Surendranagar: જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિનું અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં મોત

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પુર્વ મહિલા પ્રમુખ અને તેમના પતિ ગુરૂવારે સવારે મોર્નીંગ વોક માટે નીકળ્યા હતા. ત્યારે બજાણા હાઈવે પર કોઈ અજાણ્યા વાહને બન્નેને અડફેટે લીધા હતા. જેમાં પુર્વ પ્રમુખના પતિનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત થયુ છે.સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. તેમાં પણ દસાડા તાલુકામાં દોડતા ભારે વાહનો મોટાભાગે અકસ્માતનું કારણ બને છે. ત્યારે આવા જ એક અકસ્માતમાં જિલ્લા પંચાયતના પુર્વ મહિલા પ્રમુખના પતિનું મોત થયુ છે. મળતી માહીતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પુર્વ મહિલા પ્રમુખ રહી ચુકેલા અમરબેન પુંજાભાઈ મેરાણી બજાણા ગામે રહે છે. તા. 31ના રોજ સવારે તેઓ પતિ પુંજાભાઈ મેરાણી સાથે મોર્નીંગ વોક પર નીકળ્યા હતા. ત્યારે કોઈ અજાણ્યા વાહને તેઓને અડફેટે લીધા હતા અને વાહનચાલકો ફરાર થઈ ગયા હતા. આ અકસ્માતમાં પુંજાભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થયુ છે. જયારે અમરબેનને સારવાર માટે વિરમગામ લઈ જવાયા હતા. મૃતક પુંજાભાઈના મૃતદેહને પીએમ માટે પાટડી સરકારી હોસ્પીટલ લઈ જવાતા ધારાસભ્ય પી.કે.પરમાર, દીલીપભાઈ પટેલ, વિપુલભાઈ મેરાણી સહિતના રાજકીય આગેવાનો, મોટી સંખ્યામાં સમાજના આગેવાનો હોસ્પીટલ ઉમટી પડયા હતા. જયારે પોલીસે બનાવની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

Surendranagar: જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિનું અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પુર્વ મહિલા પ્રમુખ અને તેમના પતિ ગુરૂવારે સવારે મોર્નીંગ વોક માટે નીકળ્યા હતા. ત્યારે બજાણા હાઈવે પર કોઈ અજાણ્યા વાહને બન્નેને અડફેટે લીધા હતા. જેમાં પુર્વ પ્રમુખના પતિનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત થયુ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. તેમાં પણ દસાડા તાલુકામાં દોડતા ભારે વાહનો મોટાભાગે અકસ્માતનું કારણ બને છે. ત્યારે આવા જ એક અકસ્માતમાં જિલ્લા પંચાયતના પુર્વ મહિલા પ્રમુખના પતિનું મોત થયુ છે. મળતી માહીતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પુર્વ મહિલા પ્રમુખ રહી ચુકેલા અમરબેન પુંજાભાઈ મેરાણી બજાણા ગામે રહે છે. તા. 31ના રોજ સવારે તેઓ પતિ પુંજાભાઈ મેરાણી સાથે મોર્નીંગ વોક પર નીકળ્યા હતા. ત્યારે કોઈ અજાણ્યા વાહને તેઓને અડફેટે લીધા હતા અને વાહનચાલકો ફરાર થઈ ગયા હતા. આ અકસ્માતમાં પુંજાભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થયુ છે. જયારે અમરબેનને સારવાર માટે વિરમગામ લઈ જવાયા હતા. મૃતક પુંજાભાઈના મૃતદેહને પીએમ માટે પાટડી સરકારી હોસ્પીટલ લઈ જવાતા ધારાસભ્ય પી.કે.પરમાર, દીલીપભાઈ પટેલ, વિપુલભાઈ મેરાણી સહિતના રાજકીય આગેવાનો, મોટી સંખ્યામાં સમાજના આગેવાનો હોસ્પીટલ ઉમટી પડયા હતા. જયારે પોલીસે બનાવની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.