Surendranagar: દસાડામાં પાકિસ્તાની હિન્દુ શરણાર્થીની ભારતમાં પહેલી દિવાળી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં એક માસ પહેલા પાકિસ્તાનથી ગઢવી હિન્દુ પરિવાર કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી 45 દિવસના વિઝા મેળવી રહી રહ્યો છે. આ શરણાર્થી પરિવારનો તમામ ખર્ચ આદરીયાણાનો ગઢવી પરિવાર ઉઠાવી રહ્યો છે ત્યારે આ શરણાર્થી પરિવારની પ્રથમ દિવાળી અને નૂતન વર્ષ છે. તેવામાં સુરેન્દ્રનગર જિલ્લા પૂર્વ ભાજપ પ્રમુખ તથા સંઘ પરિવાર દ્વારા શરણાર્થીની પરિવાર સાથે શુભેચ્છા મુલાકાત લઈ મીઠાઈ આપી પોતીકાપણું વ્યક્ત કર્યું હતું. ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે જુદા થયા હતા ભારત પાકિસ્તાનના ભાગલા વખતે અનેક હિન્દુ પરિવારો પાકિસ્તાનમાં વસવાટ કર્યો હતો, અને તેમના જ અમુક પરિવારના સભ્યો ભારતમાં વસવાટ કર્યો હતો. ત્યારે વર્ષો બાદ અનેક હિન્દુ પરિવાર ભારત તરફ આવી અને ભારતના નાગરિક બની રહ્યા છે તેવામાં વર્ષો પહેલા પોતાના પરિવારથી વિખુટા પડેલ અને પાકિસ્તાનમાં રહેતા એક હિન્દુ ગઢવી પરિવારના 36 સભ્યો કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી 45 દિવસના વિઝા મેળવી સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડી તથા આદરીયાણા ગામમાં વસી રહ્યા છે. જેમનો તમામ ખર્ચ આદરીયાણાના એક ગઢવી પરિવાર ઉઠાવી રહ્યા છે. આ શરણાર્થીઓને અજુગતું ન લાગે અને પોતાના જ મલકમાં આવ્યા હોય તેવા આશયથી પાટડી શહેર ભાજપ પ્રમુખ, દસાડા ગ્રામ્ય ભાજપ પ્રમુખ,પાટડી નગર પાલિકા પૂર્વ પ્રમુખ તથા સગઠાના હોદ્દેદારો તથા સનાતની વિચારધારા સાથે જોડાયેલા RSSના રઘુભાઈ ખાંભલા અને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ દિલીપ પટેલ તથા પાટડીના ગઢવી પરિવારોએ ઉપસ્થિત રહી બાળકો સહિતના સભ્યોને મીઠાઈ આપી નવા વર્ષની શુભકામના અને દિવાળીની શુભકામના પાઠવી હતી. CAAના કાયદાની પ્રશંસા કરવામાં આવી સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ સંગઠનના પૂર્વ પ્રમુખ દ્વારા CAA તથા પ્રધાનમંત્રી અને ગૃહ મંત્રીની સરાહના કરવામાં આવી હતી. તથા ભારતીય જનતા પાર્ટી પ્રેરિત સરકાર સનાતનની વિચારધારાને વંદન કરવામાં આવ્યા હતા. શરણાર્થી પરિવારો દ્વારા પણ તમામ લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ભાજપાના ઉપસ્થિત આગેવાનો દ્વારા તેમના બાળકોના શિક્ષણ અને રોજગારીની ચિંતા વ્યક્ત કરતાં પોતિકાપણું અનુભવ્યું હોવાનું જણાવ્યું હતું શરણાર્થી પરિવાર અને મહિલાઓ આજે પણ સંસ્કૃતિ સાથે જોડાયેલ જોવા મળ્યો હતો. આ પરિવારને પાકિસ્તાનમાં મોટા પ્રમાણમાં જમીન અને સારો એવો વ્યવસાય હોવાનું પણ સામે આવ્યું છે છતાં ભારતમાં આવી ભવિષ્યમાં ભારતીય નાગરિક બને તેવી આશા વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.

