Surendranagar: કોટન ફેક્ટરીના રૂ. 200 કરોડથી વધુના ઉઠમણાથી ખેડૂતો-વેપારીઓમાં દોડધામ મચી
ચોટીલા-થાન હાઈવે પરની જિનિંગ મિલમાં કામ કરતા 250 શ્રામિકોને પગાર કર્યા વગર જ સંચાલકો છૂમંતરભોગ બનેલા ખેડૂતો, વેપારીઓની વિગતો એકઠી કરી ફરિયાદની કાર્યવાહી કરાશે : PI ચોટીલા માર્કેટિંગ યાર્ડના વેપારીઓ, ખેડૂતો મોટી રકમનો ભોગ બન્યા હોવાથી ચેરમેન પણ મિલ પર દોડી ગયા હતા ચોટીલા થાન હાઇવે ઉપરની કોટન ફેકટરીના સંચાલકો દ્વારા 200 કરોડ જેટલી રકમનું ઉઠમણુ કરી નાસી ગયા બાદ મોટી સંખ્યામાં ખેડૂતો, મજૂરો અને વેપારીઓ ફેકટરીએ દોડી ગયા હતા. ફેકટરીને રાતોરાત આવજો કરીને નાસી ગયેલા સંચાલકો બાદ માત્ર મજૂરો જ હાજર હોઇ અનિચ્છનીય ઘટના ન બને એ માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દઇ ચોટીલા પોલીસે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. વધુ પ્રાપ્ત વિગતો અનુસાર ચોટીલા થાનગઢ હાઇવે ઉપર સિધ્ધનામ કોટેક્ષ પ્રા. લિ. નામની ફેકટરીમાં જીનીંગ અને સ્પીનીંગની કામગીરી કરાતી હતી. એકાએક કંપની મંદીમાં સપડાઇ હોય એમ વેપારીઓ અને ખેડૂતોને ગત તા. 15મી ઓગસ્ટ નજીકની તારીખના ચેક આપ્યા હતા. પરંતુ ખેડૂતોને આપેલા ચેક પાસ ન થતા અને વેપારીઓને આપેલા સમયે નાણાં નહીં મળતા પેઢી ગયાની જાણ થતા મંગળવારે મોટી સંખ્યામાં વેપારીઓ અને ખેડૂતો ફેકટરી સામે ઉમટી પડયા હતા. બીજી તરફ ફેકટરીમાં કામ કરતા 250 જેટલા મજૂરોને પણ પગાર ચૂકવ્યો ન હતો. જેથી તેઓ પણ ફેકટરી સામે પહોચી ગયા હતા. બીજી તરફ ફેકટરી સંચાલકો કે મેનેજર સહિતના તમામ સ્ટાફ ફેકટરી છોડીને ચાલી ગયા હોવાથી માત્ર પરપ્રાંતીય શ્રામીકો જ હાજર હતા. જેથી કોઇ અનિચ્છનીય ઘટના ન બને એ માટે ચોટીલા પી.આઇ. આઇ.બી.વલવીએ ફેકટરી ઉપર તુરત જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. તાલુકા ગ્રામ્યના ખેડૂતોની સાથે ચોટીલા એપીએમસીના વેપારીઓના પણ નાણા ચુકવવાના બાકી હતા. ખેડૂતો, વેપારીઓની રજૂઆતના પગલે ચોટીલા એપીએમસીના ચેરમેન જયરાજભાઇ ભરતભાઇ ધાંધલ પણ તાત્કાલિક ફેકટરી ઉપર પહોચી ગયા હતા અને જે લોકોને નાણા લેવાના બાકી છે એ લોકોને ફરિયાદ કરાવવા માટેની તેઓએ કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આમ પ્રાથમીક જાણકારી મુજબ રૂ. 200 કરોડનું ઉઠમણુ કરી સંચાલકો નાસી ગયાનું જાણવા મળ્યુ છે. APMCના ચેરમેન પણ તાત્કાલિક દોડી ગયા ચોટીલા એપીએમસીના ચેરમેન જયરાજભાઇ ધાંધલે જણાવેલ કે તાલુકા ગ્રામ્યના ખેડૂતો અને એપીએમસીના વેપારીઓ સહિતનાનું આશરે 200 કરોડ રૂપિયાનું ઉઠમણું કરી જીનીંગ ફેટકરીના સંચાલકો નાસી ગયા છે. આથી તેઓ પોલીસ ફરિયાદ કરાવવા માટે કાર્યવાહી કરાવી રહયા છીએ. તમામ ખેડૂતોની ફરિયાદ એકસાથે દાખલ કરાશે ચોટીલા પોલીસ મથકના પીઆઇ આઇ. બી. વલવીએ જણાવેલ કે ફેકટરી પાસેથી નાણાં લેવાના બાકી હોય એવા ખેડૂતો ફરિયાદ કરવા આવી રહયા છે. મોટાભાગના ભોગ બનેલાની વિગતો આવી જાય એટલે એક સાથે ફરિયાદ દાખલ કરીશું. 250 મજૂરોને ખાવાના પણ ફાંફાં થયાં ફેકટરીના સંચાલકો પગાર આપ્યા વગર જ ચાલ્યા ગયા બાદ મજૂરો અને તેમના પરિવારજનોને હાલ શ્રાવણ માસના તહેવારોના દિવસોમાં ખાવાના પણ ફાંફા હોવાથી ચોટીલા પીઆઇ વલવીએ ચોટીલા શહેરના વેપારીઓ સાથે સંકલન કરી મજૂરોને જમવાની વ્યવસ્થા કરી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ચોટીલા-થાન હાઈવે પરની જિનિંગ મિલમાં કામ કરતા 250 શ્રામિકોને પગાર કર્યા વગર જ સંચાલકો છૂમંતર
- ભોગ બનેલા ખેડૂતો, વેપારીઓની વિગતો એકઠી કરી ફરિયાદની કાર્યવાહી કરાશે : PI
- ચોટીલા માર્કેટિંગ યાર્ડના વેપારીઓ, ખેડૂતો મોટી રકમનો ભોગ બન્યા હોવાથી ચેરમેન પણ મિલ પર દોડી ગયા હતા
ચોટીલા થાન હાઇવે ઉપરની કોટન ફેકટરીના સંચાલકો દ્વારા 200 કરોડ જેટલી રકમનું ઉઠમણુ કરી નાસી ગયા બાદ મોટી સંખ્યામાં ખેડૂતો, મજૂરો અને વેપારીઓ ફેકટરીએ દોડી ગયા હતા. ફેકટરીને રાતોરાત આવજો કરીને નાસી ગયેલા સંચાલકો બાદ માત્ર મજૂરો જ હાજર હોઇ અનિચ્છનીય ઘટના ન બને એ માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દઇ ચોટીલા પોલીસે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.
