટુંબિક ભાઈએ જ ચલાવી લૂંટ
આદરીયાણા ગામમાં રહેતા નિતિનભાઈ માંડલિયા નામના સોનીના ઘરે નકલી ઈન્કમટેક્સ ઓફિસર બની લૂંટ ચલાવી હતી. જેમાં આરોપીઓએ કેસ પતાવવા માટે પહેલા 10 લાખ અને પછી 6.50 લાખની માગણી કરી હતી. ભયના લીધે નિતિનભાઈએ 1.31 લાખ રોકડા અને 5.19 લાખ રૂપિયાનું 5.4 તોલા સોનું આપ્યું હતું. જે અંગે ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ઝીંઝુવાડા પીઆઈ સહિતના પોલીસ સ્ટાફે ફરિયાદીની આદરીયાણા ગામે આવેલી સોનીની દુકાનના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરુ કરી હતી. આ કેસમાં મુખ્ય સૂત્રધાર એવા ફરિયાદી નિતિનભાઈ માંડલિયાના ડાકોર ખાતે રહેતા સગા મામાના દીકરા રાકેશ જયંતીભાઈ સોનીની અટક કરી તપાસ કરતા એને આદરીયાણા ગામે રહેતા કૌટુંબિક ભાઈ સાથે અગાઉ થયેલા અણબનાવને ધ્યાનમાં રાખીને પોતાના મિત્ર રાજ વિજયભાઈ પંડ્યા સાથે મળીને આદરીયાણાના નીતિનભાઈ માંડલિયાના ઘરે નકલી ઇન્કમટેક્ષ ઓફિસર બની રૂપિયા 6.50 લાખની લૂંટ ચલાવવાનો પ્લાન બનાવ્યો હતો.
પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી
જેમને ઝીંઝુવાડા પોલીસે આ કેસમાં પ્રથમ આરોપી રાજ વિજયભાઈ પંડ્યાની અટક કરી એક દિવસના રિમાન્ડ મેળવી હાલ જેલ હવાલે કરાયો છે. પૂછપરછમાં અન્ય ત્રણ આરોપીઓમાં ફરિયાદીનો મામાનો દિકરો રાકેશ જયંતીભાઈ સોની, મનોજ કમલેશ સિંધી અને નંદુ નરહરીભાઈ વાસ્તેકરની અટક કરી આજે કોર્ટમાં રજૂ કરી 21 તારીખ સુધીના રીમાન્ડ મેળવ્યા છે. હાલમાં પકડાયેલા આરોપીઓ પાસેથી 100 ટકા મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે અને આ ગુનામાં વપરાયેલી બંને કાર પણ પોલીસે જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
What's Your Reaction?






