Suratમાં આકાશી આફતે સર્જી હોનારત: કીમ અને તાપી નદી બે કાંઠે વહેતાં પૂરની સ્થિતિ, માંડવીમાં ગોડધા ડેમ તૂટ્યો!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત જિલ્લામાં વરસી રહેલા મુસળધાર વરસાદના કારણે કીમ નદી ભયાનક સપાટી વટાવીને અતિ ઉફાન પર આવી ગઈ છે. કીમ નદીના પાણી ફરી વળતાં માંગરોળના મોટી નારોલીથી મોટા બોરસરાને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. મોટા બોરસરા વિસ્તારમાં પૂરના પાણી ઘૂસી જતાં 20થી વધુ લોકો ફસાયા હોવાની માહિતી મળતાં જ સુરત જિલ્લા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પૂરના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી પુરજોશમાં ચલાવવામાં આવી રહી છે.
માંડવીમાં ગોડધા ડેમ તૂટ્યો: સિંચાઈ યોજના પડી ભાંગી
સુરત જિલ્લાના માંડવી તાલુકામાં વરેહ નદી પર આવેલો અને ખેડૂતો માટે આશીર્વાદ સમાન ગણાતા ગોડધા ચેકડેમની મુખ્ય વોલ તૂટી જતાં કરોડો લીટર સંગ્રહિત પાણી વહી ગયું છે. ડેમ તૂટી જવાથી 'ગોડધા વડ ઉદવાહન સિંચાઈ યોજના' સંપૂર્ણપણે પડી ભાંગી છે અને લિફ્ટ ઈરિગેશન બંધ થઈ ગયું છે. બારેમાસ સિંચાઈ માટે આ ડેમ પર નિર્ભર રહેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ ઉપરાંત માંડવી અને માંગરોળ ઉદવાહન યોજના દ્વારા પૂરૂં પાડવામાં આવતું ખેતી અને પીવાનું પાણી મળવું પણ હવે અત્યંત મુશ્કેલ બન્યું છે.
તાપી નદી બે કાંઠે: કોઝવે ભયજનક સપાટીથી ઉપર
સુરત શહેર અને જિલ્લામાં સતત પડેલા વરસાદથી તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે. આ ઉપરાંત ઉકાઈ ડેમની સપાટી વધીને 319.98 ફૂટે પહોંચી છે. તેમજ ડેમમાં 1.60 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. કાકરાપાર ડેમમાંથી 21,000 ક્યુસેક અને તાપીના કેચમેન્ટ વિસ્તારમાંથી કુલ 2 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ તરફ સિંગણપોર કોઝવેની ભયજનક સપાટી 6 મીટર સામે હાલ સપાટી 8.34 મીટરે પહોંચી ગઈ છે. કોઝવેમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી વહાવવામાં આવી રહ્યું છે, જેને પગલે તાપી નદી કિનારે આવેલા તમામ વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