વધુ પ્રાપ્ત વિગતો અનુસાર ચોટીલા થાનગઢ હાઇવે ઉપર સિધ્ધનામ કોટેક્ષ પ્રા. લિ. નામની ફેકટરીમાં જીનીંગ અને સ્પીનીંગની કામગીરી કરાતી હતી. એકાએક કંપની મંદીમાં સપડાઇ હોય એમ વેપારીઓ અને ખેડૂતોને ગત તા. 15મી ઓગસ્ટ નજીકની તારીખના ચેક આપ્યા હતા. પરંતુ ખેડૂતોને આપેલા ચેક પાસ ન થતા અને વેપારીઓને આપેલા સમયે નાણાં નહીં મળતા પેઢી ગયાની જાણ થતા મંગળવારે મોટી સંખ્યામાં વેપારીઓ અને ખેડૂતો ફેકટરી સામે ઉમટી પડયા હતા. બીજી તરફ ફેકટરીમાં કામ કરતા 250 જેટલા મજૂરોને પણ પગાર ચૂકવ્યો ન હતો. જેથી તેઓ પણ ફેકટરી સામે પહોચી ગયા હતા. બીજી તરફ ફેકટરી સંચાલકો કે મેનેજર સહિતના તમામ સ્ટાફ ફેકટરી છોડીને ચાલી ગયા હોવાથી માત્ર પરપ્રાંતીય શ્રામીકો જ હાજર હતા. જેથી કોઇ અનિચ્છનીય ઘટના ન બને એ માટે ચોટીલા પી.આઇ. આઇ.બી.વલવીએ ફેકટરી ઉપર તુરત જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. તાલુકા ગ્રામ્યના ખેડૂતોની સાથે ચોટીલા એપીએમસીના વેપારીઓના પણ નાણા ચુકવવાના બાકી હતા. ખેડૂતો, વેપારીઓની રજૂઆતના પગલે ચોટીલા એપીએમસીના ચેરમેન જયરાજભાઇ ભરતભાઇ ધાંધલ પણ તાત્કાલિક ફેકટરી ઉપર પહોચી ગયા હતા અને જે લોકોને નાણા લેવાના બાકી છે એ લોકોને ફરિયાદ કરાવવા માટેની તેઓએ કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આમ પ્રાથમીક જાણકારી મુજબ રૂ. 200 કરોડનું ઉઠમણુ કરી સંચાલકો નાસી ગયાનું જાણવા મળ્યુ છે.
APMCના ચેરમેન પણ તાત્કાલિક દોડી ગયા
ચોટીલા એપીએમસીના ચેરમેન જયરાજભાઇ ધાંધલે જણાવેલ કે તાલુકા ગ્રામ્યના ખેડૂતો અને એપીએમસીના વેપારીઓ સહિતનાનું આશરે 200 કરોડ રૂપિયાનું ઉઠમણું કરી જીનીંગ ફેટકરીના સંચાલકો નાસી ગયા છે. આથી તેઓ પોલીસ ફરિયાદ કરાવવા માટે કાર્યવાહી કરાવી રહયા છીએ.
તમામ ખેડૂતોની ફરિયાદ એકસાથે દાખલ કરાશે
ચોટીલા પોલીસ મથકના પીઆઇ આઇ. બી. વલવીએ જણાવેલ કે ફેકટરી પાસેથી નાણાં લેવાના બાકી હોય એવા ખેડૂતો ફરિયાદ કરવા આવી રહયા છે. મોટાભાગના ભોગ બનેલાની વિગતો આવી જાય એટલે એક સાથે ફરિયાદ દાખલ કરીશું.
250 મજૂરોને ખાવાના પણ ફાંફાં થયાં
ફેકટરીના સંચાલકો પગાર આપ્યા વગર જ ચાલ્યા ગયા બાદ મજૂરો અને તેમના પરિવારજનોને હાલ શ્રાવણ માસના તહેવારોના દિવસોમાં ખાવાના પણ ફાંફા હોવાથી ચોટીલા પીઆઇ વલવીએ ચોટીલા શહેરના વેપારીઓ સાથે સંકલન કરી મજૂરોને જમવાની વ્યવસ્થા કરી હતી.