Suratના એક નેઇલ પોલીશના કારખાનામાં લાગી ભીષણ આગ, ફેક્ટરીમાં સુઈ રહેલા વોચમેને ગુમાવ્યો જીવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા ન્યૂ કોસાડ રોડ પર એક નેઇલ પોલીશના કારખાનામાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે તેને કાબૂમાં લેતા ફાયર બ્રિગેડને 6 કલાકથી વધુ સમય લાગ્યો હતો. આ દુર્ઘટનામાં કારખાનામાં સૂઈ રહેલા એક વોચમેનું કરુણ મોત થયું છે. આગની જાણ થતાં જ ફાયર વિભાગનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. કુલ 5 ફાયર સ્ટેશનોની 10થી વધુ ગાડીઓ આગ બુઝાવવા માટે કામે લાગી હતી.
અમરોલીના ન્યૂ કોસાડ રોડ પર આવેલા કારખાનામાં લાગી આગ
જોકે કારખાનામાં કેમિકલનો મોટો જથ્થો હોવાને કારણે પાણીનો મારો ચલાવવા છતાં આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડી રહી હતી. આગ બુઝાવવાની કામગીરી દરમિયાન ફાયર બ્રિગેડના જવાનોને જાણ થઈ કે કારખાનામાં સૂઈ રહેલો વોચમેન મળી રહ્યો નથી. ભારે શોધખોળ બાદ અને આગ થોડી કાબૂમાં આવ્યા બાદ ચોથા માળે ગેલેરીના ભાગમાં વોચમેન બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ફાયર બ્રિગેડે 6 કલાક બાદ આગ પર મેળવ્યો કાબૂ
બેભાન હાલતમાં મળી આવેલા વોચમેનને હોસ્પિટલ લાવ્યા બાદ ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આગને કારણે કારખાનાને ભારે નુકસાન થયું છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ અને ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક એકમોમાં સુરક્ષા અને આગ બુઝાવવાના સાધનોની ઉપલબ્ધતા પર પ્રશ્નો ઊભા કર્યા છે.
What's Your Reaction?






