Rajkotમાં આવતીકાલથી 10માં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ થશે
રાજકોટ મહાપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ આવતીકાલે સવારે 9:00 વાગ્યાથી પૂર્વ ઝોનમાં અટલબિહારી બાજપાઈ ઓડિટોરિયમ ખાતેથી થઈ રહ્યો છે.રાજકોટવાસીઓ આ કાર્યક્રમની જરૂર મુલાકાત લે અને તમામ લાભોને લઈ માહિતી મેળવે જરૂરી છે જેથી અગામી સમયમાં તમમા સ્થાનિકોને સરકારી યોજના વિશે વધુ જાણકારી મળે આવતીકાલે શરૂ થશે સેવા સેતુ કાર્યક્રમ આ દસમાં તબક્કાના સેવા સેતુ કેમ્પમાં સરકારની વિવિધ યોજનાઓ જેવી કે, પી.એમ. સ્વનિધિ યોજના, હેલ્થ કેમ્પ, આર.સી.એચ.આયુષ્યમાન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પી.એમ. ભારતીય જન ઔષધી યોજના, આધાર નોંધણી, પી.એમ. આવાસ યોજના (અર્બન), સ્વચ્છ ભારત અભિયાન (અર્બન), પી.એમ. ઈ-બસ સેવા, “અમૃત” યોજના, પી.એમ. ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના, હેલ્થ એન્ડ વેલનેસ કાર્ડ, રેશનકાર્ડ સુધારા, અટલ પેન્શન યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, કુંવરબાઈનું મામેરું યોજના, વરિષ્ઠ પી.એમ. વિશ્વકર્મા યોજના, ઉજાલા યોજના, ખેલો ઇન્ડિયા, ઉડાન યોજના, વંદે ભારત અને અમૃત ભારત સ્ટેશન યોજના અને મામલતદાર કચેરી હસ્તકની સરકારની વિવિધ યોજનાઓ અંગે કામગીરી કરવામાં આવશે. નાગરિકો લાભ તે તેવો કરાયો અનુરોધરાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયાએ નાગરિકોને સરકારની જુદી જુદી યોજનાઓનો લાભ મેળવવા માટે જુદી જુદી સરકારી કચેરીઓમાં ધક્કા ખાવા ન પડે, તે હેતુથી સેવા સેતુ કેમ્પમા પોતાના જ વિસ્તારમાં ઉકેલી શકાય તેવા પ્રશ્નોનો સ્થળ પર જ તે દિવસે જ નિકાલ થશે એટલે કે, લોકોના ઘર આંગણે જ તંત્ર ઉપસ્થિત રહી પ્રશ્નોનો નિકાલ કરવામાં આવનાર હોઈ, આ તકે નાગરિકોને વધુને વધુ સેવાઓનો લાભ લેવા અનુરોધ અને અપીલ કરેલ છે. બોટાદમાં પણ યોજાયો સેવા સેતુ કાર્યક્રમ બોટાદ નગરપાલિકા કચેરીમાં 54 જેટલી સરકારી કચેરીઓના એક જ જગ્યાએ કામો કરવા માટેનો તેમજ સ્થળ પર જ લોકોના કામનો નિકાલ થાય તેવા હેતુથી સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સરકારના વિવિધ કચેરીઓના અધિકારીઓ હાજર રહ્યા હતા અને લોકોએ વિવિધ કામો કરવા માટે અરજીઓ કરી હતી. જે અરજીઓનો નિકાલ એકજ સ્થળેથી કરવામાં આવ્યો હતો. જ્યારે મોટી સંખ્યામાં શહેરીજનોએ સેવા સેતુ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટ મહાપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ આવતીકાલે સવારે 9:00 વાગ્યાથી પૂર્વ ઝોનમાં અટલબિહારી બાજપાઈ ઓડિટોરિયમ ખાતેથી થઈ રહ્યો છે.રાજકોટવાસીઓ આ કાર્યક્રમની જરૂર મુલાકાત લે અને તમામ લાભોને લઈ માહિતી મેળવે જરૂરી છે જેથી અગામી સમયમાં તમમા સ્થાનિકોને સરકારી યોજના વિશે વધુ જાણકારી મળે
આવતીકાલે શરૂ થશે સેવા સેતુ કાર્યક્રમ
આ દસમાં તબક્કાના સેવા સેતુ કેમ્પમાં સરકારની વિવિધ યોજનાઓ જેવી કે, પી.એમ. સ્વનિધિ યોજના, હેલ્થ કેમ્પ, આર.સી.એચ.આયુષ્યમાન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પી.એમ. ભારતીય જન ઔષધી યોજના, આધાર નોંધણી, પી.એમ. આવાસ યોજના (અર્બન), સ્વચ્છ ભારત અભિયાન (અર્બન), પી.એમ. ઈ-બસ સેવા, “અમૃત” યોજના, પી.એમ. ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના, હેલ્થ એન્ડ વેલનેસ કાર્ડ, રેશનકાર્ડ સુધારા, અટલ પેન્શન યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, કુંવરબાઈનું મામેરું યોજના, વરિષ્ઠ પી.એમ. વિશ્વકર્મા યોજના, ઉજાલા યોજના, ખેલો ઇન્ડિયા, ઉડાન યોજના, વંદે ભારત અને અમૃત ભારત સ્ટેશન યોજના અને મામલતદાર કચેરી હસ્તકની સરકારની વિવિધ યોજનાઓ અંગે કામગીરી કરવામાં આવશે.
નાગરિકો લાભ તે તેવો કરાયો અનુરોધ
રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયાએ નાગરિકોને સરકારની જુદી જુદી યોજનાઓનો લાભ મેળવવા માટે જુદી જુદી સરકારી કચેરીઓમાં ધક્કા ખાવા ન પડે, તે હેતુથી સેવા સેતુ કેમ્પમા પોતાના જ વિસ્તારમાં ઉકેલી શકાય તેવા પ્રશ્નોનો સ્થળ પર જ તે દિવસે જ નિકાલ થશે એટલે કે, લોકોના ઘર આંગણે જ તંત્ર ઉપસ્થિત રહી પ્રશ્નોનો નિકાલ કરવામાં આવનાર હોઈ, આ તકે નાગરિકોને વધુને વધુ સેવાઓનો લાભ લેવા અનુરોધ અને અપીલ કરેલ છે.
બોટાદમાં પણ યોજાયો સેવા સેતુ કાર્યક્રમ
બોટાદ નગરપાલિકા કચેરીમાં 54 જેટલી સરકારી કચેરીઓના એક જ જગ્યાએ કામો કરવા માટેનો તેમજ સ્થળ પર જ લોકોના કામનો નિકાલ થાય તેવા હેતુથી સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સરકારના વિવિધ કચેરીઓના અધિકારીઓ હાજર રહ્યા હતા અને લોકોએ વિવિધ કામો કરવા માટે અરજીઓ કરી હતી. જે અરજીઓનો નિકાલ એકજ સ્થળેથી કરવામાં આવ્યો હતો. જ્યારે મોટી સંખ્યામાં શહેરીજનોએ સેવા સેતુ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.