Surat: હીરા ઉદ્યોગમાં મંદી...અનેક પરિવારોની હાલત કફોડી, રત્નકલાકારે આપ્યો સરસ સંદેશ!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત શહેરના હીરાઉદ્યોગમાં મંદી આવતાં રત્નકલાકાર ને 'સમજાતું નથી ઘર કેમ ચલાવવું', રત્નકલાકારોના પરિવારોની કફોડી હાલત વચ્ચે એક પરિવારે મંદી વચ્ચે આપ્યો સરસ સંદેશ, રત્નકલાકરે આપઘાત કરવાની જરૂરત નથી બસ માત્ર વિકલ્પ શોધવાનો છે અને જીવન ની ગાડી પરત પાટા પર આવી જાય છે.
સુરત હીરાના ઉત્પાદનમાં વૈશ્વિક પાવરહાઉસ છે,સુરતમાં લગભગ 3500 જેટલાં યુનિટો છે જેમાં આઠ લાખ રત્નકલાકારો કામ કરે છે. હીરાની 15 મોટી કંપનીઓનું વાર્ષિક ટર્નઓવર હજારો કરોડો રૂપિયામાં છે. પાંચ હજાર હીરા દલાલો અને આઠ હજાર જેટલા વેપારીઓ પણ આ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે,આ આંકડો એક અંદાજિત આંકડો છે વધારે પણ હોઈ શકે,તમારી સામે જ સમયાંતરે રત્નકલાકાર નો આપઘાત ના સમાચાર આવતા હોઈ છે, આર્થિક પરિસ્થિતિ અથવા ઘરેલુ કંકાસ નું કારણ પોલીસ ચોપડે નોંધતી હોઈ છે, આ છે જૂનાગઢ ના પંકજ ભાઈ વૈષ્ણવ જે સુરતમાં રહે છે અને વેચે છે ભૂંગલી બટાકા, પંકજ ભાઈ આજે ચમચા અને ચમચી થી રમત રમતા દેખાય રહ્યા છે, આ હાથ એક સમયે કમ્પ્યુટર પર કામ કરતા હતા, હીરા ઉદ્યોગમાં કમ્પ્યુટર પર લેઝર ની કરીગીરી કરતા હતા અને તેના માટે પંકજ ને મળતો હતો સારો પગાર, આમ કરતા કરતા નીકળી ગયા જીવનના 13 વર્ષ, 12 વર્ષ નો લગ્ન સંસાર, ઘર હપ્તે લીધું, અન્ય વસ્તુઓ પણ હપ્તે,પગાર આવતો અને બધું ચૂકવાય જતું હતું, એક મસ્ત ખુશ પરિવાર જીવન જીવી રહ્યું હતું, અને ત્યારે આવી દિવાળી, પરંતુ આ દિવાળી ઉજવાળાની જગ્યા લાવી અંધારું, કારણ કે હીરા ની મંદિ ટોપ પર હતી, કામ ના દિવસો ઘટ્યા, ત્યાર બાદ કામના કલાકોમો આવ્યો ઘટાડો,પગાર સીધો થઈ ગયો અર્ધો, અને શરૂવાત થઈ જીવનમાં સંઘર્ષ ની, પંકજ અને રેણુકા મુંજવનમાં મુકાયા, આંખોમાં આવી ગયા હતા આંશુ, કારણ કે હવે શું કરીશું, ત્રણ વર્ષ થી નવા કપડાં નહીં વસાવ્યા હતા, પંકજે તો ત્રણ વર્ષ થી ચપ્પલ ના ખરીદી હતી, બંને એક સમયે ઘર બંધ કરી વતન જવાનું વિચારી લીધું હતું, પંકજ ડિપ્રેશનમાં આવી ગયો હતો, રાત્રે ઊંઘ ના આવતી હતી, શું કરીશું શું કરીશું ના વિચારોમાં ડૂબી રહેતો હતો પંકજ, પરંતુ પંકજ ભાઈ ની પત્ની રેણુકા હિમ્મ્ત ના હારી અને પંકજ ને હિમ્મ્ત હારવા ના દીધી,ખભે થી ખભે મેળવી ને આજે બંને ચાલી રહ્યા છે.
