Surendranagarમાં એક તરફ દારૂની મહેફિલ ચાલતી હતી, બીજી તરફ હત્યાને અંજામ અપાયો
સુરેન્દ્રનગરમાં જન્મદિવસની પાર્ટીમાં હત્યાને અંજામ અપાયો છે,ત્યારે જન્મદિવસની ઉજવણી ચાલી રહી હતી તે દરમિયાન દારૂ પીવાની બાબતે બોલાચાલી થઈ હતી અને મિત્રો વચ્ચે માથાકૂટ થતા એક વ્યકિતને ધાબા પરથી નીચે ફેંકીને તેની હત્યા કરવામાં આવી હતી.ચંદન પરમાર નામના યુવકને ધાબા પરથી નીચે ફેંક્યો અને તેની હત્યા કરાઈ છે,ધક્કો મારીને નીચે ફેંકી દેવામાં આવ્યો છે મૃતકને. યુવકને ધાબા પરથી ધક્કો મારી નીચે પાડ્યો આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો યુવકને 25 ફૂટ ઉપરથી નીચે પટકાતા મોત થયું છે,મિત્રની જન્મદિવસની ઉજવણી ચાલી રહી હતી અને તે દરમિયાન માથાકૂટ થઈ હતી તો આ પાર્ટી કરવા મૃતક રાજકોટથી સુરેન્દ્રનગર આવ્યો હતો,મૃતકને પાર્થ વાઘેલા અને વિશાલ સાથે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ સામસામે મારામારી થતા બન્ને મિત્રોએ નશામાં ભાન ભૂલીને મિત્રની હત્યા કરી હતી,ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટયા હતા અને સારવાર મળે તે પહેલા જ ચંદનનું મોત થયું હતુ. હિતેશ મકવાણાના જન્મદિવસની ધાબા પર હતી પાર્ટી સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ પાસે જન્મ દિવસની પાર્ટીમાં દારૂની મહેફિલમાં બોલાચાલી બાદ એકની હત્યા કરાઇ છે.હિતેશ મકવાણાનો જન્મદિવસ હતો અને મિત્રો સાથે દારૂની પાર્ટી કોમ્પલેક્ષસના ધાબે ગોઠવી હતી અને ત્યારબાદ બોલાચાલી થઈ હતી અને હત્યાને અંજામ અપાયો છે આ સમગ્ર કેસમાં પોલીસે બે આરોપી સામે ગુનો નોંધ્યો છે.પોલીસને ધાબા પરથી દારૂની ખાલી બોટલો તેમજ ગ્લાસ મળી આવ્યા છે એટલે પોલીસે પ્રોહિબિશનનો પણ કેસ નોંધ્યો છે. પોલીસે હાથધરી તપાસ ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર કેસને લઈ તપાસ હાથધરી હતી તો બીજી તરફ મૃતકના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે અને પરિવારના નિવેદન અને અન્ય મિત્રોના નિવેદનો પણ નોંધ્યા છે,મૃતદેહનું પીએમ થશે ત્યારબાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે તેવી વાત છે,હાલ પરિવારમાં આક્રંદ છવાયો છે અને પોલીસે આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગરમાં જન્મદિવસની પાર્ટીમાં હત્યાને અંજામ અપાયો છે,ત્યારે જન્મદિવસની ઉજવણી ચાલી રહી હતી તે દરમિયાન દારૂ પીવાની બાબતે બોલાચાલી થઈ હતી અને મિત્રો વચ્ચે માથાકૂટ થતા એક વ્યકિતને ધાબા પરથી નીચે ફેંકીને તેની હત્યા કરવામાં આવી હતી.ચંદન પરમાર નામના યુવકને ધાબા પરથી નીચે ફેંક્યો અને તેની હત્યા કરાઈ છે,ધક્કો મારીને નીચે ફેંકી દેવામાં આવ્યો છે મૃતકને.
યુવકને ધાબા પરથી ધક્કો મારી નીચે પાડ્યો
આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો યુવકને 25 ફૂટ ઉપરથી નીચે પટકાતા મોત થયું છે,મિત્રની જન્મદિવસની ઉજવણી ચાલી રહી હતી અને તે દરમિયાન માથાકૂટ થઈ હતી તો આ પાર્ટી કરવા મૃતક રાજકોટથી સુરેન્દ્રનગર આવ્યો હતો,મૃતકને પાર્થ વાઘેલા અને વિશાલ સાથે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ સામસામે મારામારી થતા બન્ને મિત્રોએ નશામાં ભાન ભૂલીને મિત્રની હત્યા કરી હતી,ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટયા હતા અને સારવાર મળે તે પહેલા જ ચંદનનું મોત થયું હતુ.
હિતેશ મકવાણાના જન્મદિવસની ધાબા પર હતી પાર્ટી
સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ પાસે જન્મ દિવસની પાર્ટીમાં દારૂની મહેફિલમાં બોલાચાલી બાદ એકની હત્યા કરાઇ છે.હિતેશ મકવાણાનો જન્મદિવસ હતો અને મિત્રો સાથે દારૂની પાર્ટી કોમ્પલેક્ષસના ધાબે ગોઠવી હતી અને ત્યારબાદ બોલાચાલી થઈ હતી અને હત્યાને અંજામ અપાયો છે આ સમગ્ર કેસમાં પોલીસે બે આરોપી સામે ગુનો નોંધ્યો છે.પોલીસને ધાબા પરથી દારૂની ખાલી બોટલો તેમજ ગ્લાસ મળી આવ્યા છે એટલે પોલીસે પ્રોહિબિશનનો પણ કેસ નોંધ્યો છે.
પોલીસે હાથધરી તપાસ
ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર કેસને લઈ તપાસ હાથધરી હતી તો બીજી તરફ મૃતકના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે અને પરિવારના નિવેદન અને અન્ય મિત્રોના નિવેદનો પણ નોંધ્યા છે,મૃતદેહનું પીએમ થશે ત્યારબાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે તેવી વાત છે,હાલ પરિવારમાં આક્રંદ છવાયો છે અને પોલીસે આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.