Surendranagar: જુગારધારાના આરોપીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગત તા. 21-9-24ના રોજ દસાડાના વડગામના રસ્તે જુગારની રેડ કરી હતી. જેમાં પોલીસ પર હુમલો અને લૂંટ કેસનો આરોપી જુગારધામ ચલાવતો હોવાનું સામે આવ્યુ હતુ. ત્યારે જિલ્લા પોલીસ વડા દ્વારા આરોપીની કલેકટર સમક્ષ કરાયેલ પાસાની દરખાસ્ત મંજુર કરાઈ છે. અને આરોપીને વડોદરા જેલ હવાલે કરાયો છે.વર્ષ 2024ની શરૂઆતમાં પાટણ તાલુકાના સમી પોલીસ મથકે નોંધાયેલ દારૂ કેસના ફરાર આરોપીને પકડવા ગયેલી પોલીસ પર છરી, લાકડાના ધોકા, લોખંડના પાઈપ વડે હુમલો કરી રૂપીયા 40,500ની લૂંટ ચલાવવાનો બનાવ બન્યો હતો. આ બનાવમાં 26 આરોપીઓ સામે ફરિયાદ થઈ હતી. જેમાંનો એક આરોપી રાજદીપસીંહ ભાથીભા ઝાલા આ કેસમાં પકડાયા બાદ જામીન પર છુટયો હતો. અને તે વડગામના રસ્તે જુગારધામ ચલાવતો હોવાની બાતમી મળતા એસએમસીની ટીમે તા. 21-9-24ના રોજ રેડ કરી હતી. જેમાં જુગાર રમાડનાર રાજદીપસીંહ ભાથીભા ઝાલા સહિત 10 જુગારીયાઓ રોકડ, મોબાઈલ, બાઈક, કાર સહિત રૂપીયા 4,79,760ની મત્તા સાથે ઝડપાયા હતા. ત્યારે જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશ પંડયા દ્વારા આરોપીની પાસાની દરખાસ્ત કલેકટર કચેરીમાં રજુ કરાઈ હતી. જેમાં કલેકટર કે.સી.સંપતે પાસાની દરખાસ્ત મંજુર કરી પાસાનું વોરંટ ઈસ્યુ કર્યુ હતુ. જેમાં એલસીબી પીઆઈ જે.જે.જાડેજા સહિતની ટીમે આરોપી રાજદીપસીંહ ભાથીભા ઝાલાની અટક કરી હતી. અને તેને વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરાયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં રીઢા આરોપી સામે પાસાનું શસ્ત્ર ઉગામાતા અન્ય આરોપીઓમાં ફફડાટ ફેલાયો છે.

Surendranagar: જુગારધારાના આરોપીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગત તા. 21-9-24ના રોજ દસાડાના વડગામના રસ્તે જુગારની રેડ કરી હતી. જેમાં પોલીસ પર હુમલો અને લૂંટ કેસનો આરોપી જુગારધામ ચલાવતો હોવાનું સામે આવ્યુ હતુ. ત્યારે જિલ્લા પોલીસ વડા દ્વારા આરોપીની કલેકટર સમક્ષ કરાયેલ પાસાની દરખાસ્ત મંજુર કરાઈ છે. અને આરોપીને વડોદરા જેલ હવાલે કરાયો છે.

વર્ષ 2024ની શરૂઆતમાં પાટણ તાલુકાના સમી પોલીસ મથકે નોંધાયેલ દારૂ કેસના ફરાર આરોપીને પકડવા ગયેલી પોલીસ પર છરી, લાકડાના ધોકા, લોખંડના પાઈપ વડે હુમલો કરી રૂપીયા 40,500ની લૂંટ ચલાવવાનો બનાવ બન્યો હતો. આ બનાવમાં 26 આરોપીઓ સામે ફરિયાદ થઈ હતી. જેમાંનો એક આરોપી રાજદીપસીંહ ભાથીભા ઝાલા આ કેસમાં પકડાયા બાદ જામીન પર છુટયો હતો. અને તે વડગામના રસ્તે જુગારધામ ચલાવતો હોવાની બાતમી મળતા એસએમસીની ટીમે તા. 21-9-24ના રોજ રેડ કરી હતી. જેમાં જુગાર રમાડનાર રાજદીપસીંહ ભાથીભા ઝાલા સહિત 10 જુગારીયાઓ રોકડ, મોબાઈલ, બાઈક, કાર સહિત રૂપીયા 4,79,760ની મત્તા સાથે ઝડપાયા હતા. ત્યારે જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશ પંડયા દ્વારા આરોપીની પાસાની દરખાસ્ત કલેકટર કચેરીમાં રજુ કરાઈ હતી. જેમાં કલેકટર કે.સી.સંપતે પાસાની દરખાસ્ત મંજુર કરી પાસાનું વોરંટ ઈસ્યુ કર્યુ હતુ. જેમાં એલસીબી પીઆઈ જે.જે.જાડેજા સહિતની ટીમે આરોપી રાજદીપસીંહ ભાથીભા ઝાલાની અટક કરી હતી. અને તેને વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરાયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં રીઢા આરોપી સામે પાસાનું શસ્ત્ર ઉગામાતા અન્ય આરોપીઓમાં ફફડાટ ફેલાયો છે.