Suratમાં ભાજપના મહિલા કોર્પોરેટર ફસાયા વ્યાજખોરોની ચૂંગલમાં, ચૂકવતા હતા મોટું વ્યાજ
સુરતમાં ભાજપના કોર્પોરેટર વ્યાજખોરીનો ભોગ બન્યા છે.દર્શીની કોઠિયા બન્યા વ્યાજખોરીનો ભોગ બનતા તેમણે પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.વર્ષો પહેલા ધંધા માટે રૂપિયા લીધા હતી અને દર મહિને 75 હજાર વ્યાજ ચૂકવતા હતા પરંતુ વર્ષ 2023 બાદ કોર્પોરેટરે વ્યાજ ચૂકવવાનું બંધ કર્યું હતુ અને ત્યારબાદ પણ આરોપી દ્રારા વ્યાજની પઠાણી ઉઘરાણી કરાતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પુણા પોલીસે ગુનો નોંધીને હાથધરી તપાસ સુરત ભાજપના કોર્પોરેટર દર્શીની કોઠિયા કે જેમણે 25 લાખ રૂપિયા સચિન જૈન પાસેથી વ્યાજે લીધા હતા અને તેનું વ્યાજ પણ ચૂકવતા હતા પરંતુ વર્ષ 2023 બાદ આ વ્યાજ ચૂકવવાનું બંધ કરી દેવામાં આવ્યુ હતુ જેને લઈ સચિન જૈન દ્રારા તેમને ધાકધમકી પણ આપવામાં આવતી હતી જેને લઈ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.ભાજપ કોર્પોરેટરે વ્યાજ આપવાનું બંધ કરી દેતા સમાજમાં બદનામ કરવાની ધમકી આરોપી દ્રારા અપાઈ હોવાનો આક્ષેપ લગાવ્યો છે. આરોપીએ મહિલા કોર્પોરેટર પાસેથી ચેકો પડાવી લીધા સચિન જૈન દ્વારા મહિલા કોર્પોરેટર પાસે પઠાણી ઉઘરાણી અને ધમકી આપવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં અત્યાર સુધી વ્યાજ ચૂકવ્યું હતું, તેમ છતાં સચિન જૈન દ્વારા બળજબરી પૂર્વક સહી કરાવેલા ચેકો પડાવી લેવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે મહિલા કોર્પોરેટર દર્શીની કોઠિયાએ વ્યાજખોર સચિન જૈન સામે કર્યા હતા. આ સાથેજ દર્શીની કોઠિયાએ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલા કોર્પોરેટર અગાઉ પણ વિવાદમાં આવ્યા હતા ભાજપના કોર્પોરેટર દર્શીની કોઠીયા સામે પણ થોડા સમય પહેલા એક છેતરપિંડીની ફરિયાદ થઈ હતી. શ્રદ્ધા રાજપૂત પ્રદેશ ભાજપના પ્રવક્તા અને ગાંધીનગર મહાનગરપાલિકામાં કન્સલટન્ટ છે. તેમણે સુરત ભાજપના કોર્પોરેટર દર્શિની કોઠિયા સામે મે 2024માં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર, વર્ષ 2018માં પુના સુરતના દર્શિની પ્રવિણભાઈ કોઠીયા સાથે ગાંધીનગર મહાપાલિકા ખાતે મુલાકાત થઇ હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં ભાજપના કોર્પોરેટર વ્યાજખોરીનો ભોગ બન્યા છે.દર્શીની કોઠિયા બન્યા વ્યાજખોરીનો ભોગ બનતા તેમણે પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.વર્ષો પહેલા ધંધા માટે રૂપિયા લીધા હતી અને દર મહિને 75 હજાર વ્યાજ ચૂકવતા હતા પરંતુ વર્ષ 2023 બાદ કોર્પોરેટરે વ્યાજ ચૂકવવાનું બંધ કર્યું હતુ અને ત્યારબાદ પણ આરોપી દ્રારા વ્યાજની પઠાણી ઉઘરાણી કરાતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પુણા પોલીસે ગુનો નોંધીને હાથધરી તપાસ
સુરત ભાજપના કોર્પોરેટર દર્શીની કોઠિયા કે જેમણે 25 લાખ રૂપિયા સચિન જૈન પાસેથી વ્યાજે લીધા હતા અને તેનું વ્યાજ પણ ચૂકવતા હતા પરંતુ વર્ષ 2023 બાદ આ વ્યાજ ચૂકવવાનું બંધ કરી દેવામાં આવ્યુ હતુ જેને લઈ સચિન જૈન દ્રારા તેમને ધાકધમકી પણ આપવામાં આવતી હતી જેને લઈ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.ભાજપ કોર્પોરેટરે વ્યાજ આપવાનું બંધ કરી દેતા સમાજમાં બદનામ કરવાની ધમકી આરોપી દ્રારા અપાઈ હોવાનો આક્ષેપ લગાવ્યો છે.
આરોપીએ મહિલા કોર્પોરેટર પાસેથી ચેકો પડાવી લીધા
સચિન જૈન દ્વારા મહિલા કોર્પોરેટર પાસે પઠાણી ઉઘરાણી અને ધમકી આપવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં અત્યાર સુધી વ્યાજ ચૂકવ્યું હતું, તેમ છતાં સચિન જૈન દ્વારા બળજબરી પૂર્વક સહી કરાવેલા ચેકો પડાવી લેવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે મહિલા કોર્પોરેટર દર્શીની કોઠિયાએ વ્યાજખોર સચિન જૈન સામે કર્યા હતા. આ સાથેજ દર્શીની કોઠિયાએ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
મહિલા કોર્પોરેટર અગાઉ પણ વિવાદમાં આવ્યા હતા
ભાજપના કોર્પોરેટર દર્શીની કોઠીયા સામે પણ થોડા સમય પહેલા એક છેતરપિંડીની ફરિયાદ થઈ હતી. શ્રદ્ધા રાજપૂત પ્રદેશ ભાજપના પ્રવક્તા અને ગાંધીનગર મહાનગરપાલિકામાં કન્સલટન્ટ છે. તેમણે સુરત ભાજપના કોર્પોરેટર દર્શિની કોઠિયા સામે મે 2024માં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર, વર્ષ 2018માં પુના સુરતના દર્શિની પ્રવિણભાઈ કોઠીયા સાથે ગાંધીનગર મહાપાલિકા ખાતે મુલાકાત થઇ હતી.