Suratના પીપોદરામાં રજિસ્ટ્રેશન વગર ઝેરી દવા બનાવતી ફેક્ટરી પર પોલીસ અને ખેતીવાડી વિભાગના દરોડા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દક્ષિણ ગુજરાતના ખેતીકામમાં વપરાતી જંતુનાશક દવાઓના નામે ચાલતા મોટા કૌભાંડનો સુરત જિલ્લા પોલીસે પર્દાફાશ કર્યો છે. માંગરોળ તાલુકાના પીપોદરા ગામે આવેલી હાઈબોન્ડ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં 'સેન્ડોઝ એગ્રી ઇન્ડિયા' નામની કંપની પર ખેતીવાડી અધિકારી અને પાલોદ પોલીસે સંયુક્ત દરોડા પાડી ગેરકાયદેસર રીતે ચાલતું કીટનાશક ઉત્પાદન ઝડપી પાડ્યું છે.
રજિસ્ટ્રેશન વગર ઝેરી દવાઓનું ઉત્પાદન
આ ફેક્ટરીમાં કેન્દ્રીય કીટનાશક બોર્ડના કોઈપણ પ્રકારના રજિસ્ટ્રેશન વગર જોખમી અને ઝેરી જંતુનાશક દવાઓનું ઉત્પાદન કરવામાં આવતું હતું. તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે, સંચાલકોએ લાયસન્સિંગ ઓથોરિટીની જાણ બહાર એક સ્થળનું લાયસન્સ મેળવી અન્ય સ્થળે દવાનો મોટો જથ્થો સંગ્રહિત કર્યો હતો. આટલું જ નહીં, વેચાણ અંગેના સ્ટોક રજિસ્ટર અને બિલિંગમાં પણ ભારે ગેરરીતિઓ અને અધૂરી વિગતો જોવા મળી હતી.
પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં લાયસન્સ વગર દવાનું ઉત્પાદન અને સંગ્રહ કરવા બદલ કડક કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ખેતીવાડી વિભાગે દવાના નમૂના લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. પાલોદ પોલીસે આ મામલે મુખ્ય સૂત્રધારની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કૌભાંડના તાર ક્યાં સુધી જોડાયેલા છે અને ખેડૂતોને કેટલી નકલી દવાઓ પધરાવવામાં આવી છે તે દિશામાં હવે ઉંડી તપાસ શરૂ કરવામાં આવી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

