Surendranagarના કોઠારીયા ગામ નજીક આધેડની કાર પર અજાણ્યા શખ્સોએ કર્યું ફાયરિંગ

સુરેન્દ્રનગરના કોઠારીયા ગામ નજીક આધેડની કાર પર ફાયરિંગની ઘટના બની છે,જેમાં અજાણ્યા શખ્સોએ આધેડ કાર લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન કાર પર ફાયરિંગ કર્યુ હતુ,સમગ્ર ઘટનામાં પોલીસે તપાસ હાથધરી છે અને આધેડને કોઈ ઈજાગ્રસ્ત થઈ નથી જેના કારણે પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો,પોલીસે આસપાસના સીસીટીવીની તપાસ પણ હાથધરી છે.4 રાઉન્ડ ફાયરિંગ થતા પોલીસ પણ દોડતી થઈ છે. કોઠારીયા ગામ નજીક બની ઘટના વઢવાણના કોઠારીયા ગામ નજીક ફાયરિંગની ઘટના બની છે જેમાં આધેડ કાર લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યું હતુ,સાથે સાથે મહત્વનું છે કે આધેડની કારના કાચ પર ફાયરિંગ થયું છે એટલે કોઈ જાનહાની થઈ નથી,પોલીસે હાલ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.ગેરકાયદેસર હથિયારથી આ ફાયરિંગ થયુ હોવાની વાત સામે આવી છે. સીસીટીવીથી ઉકેલાઈ શકે છે ગુનો સમગ્ર ઘટનામાં પોલીસે આસપાસના સીસીટીવીની તપાસ હાથધરી છે,કોણે ફાયરિંગ કર્યુ તે દિશામાં તપાસ હાથધરી છે.આ ઘટનામાં 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા છે.સુરેન્દ્રનગરમાં 15 દિવસમાં ફાયરિંગની 4 ઘટના બની છે.ગેરકાયદે હથિયારમાંથી ફાયરિંગ કરવામાં આવ્યું હોય તેવી પોલીસને શંકા છે,હાલમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ હાથધરી છે,ત્યારે જોવાનું એ રહેશે કે આરોપી કયારે ઝડપાય છે અને શું ખુલાસા થાય છે. 15 દિવસમાં ફાયરિંગની 4 ઘટના સુરેન્દ્રનગરમાં છેલ્લા 15 દિવસમાં ફાયરિંગની ચોથી ઘટના બની છે,આરોપીઓ કયાંથી ગેરકાયદેસર હથિયારો લાવે છે તેની તપાસ પોલીસ પણ કરતી નથી,ફકત ગુનો નોંધી કોર્ટમાં લઈ જઈ જેલ હવાલે કરવામાં આવે છે,પરંતુ પોલીસ પણ ઉંડાણપૂર્વક તપાસ કરે અને આવા આરોપીઓની સામે લાલઆંખ કરે તે જરૂરી છે.  

Surendranagarના કોઠારીયા ગામ નજીક આધેડની કાર પર અજાણ્યા શખ્સોએ કર્યું ફાયરિંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગરના કોઠારીયા ગામ નજીક આધેડની કાર પર ફાયરિંગની ઘટના બની છે,જેમાં અજાણ્યા શખ્સોએ આધેડ કાર લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન કાર પર ફાયરિંગ કર્યુ હતુ,સમગ્ર ઘટનામાં પોલીસે તપાસ હાથધરી છે અને આધેડને કોઈ ઈજાગ્રસ્ત થઈ નથી જેના કારણે પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો,પોલીસે આસપાસના સીસીટીવીની તપાસ પણ હાથધરી છે.4 રાઉન્ડ ફાયરિંગ થતા પોલીસ પણ દોડતી થઈ છે.

કોઠારીયા ગામ નજીક બની ઘટના

વઢવાણના કોઠારીયા ગામ નજીક ફાયરિંગની ઘટના બની છે જેમાં આધેડ કાર લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યું હતુ,સાથે સાથે મહત્વનું છે કે આધેડની કારના કાચ પર ફાયરિંગ થયું છે એટલે કોઈ જાનહાની થઈ નથી,પોલીસે હાલ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.ગેરકાયદેસર હથિયારથી આ ફાયરિંગ થયુ હોવાની વાત સામે આવી છે.


સીસીટીવીથી ઉકેલાઈ શકે છે ગુનો

સમગ્ર ઘટનામાં પોલીસે આસપાસના સીસીટીવીની તપાસ હાથધરી છે,કોણે ફાયરિંગ કર્યુ તે દિશામાં તપાસ હાથધરી છે.આ ઘટનામાં 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા છે.સુરેન્દ્રનગરમાં 15 દિવસમાં ફાયરિંગની 4 ઘટના બની છે.ગેરકાયદે હથિયારમાંથી ફાયરિંગ કરવામાં આવ્યું હોય તેવી પોલીસને શંકા છે,હાલમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ હાથધરી છે,ત્યારે જોવાનું એ રહેશે કે આરોપી કયારે ઝડપાય છે અને શું ખુલાસા થાય છે.

15 દિવસમાં ફાયરિંગની 4 ઘટના

સુરેન્દ્રનગરમાં છેલ્લા 15 દિવસમાં ફાયરિંગની ચોથી ઘટના બની છે,આરોપીઓ કયાંથી ગેરકાયદેસર હથિયારો લાવે છે તેની તપાસ પોલીસ પણ કરતી નથી,ફકત ગુનો નોંધી કોર્ટમાં લઈ જઈ જેલ હવાલે કરવામાં આવે છે,પરંતુ પોલીસ પણ ઉંડાણપૂર્વક તપાસ કરે અને આવા આરોપીઓની સામે લાલઆંખ કરે તે જરૂરી છે.