Surendranagarમાં મતદાન મથકો પર જાહેર સુલેહ શાંતિ-કાયદો-વ્યવસ્થા જળવાય તેને લઈ જાહેરનામું પ્રસિદ્ધ

સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/મધ્યસત્ર /પેટા ચૂંટણીઓ અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ, ધાંગધ્રા, લીંબડી નગરપાલિકા તથા લીંબડી તાલુકા પંચાયતની ૧૮-ઉંટડી અને સાયલા તાલુકા પંચાયતની ૫-ધારાડુંગરીની બેઠક પર આગામી તા.૧૬.૦૨.૨૦૨૫નાં રોજ ચૂંટણી યોજાનાર છે. ચૂંટણી હેઠળના વિસ્તારમાં મતદાન મથકો પર જાહેર સુલેહ શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવાય રહે તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.કે.ઓઝા દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. 16 ફેબ્રુઆરી સુધી જાહેરનામું અમલી રહેશે આ જાહેરનામાં અનુસાર, મતદાન મથકોએ મોટી સંખ્યામાં મતદારો પોતાનો મત આપવા એકઠા થવાનો સંભવ હોવાથી જે સ્થળોએ મતદાન થવાનું છે તે મતદાન મથકો પર તથા તેની નજીકના વિસ્તારોમાં મતદાનના દિવસે અડચણ થતી અટકાવવા માટે, જે મતદાન મથકો ઉપર મત આપવા જવાનું છે તે મતદાન મથકોના અધિકૃત પ્રવેશ સ્થાન પાસે એક લાઈનમાં ઉભા રહેવું અને જો સ્ત્રીઓ માટે જુદી લાઈન હોય તો તેમાં તેણીએ ઉભા રહેવું તેમજ દિવ્યાંગ અને સિનીયર સીટીઝન વ્યકિતઓને પ્રાથમિકતા આપવાની રહેશે. મતદારે મતદાન મથકમાં લાઈન મુજબ પોતાના ક્રમાનુસાર એક પછી એક દાખલ થવું. મતદારે પોતાનો મત આપ્યા પછી મતદાન મથક તથા તેના વિસ્તારમાંથી ચાલ્યા જવાનું રહેશે.આ જાહેરનામું સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં તા.૧૬/૦૨/૨૦૨૫ ના દિવસ માટે અમલમાં રહેશે. આ હુકમના ભંગ અથવા ઉલ્લંઘન બદલ મુંબઈ પોલીસ અધિનિયમની કલમ-૧૩૪ તથા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે. 

Surendranagarમાં મતદાન મથકો પર જાહેર સુલેહ શાંતિ-કાયદો-વ્યવસ્થા જળવાય તેને લઈ જાહેરનામું પ્રસિદ્ધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/મધ્યસત્ર /પેટા ચૂંટણીઓ અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ, ધાંગધ્રા, લીંબડી નગરપાલિકા તથા લીંબડી તાલુકા પંચાયતની ૧૮-ઉંટડી અને સાયલા તાલુકા પંચાયતની ૫-ધારાડુંગરીની બેઠક પર આગામી તા.૧૬.૦૨.૨૦૨૫નાં રોજ ચૂંટણી યોજાનાર છે. ચૂંટણી હેઠળના વિસ્તારમાં મતદાન મથકો પર જાહેર સુલેહ શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવાય રહે તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.કે.ઓઝા દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

16 ફેબ્રુઆરી સુધી જાહેરનામું અમલી રહેશે

આ જાહેરનામાં અનુસાર, મતદાન મથકોએ મોટી સંખ્યામાં મતદારો પોતાનો મત આપવા એકઠા થવાનો સંભવ હોવાથી જે સ્થળોએ મતદાન થવાનું છે તે મતદાન મથકો પર તથા તેની નજીકના વિસ્તારોમાં મતદાનના દિવસે અડચણ થતી અટકાવવા માટે, જે મતદાન મથકો ઉપર મત આપવા જવાનું છે તે મતદાન મથકોના અધિકૃત પ્રવેશ સ્થાન પાસે એક લાઈનમાં ઉભા રહેવું અને જો સ્ત્રીઓ માટે જુદી લાઈન હોય તો તેમાં તેણીએ ઉભા રહેવું તેમજ દિવ્યાંગ અને સિનીયર સીટીઝન વ્યકિતઓને પ્રાથમિકતા આપવાની રહેશે. મતદારે મતદાન મથકમાં લાઈન મુજબ પોતાના ક્રમાનુસાર એક પછી એક દાખલ થવું. મતદારે પોતાનો મત આપ્યા પછી મતદાન મથક તથા તેના વિસ્તારમાંથી ચાલ્યા જવાનું રહેશે.આ જાહેરનામું સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં તા.૧૬/૦૨/૨૦૨૫ ના દિવસ માટે અમલમાં રહેશે. આ હુકમના ભંગ અથવા ઉલ્લંઘન બદલ મુંબઈ પોલીસ અધિનિયમની કલમ-૧૩૪ તથા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.