Surendranagarમા દર્શક ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ-ગવાણાનાં આંગણે શરદોત્સવ કાર્યક્રમ યોજાયો
સુરેન્દ્રનગર જિલ્લામાં દસાડા તાલુકાના ગવાણા ગામ સ્થિત દર્શક ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ–ગવાણાનાં આંગણે "સંત અખૈયાજી સાહિત્ય કલા વૃંદ" દ્વારા શરદોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમગ્ર નાડોદા રાજપુત સમાજનાં ઉગતા સાહિત્યકારોને પ્રોત્સાહન આપવા અને બિરદાવવાના હેતુસર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પાટલા પર ભોજન પીરસાયું આ કાર્યક્રમ માટે આર્થિક સહયોગ સંસ્થાનાં માર્ગદર્શક મોહનભાઈ સિંધવ દ્વારા આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સમસ્ત નાડોદા રાજપુત સમાજ ગવાણા હોંશભેર જોડાયા હતા.આ કાર્યક્રમમાં પરંપરાગત ગ્રામીણ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે ગાર - માટી થી ઓરડીઓને લિંપી ભરતકામથી શણગારવામાં આવી હતી. તેમજ કાર્યક્રમમાં પધારેલ તમામ મહેમાનોને પાટલા ઉપર ભોજન પીરસવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ કરાયું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા "એક પેડ, માં કે નામ" અભિયાન શરૂ કરાવ્યું છે. ત્યારે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. દર્શક ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ અનેક સામાજિક પ્રવૃતિઓ કરી રહ્યું છે, જેમાંની એક રણકાંઠા નજીકનો વિસ્તાર એવા દસાડા તાલુકામાં વધુ ને વધુ ગ્રીન કવર થાય તે માટે વૃક્ષારોપણ કરવાની પ્રવૃત્તિ પણ છે. એક પેડ માં કે નામ દુનિયાનો સૌથી અમુલ્ય સંબધ માતા સાથે છે. ત્યારે મા ના નામે વડાપ્રધાને જે "એક પેડ, માં કે નામ" અભિયાનની પહેલ કરી છે તેને વધુ વેગવાન બનાવી, આપણે પણ પોતાની માતાના નામે વૃક્ષો લગાવવા જોઇએ. માતાના નામે વાવેલા વૃક્ષ વર્ષો વર્ષ સુધી મા ની યાદમા રહેશે, તેમજ આ વૃક્ષ હમેશા શિતળ છાયો આપી, વનની સમૃધ્ધિમા વધારો કરશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર જિલ્લામાં દસાડા તાલુકાના ગવાણા ગામ સ્થિત દર્શક ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ–ગવાણાનાં આંગણે "સંત અખૈયાજી સાહિત્ય કલા વૃંદ" દ્વારા શરદોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમગ્ર નાડોદા રાજપુત સમાજનાં ઉગતા સાહિત્યકારોને પ્રોત્સાહન આપવા અને બિરદાવવાના હેતુસર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
પાટલા પર ભોજન પીરસાયું
આ કાર્યક્રમ માટે આર્થિક સહયોગ સંસ્થાનાં માર્ગદર્શક મોહનભાઈ સિંધવ દ્વારા આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સમસ્ત નાડોદા રાજપુત સમાજ ગવાણા હોંશભેર જોડાયા હતા.આ કાર્યક્રમમાં પરંપરાગત ગ્રામીણ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે ગાર - માટી થી ઓરડીઓને લિંપી ભરતકામથી શણગારવામાં આવી હતી. તેમજ કાર્યક્રમમાં પધારેલ તમામ મહેમાનોને પાટલા ઉપર ભોજન પીરસવામાં આવ્યું હતું.
વૃક્ષારોપણ કરાયું
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા "એક પેડ, માં કે નામ" અભિયાન શરૂ કરાવ્યું છે. ત્યારે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. દર્શક ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ અનેક સામાજિક પ્રવૃતિઓ કરી રહ્યું છે, જેમાંની એક રણકાંઠા નજીકનો વિસ્તાર એવા દસાડા તાલુકામાં વધુ ને વધુ ગ્રીન કવર થાય તે માટે વૃક્ષારોપણ કરવાની પ્રવૃત્તિ પણ છે.
એક પેડ માં કે નામ
દુનિયાનો સૌથી અમુલ્ય સંબધ માતા સાથે છે. ત્યારે મા ના નામે વડાપ્રધાને જે "એક પેડ, માં કે નામ" અભિયાનની પહેલ કરી છે તેને વધુ વેગવાન બનાવી, આપણે પણ પોતાની માતાના નામે વૃક્ષો લગાવવા જોઇએ. માતાના નામે વાવેલા વૃક્ષ વર્ષો વર્ષ સુધી મા ની યાદમા રહેશે, તેમજ આ વૃક્ષ હમેશા શિતળ છાયો આપી, વનની સમૃધ્ધિમા વધારો કરશે.