Surendranagar: દસાડામાં પાકિસ્તાની હિન્દુ શરણાર્થીની ભારતમાં પહેલી દિવાળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં એક માસ પહેલા પાકિસ્તાનથી ગઢવી હિન્દુ પરિવાર કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી 45 દિવસના વિઝા મેળવી રહી રહ્યો છે. આ શરણાર્થી પરિવારનો તમામ ખર્ચ આદરીયાણાનો ગઢવી પરિવાર ઉઠાવી રહ્યો છે ત્યારે આ શરણાર્થી પરિવારની પ્રથમ દિવાળી અને નૂતન વર્ષ છે. તેવામાં સુરેન્દ્રનગર જિલ્લા પૂર્વ ભાજપ પ્રમુખ તથા સંઘ પરિવાર દ્વારા શરણાર્થીની પરિવાર સાથે શુભેચ્છા મુલાકાત લઈ મીઠાઈ આપી પોતીકાપણું વ્યક્ત કર્યું હતું.


ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે જુદા થયા હતા

ભારત પાકિસ્તાનના ભાગલા વખતે અનેક હિન્દુ પરિવારો પાકિસ્તાનમાં વસવાટ કર્યો હતો, અને તેમના જ અમુક પરિવારના સભ્યો ભારતમાં વસવાટ કર્યો હતો. ત્યારે વર્ષો બાદ અનેક હિન્દુ પરિવાર ભારત તરફ આવી અને ભારતના નાગરિક બની રહ્યા છે તેવામાં વર્ષો પહેલા પોતાના પરિવારથી વિખુટા પડેલ અને પાકિસ્તાનમાં રહેતા એક હિન્દુ ગઢવી પરિવારના 36 સભ્યો કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી 45 દિવસના વિઝા મેળવી સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડી તથા આદરીયાણા ગામમાં વસી રહ્યા છે. જેમનો તમામ ખર્ચ આદરીયાણાના એક ગઢવી પરિવાર ઉઠાવી રહ્યા છે. આ શરણાર્થીઓને અજુગતું ન લાગે અને પોતાના જ મલકમાં આવ્યા હોય તેવા આશયથી પાટડી શહેર ભાજપ પ્રમુખ, દસાડા ગ્રામ્ય ભાજપ પ્રમુખ,પાટડી નગર પાલિકા પૂર્વ પ્રમુખ તથા સગઠાના હોદ્દેદારો તથા સનાતની વિચારધારા સાથે જોડાયેલા RSSના રઘુભાઈ ખાંભલા અને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ દિલીપ પટેલ તથા પાટડીના ગઢવી પરિવારોએ ઉપસ્થિત રહી બાળકો સહિતના સભ્યોને મીઠાઈ આપી નવા વર્ષની શુભકામના અને દિવાળીની શુભકામના પાઠવી હતી.


CAAના કાયદાની પ્રશંસા કરવામાં આવી

સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ સંગઠનના પૂર્વ પ્રમુખ દ્વારા CAA તથા પ્રધાનમંત્રી અને ગૃહ મંત્રીની સરાહના કરવામાં આવી હતી. તથા ભારતીય જનતા પાર્ટી પ્રેરિત સરકાર સનાતનની વિચારધારાને વંદન કરવામાં આવ્યા હતા. શરણાર્થી પરિવારો દ્વારા પણ તમામ લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ભાજપાના ઉપસ્થિત આગેવાનો દ્વારા તેમના બાળકોના શિક્ષણ અને રોજગારીની ચિંતા વ્યક્ત કરતાં પોતિકાપણું અનુભવ્યું હોવાનું જણાવ્યું હતું

શરણાર્થી પરિવાર અને મહિલાઓ આજે પણ સંસ્કૃતિ સાથે જોડાયેલ જોવા મળ્યો હતો. આ પરિવારને પાકિસ્તાનમાં મોટા પ્રમાણમાં જમીન અને સારો એવો વ્યવસાય હોવાનું પણ સામે આવ્યું છે છતાં ભારતમાં આવી ભવિષ્યમાં ભારતીય નાગરિક બને તેવી આશા વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.