વર્ષ ''2008માં જે મંદી હતી તે ફક્ત ચાર પાંચ મહિના સુધી રહી હતી અને પછી માર્કેટ ઊભું થઈ ગયું હતું. પરંતુ આ વખત પરિસ્થિતિ 2008 કરતાં પણ ખરાબ છે. 2021થી સતત આ મંદીનો માહોલ છે. અત્યાર સુધી ઘણા કારખાનેદારોએ યુનિટ ચલાવવાની કોશિશ કરી પરંતુ માર્કેટમાં કોઈ સુધારો ન દેખાતાં હાલ કેટલીક જગ્યાએ કારીગરો ની છૂટા કરવામાં આવી રહ્યા છે. કેટલાક લોકોના કામમાં ઘટાડો કરવામાં આવ્યો છે,આર્થિક સંકડામણને લીધે છેલ્લા એક વર્ષમાં અંદાજે 63 રત્નકલાકારો એ આપઘાત કર્યો છે અને લગભગ 50 હજાર રત્નકલાકારો બેરોજગાર બન્યા છે.મંદીના કારણે કેટલાક રત્નકલાકારોએ હવે અન્ય રોજગારીના વિકલ્પો શોધી રહ્યા છે. છેલ્લાં 13 વર્ષથી હીરાનું લેસર જોબવર્ક કરતા હાલ ભૂંગળા બટાકા વેચી રહ્યા છે,સુરત હીરા ઉધોગમાં 50 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર ભારે મંદીનો માહોલ સર્જાયો છે. જેમાં હીરાની કેટલીક ફેક્ટરીઓ બંધ થતા 17 લાખ રત્નકલાકારો સંકટમાં મુકાયા હતા. આ મંદીના કારણે કેટલીક ફેક્ટરીઓમાં રત્નકલાકારોના પગારમાં 50 % કાપ મુકાયો હતો,જેને લઇ મોટા ભાગના રત્નકલાકારો એ નોકરી ગુમાવી છે,પરંતુ આ પરિવરે રત્નકલાકર અને એના પરિવાર ને આ મંદી વચ્ચે કેવી રીતે જીવન જીવું જોઈએ એ એક ઉધરણ પૂરું પાડ્યું છે, સવારે વેહલા ઉઠો અને નોકરી પર જતા હોઈ તેમ એક ટાઈમ ટેબલ ફિક્સ કરી નાખ્યું છે, ઓટો રીક્ષા સાથે નીકળે છે પંકજ અને કિરણ ચોક સુધી આવે છે અને લારી પર ભૂંગલી બટાકા વેચી રહ્યો છે, અને લોકો એના ભૂંગલી બટાકા પસંદ કરી રહ્યા છે.
જુલાઈ 2022માં લૅબગ્રોન ડાયમંડ 300 અમેરિકન ડૉલરની કિંમતે વેચાઈ રહ્યો હતો અને આજે તેની કિંમત 78 ડૉલર અથવા તેના કરતાં પણ ઓછી છે. જ્યાં સુધી રફ ડાયમંડની કિંમત નહીં ઘટે અને પૉલિશ્ડ હીરા ની કિંમતમાં વધારો નહીં થાય ત્યાં સુધી હીરાઉદ્યોગમાં મંદી જોવા મળશે, તો બસ આ સત્ય સાથે હીરા ઉદ્યોગ ના ફાવે તો અન્ય વિકલ્પ શોધો જીવન જીવવા માટે, બાકી ઘરમાં કંકાસ કરવો અથવા આપઘાત કરવો એ કોઈ વિકલ્પ નથી યાદ રાખજો.
What's Your Reaction?






