Suratના ઉધનામાં પ્લેટફોર્મ બનાવવામાં ભયંકર ભૂલ, યાત્રીઓ જીવના જોખમે ચઢજો ટ્રેનમાં !

સુરતના ઉધના પ્લેટફોર્મમાં મોટી બેદરકારી સામે આવી. મુસાફરો માટે આ પ્લેટફોર્મ વધુ ખતરનાક બન્યું. ઉધનાના પ્લેટફોર્મ અને ટ્રેનના દાદર વચ્ચે મોટું અંતર છે. પ્લેટફોર્મ નંબર-6 પરના મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જયારે પણ પ્લેટફોર્મ પર કોઈપણ ટ્રેન આવે ત્યારે મુસાફરો જીવના જોખમે ટ્રેનમાં ચઢી રહ્યા છે.મુસાફરોને હાલાકીશહેરમાં ઉધનાના રેલ્વે સ્ટેશન પરનું પ્લેટફોર્મ નવા જમાનામાં જૂના ગાડા ચલાવવા જેવા ઘાટ દેખાય છે. ઉધનાના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી ટ્રેનમાં ચઢતી વખતે યાત્રીઓને અકસ્માતનું જોખમ રહે છે. ઉધનાના પ્લેટફોર્મ અને ટ્રેનના દાદર વચ્ચે મોટું અંતર હોવાના કારણે યાત્રીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યા છે. ટ્રેનમાં ચઢવા અને ઉતરવા મુસાફરોને ફરજીયાત અન્ય લોકોની મદદ લેવી પડે છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો અને બાળકોને આ પ્લેટફોર્મ પરથી ટ્રેનમાં ચઢવા મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. શું તંત્રને પોતાની ભૂલ ધ્યાનમાં આવી છે ? કે પછી જ્યારે મીડિયામાં અહેવાલ આવશે ત્યારે જ ધ્યાનમાં આવશે. પ્લેટફોર્મ બનાવવામાં મોટી ચૂક ઉધનાનું પ્લેટફોર્મ બનાવવામાં મોટી ચૂક થઈ છે. આ પ્લેટફોર્મ જોતાં એવું લાગે કે જાણે હજુ કામગીરી બાકી છે. અધૂરો બનેલો પ્લેટફોર્મ લોકોના જીવ માટે જોખમરૂપ છે. મુસાફરો જ્યારે પણ આ રેલ્વેપ્લેટફોર્મ પરથી ટ્રેનમાં ચઢે ત્યારે એસ.ટી. બસ કે પછી લોકલ બસમાં ચઢતા હોય તેવો અનુભવ લાગે છે. મોટાભાગે મુસાફરોની સરળતા માટે રેલવે પ્લેટફોર્મ અને ટ્રેનના દાદર સમાન અંતર પર હોય છે.એટલે કે રેલ્વેનો દાદર પતે પછી તરત જ પ્લેટફોર્મ આવે જેથી મુસાફરોને ચઢવામાં સરળતા રહે. પરંતુ ઉધનાનું પ્લેટફોર્મ કોઈ જુદો જ નજારો બતાવે છે. તંત્રથી આવડી મોટી ભૂલ કેવી રીતે થઈ ? શું આ મામલે કોઈ સુધારો થશે ?

Suratના ઉધનામાં પ્લેટફોર્મ બનાવવામાં ભયંકર ભૂલ, યાત્રીઓ જીવના જોખમે ચઢજો ટ્રેનમાં !

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતના ઉધના પ્લેટફોર્મમાં મોટી બેદરકારી સામે આવી. મુસાફરો માટે આ પ્લેટફોર્મ વધુ ખતરનાક બન્યું. ઉધનાના પ્લેટફોર્મ અને ટ્રેનના દાદર વચ્ચે મોટું અંતર છે. પ્લેટફોર્મ નંબર-6 પરના મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જયારે પણ પ્લેટફોર્મ પર કોઈપણ ટ્રેન આવે ત્યારે મુસાફરો જીવના જોખમે ટ્રેનમાં ચઢી રહ્યા છે.

મુસાફરોને હાલાકી

શહેરમાં ઉધનાના રેલ્વે સ્ટેશન પરનું પ્લેટફોર્મ નવા જમાનામાં જૂના ગાડા ચલાવવા જેવા ઘાટ દેખાય છે. ઉધનાના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી ટ્રેનમાં ચઢતી વખતે યાત્રીઓને અકસ્માતનું જોખમ રહે છે. ઉધનાના પ્લેટફોર્મ અને ટ્રેનના દાદર વચ્ચે મોટું અંતર હોવાના કારણે યાત્રીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યા છે. ટ્રેનમાં ચઢવા અને ઉતરવા મુસાફરોને ફરજીયાત અન્ય લોકોની મદદ લેવી પડે છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો અને બાળકોને આ પ્લેટફોર્મ પરથી ટ્રેનમાં ચઢવા મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. શું તંત્રને પોતાની ભૂલ ધ્યાનમાં આવી છે ? કે પછી જ્યારે મીડિયામાં અહેવાલ આવશે ત્યારે જ ધ્યાનમાં આવશે.

પ્લેટફોર્મ બનાવવામાં મોટી ચૂક 

ઉધનાનું પ્લેટફોર્મ બનાવવામાં મોટી ચૂક થઈ છે. આ પ્લેટફોર્મ જોતાં એવું લાગે કે જાણે હજુ કામગીરી બાકી છે. અધૂરો બનેલો પ્લેટફોર્મ લોકોના જીવ માટે જોખમરૂપ છે. મુસાફરો જ્યારે પણ આ રેલ્વેપ્લેટફોર્મ પરથી ટ્રેનમાં ચઢે ત્યારે એસ.ટી. બસ કે પછી લોકલ બસમાં ચઢતા હોય તેવો અનુભવ લાગે છે. મોટાભાગે મુસાફરોની સરળતા માટે રેલવે પ્લેટફોર્મ અને ટ્રેનના દાદર સમાન અંતર પર હોય છે.એટલે કે રેલ્વેનો દાદર પતે પછી તરત જ પ્લેટફોર્મ આવે જેથી મુસાફરોને ચઢવામાં સરળતા રહે. પરંતુ ઉધનાનું પ્લેટફોર્મ કોઈ જુદો જ નજારો બતાવે છે. તંત્રથી આવડી મોટી ભૂલ કેવી રીતે થઈ ? શું આ મામલે કોઈ સુધારો થશે ?